1. Home
  2. Tag "bharuch"

ભરૂચમાં સોનાના દાગીનાની લાખોની લૂંટ કેસના બે શખસોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

ભરૂચઃ  જિલ્લાના નબીપુર રોડ પર સોનાના વેપારી પાસેથી થયેલી સોનાના કરોડોની કિંમતના દાગીનાની લૂંટના કેસમાં બે આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીને દેવું થઈ જતાં રૂપિયાની જરૂર હોવાથી લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ ત્રણ આરોપીઓને ભરૂચ પોલીસે ઝડપ્યા હતા ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપીને 1.07 કરોડનો મુદ્દામાલ પણ […]

ભરૂચ નજીક અમદાવાદના જવેલર્સની કારને આંતરીને લૂંટારા શખસો બે કિલો સોનાના દાગીના ઉઠાવી ગયા

અમદાવાદઃ ભરૂચના નબીપુરથી ઝનોર ઝનોર જવાના માર્ગે અમદાવાદના માણેકચોકના જવેલર્સની કારને આંતરી અન્ય બે કારમાં આવેલા લૂંટારુઓ બંદૂકની અણીએ 2 કિલો સોનાના દાગીના તેમજ રોકડા 3 થી 4 લાખ લૂંટી જતા પોલીસે નાકાબંધી કરીને લૂંટારૂઓને પકડી પાડવા પ્રયાસો કર્યા હતા. લૂંટના બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, અમદાવાદના માણેકચોકના જવેલર્સ મુકેશ ત્રિલોકચંદ સોની ભરૂચ […]

ભરૂચમાં નવનિર્મિત બસ પોર્ટનું લોકાર્પણ, જાહેર-સરકારી અસ્ક્યામતોની સાચવણી કરવા CMનું આહવાન

અમદાવાદઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચમાં નવા બસપોર્ટનું લોકાપર્ણ કરતાં નાગરિકોને પ્રેરક આહવાન કર્યુ કે જાહેર-સરકારી અસ્ક્યામતોને પોતીકી ગણીને તેની સાચવણીનું દાયિત્વ આપણે નિભાવવું જોઇએ. ગુજરાત રાજ્ય માર્ગ-વાહનવ્યવહાર નિગમ અને ડી.આર.એ નર્મદા બસપોર્ટ પ્રા. લિ. દ્વારા પીપીપી ધોરણે ભરૂચમાં રૂ. 113 કરોડના ખર્ચે નિર્માણ થયેલા આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીએ વાહનવ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં […]

ભરૂચઃ નગર સેવા સદનનું બીલ બાકી હોવાથી વીજ કંપનીએ જોડાણ કાપ્યું

અમદાવાદઃ ગુજરાતમાં વીજ કંપનીએ વીજ ચોરી અટકાવવાની સાથે બાકી બીલની ઉઘરાણી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભરૂચ નગર સેવા સદન કચેરીનું બિલ બાકી હોવાથી વીજ કંપનીએ વીજ જોડાણ કાપી નાખ્યું હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં સ્ટીટ લાઈટ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યાં છે. ભરૂચ નગર સેવા સદન કચેરીનું વીજ જોડાણ કપાતા […]

ભરૂચ: બજારમાં તલનો યોગ્ય ભાવ મળતા ખેડૂતો ખુશ

અમદાવાદ: ભરૂચ જિલ્લામાં તલની ખેતી કરનારા ખેડૂતોને આ વખતે યોગ્ય પ્રમાણમાં ભાવ મળતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. બજારમાં તલની માંગ પણ સારા એવા પ્રમાણમાં જોવા મળી છે અને ડિસેમ્બર મહિનામાં સફેદ તલની વાવણી કર્યાના ચાર મહિના બાદ હવે બજારમાં સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વધુ જાણકારી અનુસાર બિયારણના ભાવની […]

ભરૂચના નર્મદા નદી અને સમુદ્રમાં આવેલા અડધો ડઝન બેટ પર પ્રવેશ પ્રતિબંધ

ભરૂચઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કાંઠો આવેલો છે. દરિયા કિનારા નજીક તેમજ દરિયાને નદીઓનું સંગમ થતું હોય તેવા સ્થળોએ બેટ આવેલા છે. થોડા ગમા બેટ પર માનવ વસતી જોવા મળે છે. જ્યારે મોટાભાગના બેટ નિર્જન છે. રાજ્યના તમામ નિર્જન બેટ પર સલામતીના કારણોસર પ્રવેશ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ભરૂચના  આલિયાબેટ સહિતના કુલ 6 […]

ભરૂચના પાલેજના રેલવે ફાટક સાથે ટ્રક અથડાતા વાયર તૂટ્યો, ટ્રેન વ્યવહારને પડી અસર

અંકલેશ્વરઃ ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશન પર ફાટક (LC ગેટ 198)  સાથે  ડમ્પર અથડાતા કેબલ તૂટી ગયો હતો તેના લીધે પાવર સપ્લાય ફેઈલ થતા ટ્રેન વ્યવહાર 40 મિનિટ સુધી થંભી ગયો હતો. રાજધાની, અગસ્ટક્રાંતિ, તેજસ સહિત 9 થી વધુ પેસેન્જર ટ્રેનો ને  ભરૂચ સહિતના રેલવે સ્ટેશનો ઉપર 40 મિનિટથી સવા કલાક સુધી રોકી દેવામાં આવી […]

ભરૂચમાં પીકઅપ વાન પાછળ લટકેલા 4 શખસો સરદાર બ્રિજની રેલિંગ સાથે અથડાયા, 3નાં મોત

ભરુચઃ  નેશનલ હાઇવે નંબર 48 ઉપર જુના સરદાર બ્રિજમાં ભારે વાહનોના પ્રવેશ અટકાવવા લગાડાયેલી રેલિંગ સાથે પીકઅપ વાનની પાછળ લટકીને ઊભેલા ચાર વ્યક્તિઓ અથડાતા ત્રણના મોત નિપજ્યા હતા જયારે એક ગંભીર હાલતમાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચના જુના સરદાર બ્રિજ પર અકસ્માતના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. બોલેરો […]

ભરૂચઃ જર્જરિત સ્કૂલના સ્લેબનો પોપડો તુટી પડતા આઠ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત

અમદાવાદઃ રાજ્યના વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળી રહે તે માટે પગલા ભરવામાં આવી રહ્યાં હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભરૂચના જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એક જર્જરિત સ્કૂલના સ્લેબનો પોપડો તુટીને પડતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં લગભગ 8 જેટલી વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. આ બનાવની જાણ થતા શિક્ષણ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી […]

મોંઘવારી પતંગ ઉદ્યોગને પણ નડી, ભરૂચમાં પતંગોનો ગૃહ ઉદ્યોગ હવે નામશેષ થવાને આરે

અમદાવાદઃ ગુજરાતમાં દરેક પર્વ ધામધૂમ અને આનંદોલ્લાસથી ઊજવાતા હોય છે. જેમાં ઉત્તરાણનું પર્વ એ અનોખુ પતંગોત્સવ બની રહેતું હોય છે. રાજ્યના તમામ મહાનગરોથી લઈને ગામડાંમાં પણ આકાશ રંબેરંગી પતંગોથી છવાય જતું હોય છે. દોરી-પતંગનો ઉદ્યોગ અનેક લોકોને રોજગારી પણ પુરી પાડે છે. ગુજરાતમાં ખંભાત ઉપરાંત ભરૂચ અને જંબુસરના પતંગ ખુબ વખણાય છે. ભરૂચમાં એક સમયે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code