1. Home
  2. Tag "Bhavnagar district"

ભાવનગર જિલ્લામાં વીજ ચોરી સામે PGVCLની મેગા ડ્રાઈવ, 77 લાખની વીજચોરી પકડાઈ

વલભીપુર અને સિહોર તાલુકામાંથી રૂ.32 લાખની વીજચોરી પકડાઈ, વીજ ચેકિંગ દરમિયાન એસઆરપી અને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો, જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 67 લાખની વીજચોરી પકડાઈ ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં વીજચોરીની બદી વધતા લાઈન લોસ વધતો જાય છે. તેથી છેલ્લા ત્રણ-ચાર દિવસથી પીજીવીસીએલ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પોલીસના સઘન બંદોબસ્ત સાથે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા […]

ભાવનગર જિલ્લામાં મતદાર સુધારણા (SIR) માટે 29મી અને 30મી નવેમ્બરે ખાસ કેમ્પ યોજાશે

મતદારો બે દિવસ દરમિયાન ફોર્મ જમા કરવી શકશે 2002ની મતદાર યાદીમાં ન હોય તેવા મતદારો પરિવારના પુરાવા રજૂ કરી શકશે, બે દિવસ તમામ વિધાનસભા વિસ્તારોમાં ખાસ કેમ્પ યોજાશે ભાવનગરઃ ગુજરાતભરમાં હાલ મતદાર યાદી સુધારણા (SIR)નો કાર્યક્રમ ચાલી રહ્યા છે. બીએલઓએ ઘેર ઘેર જઈને મતદાર યાદી સુધારણા માટેના ફોર્મનું વિતરણ કર્યુ હતુ. હવે મતદારો પાસેથી ફોર્મ […]

ભાવનગર જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ, મગફળી અને કપાસના પાકને સૌથી વધુ નુકસાન

ડિજિટલ સર્વેનો વિરોધ થતાં સરકારે પંચરોજકામ કરી સર્વેની સૂચના આપી હતી, 11 તાલુકાના 699 ગામોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી, સર્વેનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે,  ભાવનગરઃ ગોહિલવાડમાં માવઠાને લીધે કૃષિપાકને સારૂએવું નુકસાન થયુ છે. ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફપાક મગફળી, કપાસ, ડુંગળી, ઘાસચારો સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગુજરાત […]

ભાવનગર જિલ્લામાં સર્વેની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ, 100 ટકા વળતરની માગ

જિલ્લાના તમામ તાલુકાઓમાં માવઠાથી 100 ટકા નુકસાન થયુ છે, હજુ પણ વાડી-ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને કરી રજુઆત ભાવનગરઃ ગોહિલવાડમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે. ભાવનગર જિલ્લાના તમામ તાલુકામાં માવઠાએ વિનાશ વેર્યો છે. અને ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. શિહોર તાલુકાના કેટલાક ગામોના વાડી-ખેતરોમાં વરસાદી […]

ભાવનગર જિલ્લામાં માવઠાએ કૃષિપાકને ધોઈ નાંખ્યો, શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફુટ ખોલાયા

ભાવનગર જિલ્લામાં બીજા દિવસે પણ પડ્યો કમોસમી વરસાદ, કપાસ, મગફળી અને ડુંગળીના પાકને ભારે નુકસાન, શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા 17 ગામોને એલર્ટ કરાયા ભાવનગરઃ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા કમોસમી વરસાદથી કૃષિપાકને ભારે નુકસાન થયુ છે. ગઈકાલે સવારે 6થી આજરોજ સવારના 6 વાગ્યા સુધીમાં મહુવામાં 7.5, તળાજામાં 4.5, જેસરમાં 3 ઈંચ તો ઉમરાળા, […]

ભાવનગર જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 5 દિવસનું મીની વેકેશન

મોટાભાગના તાલુકાઓમાં રજા જાહેર થઇ ગઇ, 29મીને સામવારે સાતમની રજા મંજૂર કરાતા 5 દિવસ સળંગ રજાનો લાભ મળશે, શિક્ષક સંઘ દ્વારા રજુઆત કરાતા નિર્ણય લેવાયો ભાવનગરઃ જિલ્લા પંચાયત હસ્તકની તમામ શાળાઓમાં તા. 28મી સપ્ટેમ્બરને રવિવારથી 5 દિવસની સળંગ રજા જાહેર કરાતા શિક્ષકો અને વિદ્યાર્થીઓને મીની વેકેશનનો લાભ મળશે.દશેરાના પર્વ પૂર્વે તા.28 સપ્ટેમ્બરથી તા.2 ઓક્ટોબર એટલે […]

ભાવનગર જિલ્લામા કપાસનું 2.08.900 હેકટરમાં વાવેતર, ગુજરાતમાં ત્રીજા સ્થાને

સમગ્ર જિલ્લામાં ખરીફપાકનું કુલ 3,80,300 હેકટર જમીનમાં વાવેતર, રાજ્યમાં કપાસના કુલ વાવેતરમાં માત્ર સૌરાષ્ટ્રમાં 81 ટકા વાવેતર ભાવનગરમાં કપાસ બાદ મગફળીનું 1,14,600 હેકટરમાં વાવેતર ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું કુલ વાવેતર 3,80,300 હેકટર જમીનમાં થયુ઼ છે અને તે પૈકી સૌથી વધુ કપાસનું  2,08,900 હેકટરમાં વાવેતર થયું છે. […]

ભાવનગર જિલ્લામાં નવી ભરતી થયેલા વિદ્યાસહાયકો પગારથી વંચિત

મેડિકલ તપાસમાં વિલંબને કારણે વિદ્યા સહાયકોનો પગાર ન થયો, મેડિકલ તપાસ માટે વ્યવસ્થા તંત્ર દ્વારા કરાવવી જોઈએ, સાતમ આઠમ પર્વેના ટાણે જ વિદ્યા સહાયકોને પગાર મળ્યો નથી ભાવનગરઃ શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં તાજેતરમાં વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી વિદ્યા સહાયકોનો પગાર થયો નથી. તંત્ર દ્વારા મેડિકલ તપાસનું બહાનું […]

ગોહિલવાડ પંથકમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ન પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

પાક માટે પાણીની જરૂર છે, ત્યારે જ મેઘરાજા રિસાયા, આકાશમાં વાદળો ગોરંભાય છે પણ વરસાદ પડતો નથી, મોલાતને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ ભાવનગરઃ લાંબા વિરામ બાદ ગઈ મઘરાતથી મેઘરાજાનું પુનઃ આગમન થયું છે, પણ હજુ ભાવનગર જિલ્લામાં વરસાદ પડ્યો નથી. પ્રથમ વરસાદમાં ખેડૂતોએ વાવણી કાર્ય પૂર્ણ કરી દીધુ હતું, હાલ મૌલાત ઉગીને બહાર નીકળી […]

ભાવનગર જિલ્લામાં રત્ન કલાકારોના બાળકોને સહાય માટે માત્ર 6000 ફોર્મ ભરાયા

મંદીમાં સપડાયેલા રત્ન કલાકારો માટે સરકારે પેકેજની જાહેરાત કરી છે, ભાવનગર જિલ્લામાં એક લાખથી વધુ રત્ન કલાકારો છે, રત્નકલાકારોના બાળકોને રૂ.13,500ની મર્યાદામાં એક વર્ષ માટે ફી માફીનો લાભ અપાશે ભાવનગરઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો મહત્વનો ઉદ્યોગ છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી મંદી ચાલી રહી છે. જેમાં છેલ્લા એક વર્ષ વ્યાપક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code