1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરના એરપોર્ટને બંધ નહીં કરાય, 15મી એપ્રિલથી ફલાઈટ ઉડાન ભરશે

ભાવનગરઃ શહેરને નિયમિત વિમાની સેવા મળતી નથી. ફ્લાઈટ શરૂ કરવામાં આવ્યા બાદ મહિના-બે મહિનામાં પેસેન્જરો મળતા નથી એવા બહાને ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવતી હોય છે. ભાવનગરથી વિમાની સેવા આગામી તા.27 માર્ચથી બંધ થઇ રહી છે ત્યારે સ્પાઇસ જેટની ભાવનગરની વિમાની સેવા આગામી તા.15 એપ્રિલ,2022થી પુન: શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સાંસદ ભારતીબેન […]

ભાવનગરમાં ઉનાળામાં પાણીની તંગી નહીં વર્તાય, શેત્રુંજી અને બોર તળાવમાં પાણીનો પુરતો જથ્થો છે

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ઉનાળાનો પ્રારંભે તાપમાન વધતું જાય છે. સાથો સાથ ભાવનગર શહેરના નગરજનોને ઉનાળામાં પીવાના પાણી ની ચિંતા પણ સતાવતી હોય છે. પરંતુ આ વર્ષે શહેરમાં આ વર્ષે ઉનાળા  દરમિયાન પીવાના પાણીની જરાય ચિંતા રહેશે નહીં, પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત એવા શેત્રુંજી, મહિપરીએજ અને બોરતળાવમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે પ્રમાણે આગામી જુલાઈના અંત […]

ભાવનગરના ઘોઘા તાલુકામાં માઇનિંગને કારણે જમીન ઉપસી આવતાં ખેડૂતોમાં ભયનો માહોલ

ભાવનગરઃ  જિલ્લામાં વિકાસના નામે ખેતીની ફળદ્રુપ જમીનનો વિનાશ થઈ રહ્યો છે. જિલ્લાના ઘોઘાનાં બાડી-પડવા લિગ્નાઇટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા માઈનિંગના કારણે આજુબાજુના ગામની જમીનોમાં અસાધારણ ફેરફાર જોવા મળી રહ્યા છે. અહીં જમીનો પર કરવામાં આવી રહેલા ડમ્પિંગના કારણે ખેડૂતોની સોના જેવી જમીન નષ્ટ થઈ રહી છે. ડમ્પિંગના કારણે 40 ફૂટ જેટલી જમીન ઉપસી આવી છે જેના […]

ભાવનગરના સાણોદર ગામના પાટિયા પાસે કાર પલટી જતાં બેના ઘટના સ્થળે મોત

ભાવનગરઃ મહુવા-ભાવનગર હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ગત રાત્રે થયેલા અકસ્માતમાં બે જણાના મોત નિપજ્યા હતા. પૂરફાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડના ઊંડા ખાડામાં પલટી ખાઈને ખાબકી હતી. આ બનાવમાં પોલીસે અકસ્માતે માતનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર જિલ્લાના  તળાજા હાઈવે પર આવેલા […]

ભાવનગરમાં સગર્ભા બહેનો અને બાળકો માટેની ખિલખિલાટની સેવા હવે રાત્રી દરમિયાન પણ આપશે

ભાવનગરઃ આજે મહિલા દિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભાવનગર શહેરએ અનોખી પહેલ કરી છે. રાત્રી દરમિયાન ઈમર્જન્સી સ્થિતિમાં સારવાર માટે આવતી મહિલાઓને ખિલખિલાટ સેવાનો લાભ મળશે. રાજ્ય સરકાર દ્વારા સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ માટે સારવાર્થે ઘરેથી હોસ્પિટલ્સ તેમજ આરોગ્ય કેન્દ્ર સુધી લાવવા લઈ જવાની નિઃશુલ્ક સેવા પુરી પાડવામાં આવે છે. જેનો મુખ્ય ઉદેશ મહિલાઓ તેમજ […]

