1. Home
  2. Tag "bangladesh"

બાંગ્લાદેશે ભારતથી માલસામાન પરિવહન માટે ચાર માર્ગોને આપી મંજૂરી,વેપારીઓને થશે ફાયદો

દિલ્હી:ભારત અને બાંગ્લાદેશે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે ભારતીય વેપારીઓને માલની હેરફેર માટે બાંગ્લાદેશમાં ચટગાંવ અને મોંગલા બંદરોનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. બાંગ્લાદેશ સરકારે ત્રિપુરા અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાંથી માલસામાનના પરિવહન માટે ચાર માર્ગોને મંજૂરી આપી છે. ત્રિપુરાના ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન સેન્ટાના ચકમાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશ અને ભારત […]

ભારતના પડોશી દેશ પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશમાં પણ ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં સત્તા માટે ખેંચતાણ ચાલી રહી છે, ઈમરાનખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ સમગ્ર દેશમાં આગચંપી અને તોડફોડની ઘટનાને અંજામ આપ્યો હતો. હજુ ઈમરાન ખાન પોતાની સંભવિત ધરપકડને ટાળવા માટે હવાતિયા મારી રહ્યાં છે, જો કે, આગામી દિવસોમાં પાકિસ્તાનમાં ચૂંટણી યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. હવે ભારતના અન્ય પડોશી […]

આસામની રાજધાની ગુવાહાટીમાં અનુભવાયા ભૂકંપના આંચકા,બાંગ્લાદેશમાં પણ 4.6 ની તીવ્રતાનો ભૂકંપ

ગુવાહાટી : આસામના ગુવાહાટી અને ઉત્તર પૂર્વીય વિસ્તારના અન્ય ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવતા જ લોકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ગયા શુક્રવારે આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર તેજપુર નજીક હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 હતી વાસ્તવમાં પૂર્વોત્તર […]

આજથી દિલ્હીમાં ભારત-બાંગ્લાદેશ સરહદ વાટાઘાટો શરૂ થશે,આ મુદ્દાઓ પર થશે ચર્ચા

દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ આજથી દિલ્હીમાં તેમના સરહદ રક્ષક દળોની ચાર દિવસીય વાતચીત કરશે. આ દરમિયાન સીમા પાર ગુનાઓ અને વધુ સારા સંકલનથી સંબંધિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)નું 15 સભ્યોનું પ્રતિનિધિમંડળ શનિવારે દિલ્હી પહોંચ્યું હતું. તેનું નેતૃત્વ BGB ના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ એકેએમ નઝમુલ […]

ભારત-બાંગ્લાદેશ વચ્ચે વેપાર વધ્યો, બંને દેશ વચ્ચે 100થી વધારે માલગાડીની અવર-જવર

નવી દિલ્હીઃ લોકો વચ્ચે સંપર્ક વધારવા માટે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ કોલકાતા-ઢાકા મૈત્રી એક્સપ્રેસ, કોલકાતા-ખુલના બંધન એક્સપ્રેસ અને ન્યૂ જલપાઈગુડી-ઢાકા મિતાલી એક્સપ્રેસ નામની ત્રણ જોડી પેસેન્જર ટ્રેનો ચાલી રહી છે. બંને દેશો વચ્ચે રેલ મારફતે વેપાર દર મહિને વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે લગભગ 100 માલગાડીઓ દોડી રહી છે. છેલ્લા નાણાકીય વર્ષમાં લગભગ […]

ભારતે પડોશી દેશ બાંગ્લાદેશને વધુ 20 બ્રોડગેજ એન્જિન આપ્યાં

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને વધુ મજબુત બનાવવાના પગલામાં, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના રેલ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં બાંગ્લાદેશ માટે 20 બ્રોડગેજ (BG) લોકોમોટિવ્સને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી હતી. બાંગ્લાદેશના રેલ્વે મંત્રી મોહમ્મદ નુરુલ ઇસ્લામ સુજાને પણ વર્ચ્યુઅલ માધ્યમથી સમારોહમાં ભાગ લીધો હતો. ભારત સરકાર તરફથી અનુદાન સહાય હેઠળ […]

બાંગ્લાદેશમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ, નવના મોત

મૃત્યુઆંક વધવાની શકયતા તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ ભારે વરસાદને પગલે જનજીવનને અસર નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળી કડાકા ભડાકા સાથે વરસાદ પડતા જનજીવનને વ્યાપક અસર થઈ છે. દરમિયાન વીજળી પડવાની ઘટના પણ બની હતી. બાંગ્લાદેશમાં વીજળી પડવાની નવ વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ […]

ભારત અને બાંગ્લાદેશનો ઐતિહાસિક નિર્ણય-હવે રૂપિયા અને ટાકામાં સીધો વેપાર થશે

ભારત અને બાંગ્લાદેશનો ઐતિહાસિક નિર્ણય  હવે રૂપિયા અને ટાકામાં સીધો વેપાર થશે નિકાસ કરવામાં આવતી રકમ લગભગ બે અબજ ડોલર દિલ્હી : ભારત અને બાંગ્લાદેશે બંને દેશો વચ્ચે કોમર્શિયલ લેવડદેવડમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે. બંને દેશોએ નક્કી કર્યું છે કે હવેથી તેઓ ભારતીય રૂપિયા અને બાંગ્લાદેશી ટાકામાં વ્યાપારી વ્યવહારો કરશે. બાંગ્લાદેશથી ભારતમાં નિકાસ કરવામાં આવતી […]

ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધને લઈને નવા અધ્યાયની શરૂઆત થઈઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈન (IBFP)નું વર્ચ્યુઅલ મોડમાં સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે આ પાઈપલાઈન બાંગ્લાદેશના વિકાસને વધુ વેગ આપશે, અને બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવાનું એક ઉત્તમ ઉદાહરણ પણ હશે. આમ ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધને લઈને નવા […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ મચાવ્યો આતંકઃ 14 હિન્દુ મંદિરમાં તોડફોડ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાત્રે 14 હિંદુ મંદિરોમાં અજ્ઞાત કટ્ટરવાદીઓએ પ્રવેશીને હુમલા કરીને તોડફોડ મચાવી હતી. ઠાકુરગાંવના બલિયાડાંગી ઉપાશ્રયમાં હિંદુ સમુદાયના નેતા વિદ્યાનાથ બર્મને જણાવ્યું હતું કે ,અજાણ્યા લોકોએ રાત્રે હુમલા કર્યા હતા અને 14 મંદિરોમાં મૂર્તિઓની તોડફોડ કરી હતી. ઉપજિલ્લા પૂજા સમારોહ કાઉન્સિલના જનરલ સેક્રેટરી બર્મને જણાવ્યું હતું કે, કેટલીક મૂર્તિઓનો નાશ કરવામાં આવ્યો હતો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code