1. Home
  2. Tag "bangladesh"

બાંગ્લાદેશ રેડીમેડ ગાર્મેન્ટ નિકાસમાં આગળ વધી શકે છે, તો ભારત કેમ નહીં : સીએમ યોગી

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે પ્રશ્ન કર્યો હતો કે આટલી મોટી વસ્તી હોવા છતાં ભારત રેડીમેડ કપડાની નિકાસમાં બાંગ્લાદેશથી કેમ પાછળ છે. સીએમ યોગીએ પીએમ મિત્ર યોજના હેઠળ ટેક્સટાઇલ પાર્કની સ્થાપના માટે અહીં આયોજિત રોકાણકારોના સંમેલનમાં આ સવાલ કર્યો હતો. આદિત્યનાથે કહ્યું, “જો 16 કરોડની વસ્તી ધરાવતું બાંગ્લાદેશ રેડીમેડ ગાર્મેન્ટ નિકાસમાં આગળ વધી […]

નાગપુર હિંસાની આગમાં બાંગ્લાદેશનું ઘી રેડાયું, ભડકાઉ પોસ્ટમાં લખ્યું- આ કંઈ નથી, વધુ દંગા થશે

નાગપુરમાં ફાટી નીકળેલી હિંસા પહેલા અને પછી સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરનારાઓ સામે નાગપુર પોલીસનું સાયબર સેલ કાર્યવાહી કરી રહ્યું છે. આવા ઘણા એકાઉન્ટ્સની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. બુધવાર સુધી 6 એફઆઈઆર નોંધવામાં આવી હતી પરંતુ હવે તેમની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. […]

બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના અને તેમના પરિવારજનોની મિલક્ત જપ્ત કરાશે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઢાકાની એક કોર્ટે તેમના ધનમોન્ડી સ્થિત નિવાસસ્થાન ‘સુદાસદન’ અને તેમના પરિવારની કેટલીક અન્ય મિલકતો જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, કોર્ટે તેમના પરિવારના 124 બેંક ખાતા જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે. બાંગ્લાદેશ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (BFIU) એ પદભ્રષ્ટ વડા પ્રધાન […]

બાંગ્લાદેશના આર્મી ચીફે યુનુસ સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘દેશ જોખમમાં છે, અરાજકતા આપણી જાતે જ સર્જી છે

બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વોકર-ઉઝ-ઝમાને દેશમાં બગડતી વ્યવસ્થાની સ્થિતિ અને કાયદો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે રાજકીય ઉથલપાથલના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. એક મિલિટરી ઈવેન્ટમાં બોલતા જનરલ ઝમાને કહ્યું, ‘અમે જે અરાજકતા જોઈ છે તે આપણી પોતાની બનાવેલી છે.’ તેમણે પોલીસ દળની બિનકાર્યક્ષમતા પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું […]

બાંગ્લાદેશના ક્રિકેટરે કરી મહાશિવરાત્રીની ઉજવણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહી છે. જો કે, ભારત અને ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ ટીમમાં સ્થાન ન પસંદગી ના પામનાર વિકેટકિપર કમ બેસ્ટમેન લિટ્ટન દાસ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરતા નજરે પડ્યો હતો. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ક્રિકેટર શિવ મંદિરમાં પુજા કરતા […]

બાંગ્લાદેશને યુનુસ સરકારે આતંકવાદનું કેન્દ્ર બનાવી દીધું : શેખ હસીના

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર પર દેશને આતંકવાદ અને અરાજકતાના કેન્દ્રમાં ફેરવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે ઘરે પાછા ફરવાની પ્રતિજ્ઞા લીધી, પીડિત પરિવારોને ખાતરી આપી કે તેઓ તેમને મદદ કરશે અને ન્યાય અપાવશે. ભૂતપૂર્વ પીએમના મતે, નોબેલ પુરસ્કાર વિજેતા પોતે કહે છે કે તેમને દેશ ચલાવવાનો કોઈ અનુભવ નથી, […]

બાંગ્લાદેશના વિદેશ સલાહકાર તૌહીદ વિદેશ મંત્રી ડૉ. જયશંકરને મળ્યા

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઓમાનમાં 8મા હિંદ મહાસાગર પરિષદ દરમિયાન બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ સાથે મુલાકાત કરી. બંને દેશો અને BIMSTEC વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર વિગતવાર ચર્ચા થઈ. વિદેશ મંત્રીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે તેઓ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈનને […]

બાંગ્લાદેશમાં 1400 લોકોની હત્યા, મોહમ્મદ યુનુસ સરકારમાં હિંદુઓને નિશાન બનાવાયા

બાંગ્લાદેશમાં 2024માં વિદ્યાર્થી આંદોલન અને ત્યારબાદ થયેલી હિંસા અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગના અહેવાલમાં ગંભીર ઘટસ્ફોટ થયો છે. અહેવાલમાં શેખ હસીનાની સરકાર અને મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર દરમિયાન માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓની વિગતો આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન ઓછામાં ઓછા 1,400 લોકો માર્યા ગયા હતા. આ સમયગાળા દરમિયાન સુરક્ષા દળોએ […]

રાજકીય ઉથલપાથલનો સામનો કરી રહેલા બાંગ્લાદેશમાં ‘ઓપરેશન ડેવિલ હન્ટ’ શરૂ કરાયું

બાંગ્લાદેશમાં અશાંતિના કારણે વચગાળાની સરકાર ટીકાકારોના નિશાના પર છે. તાજેતરની ઘટનાઓમાં, દેશની વચગાળાની સરકારે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે. કડક પગલાં લેવાનું વચન આપતાં સરકારે કહ્યું છે કે બદમાશો પ્રત્યે નમ્રતા દાખવવામાં આવશે નહીં. અશાંતિ ફેલાવી રહેલા બદમાશો અને અસામાજિક તત્વોનો સામનો કરવા માટે ‘ઓપરેશન ડેવિલ હન્ટ’ ચલાવી રહેલા બાંગ્લાદેશી સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 1308 […]

બાંગ્લાદેશઃ શેખ હસીનાના સમર્થકો સામે યુનિસ સરકારનું દમનચક્ર, શરૂ કરાયું અભિયાન

બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે શેખ હસીનાના સમર્થકો સામે દમનનું ચક્ર શરૂ કર્યું છે. બાંગ્લાદેશ સુરક્ષા એજન્સીઓએ વચગાળાની સરકારના આદેશ બાદ ‘ઓપરેશન ડેવિલ હન્ટ’ નામનું ઓપરેશન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ, બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ અને કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શનિવાર (8 ફેબ્રુઆરી) મધ્યરાત્રિએ શરૂ થયેલા આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code