ગુજરાત પોલીસ વિભાગમાં 2023-24ના વર્ષમાં નવી 7000થી વધુ જગ્યાઓ ભરાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં 7 કરોડ લોકોની સુરક્ષાની જવાબદારી વહન કરતી ગુજરાત પોલીસ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી છે. રાજ્યના પોલીસ વિભાગમાં કુલ 96194નું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે જે પૈકી પોલીસ વિભાગમાં 22000 જેટલી પોસ્ટ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં 4132 જેટલી જગ્યાઓ ખાલી હોવાનું સોગંદનામું સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટે સરકારને સવાલ પૂછયો […]