1. Home
  2. Tag "BJP"

લોકસભા ચૂંટણીઃ ઓડિશામાં ભાજપા એકલા હાથે ચૂંટણી લડશે !

નવી દિલ્હીઃ ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજેપી અને બીજેડી વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે ઓડિશા બીજેપી અધ્યક્ષે જણાવ્યું હતું કે, ગઠબંધન પર કોઈ ચર્ચા થઈ નથી. અમે એકલા હાથે ચૂંટણી લડીશું. ઓડિશા ભાજપના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં બીજેડી સાથે ગઠબંધન અને સીટ વહેંચણી અંગેની વાતચીત અનિર્ણિત […]

MP: કોંગ્રેસ નેતા સુરેશ પચૌર અને પૂર્વ સાંસદ ગજેન્દ્ર રાજુખેડી ભાજપમાં જોડાયા

ભોપાલ: લોકસભા ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુરેશ પચૌરી, ભૂતપૂર્વ સાંસદ ગજેન્દ્ર સિંહ રાજુખેડી અને ભૂતપૂર્વ ધારાસભ્યો અને અન્ય ઘણા લોકો શનિવારે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્મા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં પચૌરી, રાજુખેડી અને અન્ય […]

આગામી 15 વર્ષ સુધી કેન્દ્રમાં અમારી સત્તા રહેશે, વિદેશ મંત્રી એસ.જયશંકરે વિશ્વાસ કર્યો

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી ડો.એસ જયશંકર હાલ જાપાનના પ્રવાસે છે. જાપાનમાં એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રીને લોકસભા ચૂંટણીને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે દાવો કર્યો હતો કે તેમને 100 ટકા વિશ્વાસ છે કે તેમની સરકાર 15 વર્ષ કે તેથી વધુ સમય સુધી સત્તામાં રહેશે. કાર્યક્રમ દરમિયાન એસ જયશંકરે કહ્યું કે […]

પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા ભાજપમાં ફરીથી જોડાય તેવી શકયતા

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા સહિતના સિનિયર નેતાઓ રાજીનામું આપીને ભાજપામાં જોડાઈ રહ્યાં છે. હવે સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન કનુભાઈ કલસારિયા ફરીવાર ભાજપામાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કનુભાઈ કલસરિયા અને ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે બેઠક બાદ આવી અટકળો વહેતી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા […]

ઓડિશામાં ભાજપ-બીજેડીનું ગઠબંધન નક્કી, જાણો સીટ શેયરિંગની કઈ ફોર્મ્યુલા પર બની છે વાત?

ભુવનેશ્વર: લોકસભા ચૂંટણી માટે ભાજપ ગઠબંધનના ગણિત હેઠળ એનડીએના સહયોગી દળો સાથે બેઠક વહેંચણી પર ચર્ચાને આખરી ઓપ આપવામાં લાગેલું છે. આ મુહિમ હેઠળ ભાજપે ઓડિશામાં પણ પોતાની તૈયારીઓને પૂર્ણ કરી લીધી છે. આ તૈયારીઓ હેઠળ ઓડિશાની સત્તામાં રહેલા મુખ્યમંત્રી નવીન પટનાયકના બીજૂ જનતાદળ સાથે ભાજપના ગઠબંધનની વાત નક્કી થઈ ચુકી છે. આગામી લોકસભા ચૂંટણી […]

ગુજરાતમાં કૉંગ્રેસના વધુ એક ધારાસભ્યે આપ્યું રાજીનામું, MLA અરવિંદ લાડાણી જોડાશે ભાજપમાં

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાના રાજીનામા બાદ વધુ એક કોંગ્રેસી ધારાસભ્યે રાજીનામું આપ્યું છે. ગુજરાતની માણાવદરની બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આજે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું. અરવિંદ લાડાણીએ આ સાથે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા પરથી પણ ત્યાગપત્ર આપી દીધું છે. એવું કહેવામાં આવે છે કે તેઓ ભાજપમાં સામેલ થવાના […]

શત્રુઘ્નસિંહાએ રામમંદિરને ગણાવ્યું ભાજપનું પબ્લિસિટી સ્ટંટ, કહ્યુ- હવે બસ 1 હજાર લોકો જઈ રહ્યા છે

નવી દિલ્હી: દેશભરમાં ચૂંટણી માહોલ ગરમ છે. 2024ની લોકસભાની ચૂંટણીની ઘોષણા થવાની છે. રાજકીય મેદાનમાં તમામ પાર્ટીઓએ પોતાના તેવર તીખા કરી દીધા છે. હવે ટીએમસીના સાંસદ શત્રુઘ્નસિંહાએ ભાજપને નિશાને લીધું છે. તેમણે પરોક્ષપણે રામમંદિરને ભાજપની ચૂંટણીલક્ષી પેંતરાબાજી ગણાવ્યું છે. શત્રુઘ્નસિંહાએ રામમંદિર દ્વારા ભાજપ પર નિશાન સાધતા કહ્યુ છે કે પહેલા દિવસે પાંચ લાખ લોકો અયોધ્યા […]

હિમાચલના 6 બાગી કોંગ્રેસી ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, અયોગ્ય ઠેરવવાના સ્પીકરના નિર્ણયને પડકાર્યો

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કોંગ્રેસના 6 બાગી ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ ધારાસભ્યોએ રાજ્યની વિધાનસભાના સ્પીકર દ્વારા તેમને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને પડકાર્યો છે. સ્પીકરે વિધાનસભાના બજેટ દરમિયાન ગેરહાજર રહેવાના આધારે આ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા. ધારાસભ્યોએ સ્પીકરના આ નિર્ણયને અયોગ્ય ગણાવીને તેને રદ્દ કરવાની માગણી કરી છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં થયેલી રાજ્યસભાની […]

એ. રાજાના ‘રામ અમારા દુશ્મન’વાળા નિવેદન પર ભડક્યું ભાજપ, રવિશંકરે પુછયું- રાહુલ ગાંધી જય મહાદેવ કહેશે કે નહીં?

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના પટનાસાહિબથી લોકસભાના સાંસદ રવિશંકર પ્રસાદે એ. રાજાના નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ છે કે ભારતની સંસ્કૃતિ અને સનાતન ધર્મનું અપમાન કરવું વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાનો એજન્ડા બની ચુક્યો છે. આ તે છે જેઓ 2જી ગોટાળામાં સંડોવાયેલા હતા. Shri @rsprasad addresses a press conference at BJP […]

રામમંદિર અપવિત્ર છે, હિંદુઓએ પૂજા ન કરવી જોઈએ:TMC ધારાસભ્ય રામેંદુસિંહા રૉયની બેફામ નિવેદનબાજી

નવી દિલ્હી:પશ્ચિમ બંગાળમાં સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય રામેન્દુ સિંહા રોયના નિવેદનથી વિવાદ ઉભો થઈ ગયો છે. અહેવાલ છે કે તેમણે ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે આવેલા રામમંદિરને અપવિત્ર ગણાવ્યું છે. તેની સાથે જ મંદિરને શો પીસ ગણાવ્યું છે. તેને લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ નારાજગી વ્યક્ત કરી છે. કહેવામાં આવે છે કે તેઓ ધારાસભ્ય સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code