વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના પડઘમ શાંત પડે તે પહેલા મતદારોને રિઝવવાના પ્રયાસો
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં હવે બીજા તબક્કાની 93 બેઠકોની ચૂંટણી આગામી તા. 5મી ડિસેમ્બરે યોજાશે. તેનો પ્રચાર આવતી કાલે તારીખ 3 ડિસેમ્બરના સાંજે 5 વાગ્યાથી બંધ થશે તે પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટીના કદાવર નેતાઓ ગુજરાતમાં વિવિધ સ્થળે સભા કરીને મતદારોને પોતાના પક્ષને મત આપવા અપીલ કરી રહ્યા છે. […]