ભાવનગર: જેલમાં કેદીઓ અને પોલીસ વચ્ચે મારામારી થઈ, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

કેદીઓ અને પોલીસ વચ્ચે મારામારી ભાવનગર જેલમાં બની ઘટના ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ભાવનગર: ભાવનગર સબ જેલમાં જુનાગઢના કેદીઓ અને પોલીસ સ્ટાફ વચ્ચે મારામારી સર્જાઈ હતી. જે બાદ ઘવાયેલ કેદીઓને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે કેદીના પરીવારે જેલ સ્ટાફ વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથે, આ મુદ્દે ગૃહરાજ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવનાર હોવાનું […]

જસવંતપુર ગામની સીમમાં બે જણાં સિંહને જોવા ગયા, વિડિયો ઉતારતા સમયે સિંહે કર્યો હુમલો

ભાવનગરઃ ગોહિલવાડ પંથક પણ વનરાજોને માફક આવી ગયો છે. એમાંયે ભાલ વિસ્તારમાં પણ સિંહના આંટાફેરા વધી ગયા છે. જિલ્લાના તળાજા, જેસર પાલિતાણા બાદ હવે ભાલ પંથકમાં પણ સિંહોના વસવાટની પુષ્ટી બાદ હવે ભાલ પંથકમાં પણ વનરાજાએ પડવા નાખ્યો છે. થોડાં દિવસો પૂર્વે વલભીપુર પંથકમાં જોવા મળેલા સિંહ ભાલ પંથકના જસવંતપુર ગામ પાસે સિંહને જોવા ગયેલા […]

ઓછા વ્યાજની લોન મળશે, આવી લાલચ આપી લોકોની સાથે છેતરપિડી કરનારા બે લોકોની ભાવનગર પોલીસે કરી ધરપકડ

ભાવનગરની ઘટના લોનની લાલચ આપી છેતરપિંડી કરનારા લોકો પકડાયા પોલીસે કર્યો ઘટનાનો પર્દાફાશ ભાવનગર:આજના સમયમાં તમામ લોકોને રૂપિયાની તો જરૂર હોય જ, મોટાભાગના લોકો તેના માટે લોન લેતા હોય છે પણ ક્યારેક એવા કિસ્સા પણ સામે આવતા હોય છે કે જ્યાં લોકો સાથે છેતરપિંડી પણ થતી હોય છે. ભાવનગરમાં પણ કંઇક આવું જ બન્યું છે […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જવાહર મેદાનમાં બાકી રહેલા દબાણો પણ બુલડોઝર ફેરવી દેવાયું

ભાવનગરઃ શહેરના જવાહર મેદાનમાં દબાણો માથાના દુઃખાવારૂપ બન્યા હતા. કેટલાક દબાણકારોએ તો પોતાની માલીકીની જગ્યા હોય તેમ પાકા મકાનો પણ બનાવી દીધા હતા. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બે દિવસ પહેલા જ દબામો હવાવવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે લોકોના ભારે વિરોધ વચ્ચે કામગીરી મુલત્વી રાખીને બે દિવસમાં લોકોને દબાણો હટાવી લેવાની સુચના આપવામાં આવી હતી. બે […]

700 કરોડના GST કૌભાંડમાં સંડોવાયેલા ભાવનગરના નયન પટેલની ATSએ કરી ધરપકડ

અમદાવાદઃ રાજ્યમાં GSTનું મોટું કૌભાંડ ભાવનગરમાં પકડાયું હતું. ત્યારે ભાવનગરના માધવ કોપરના 700 કરોડના GST કૌભાંડમાં સંડોવાયેલા નયન નટુભાઈ પટેલની સામે ગુનો દાખલ થયા બાદ તે ધરપકડ ટાળવા આગોતરા જામીન મેળવવાના પ્રયાસો કરતો હતો.. દરમિયાન તેણે સુપ્રીમ કોર્ટમાંથી ધરપકડ પર સ્ટે મેળવ્યો હતો. અને કોર્ટમાંથી આગોતરા જામીન મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code