1. Home
  2. Tag "BLAST"

મહારાષ્ટ્રના ડોંબિવલીમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી, છના મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના ડોમ્બિવલીના MIDC વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે, જ્યારે 48 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાના કારણે બપોરે વિસ્ફોટ થયો હતો. મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં ચાર મૃતદેહો મળી […]

વડાલીના વેડા ગામમાં ઓનલાઈન મંગાવાયેલા પાર્સલમાં ધડાકો : એકનુ મોત

ખેડબ્રહ્માઃ સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના વેડા ગામમાં ઓનલાઈન પાર્સલમાં ધડાકાને પગલે એક વ્યક્તિનુ મોત નીપજ્યુ હતુ. જ્યારે અન્ય ત્રણ જણા ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે જાણ વડાલી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે આ વિસ્તારમાં ફફડાટ સાથે આતંક ફેલાઈ ગયો […]

શું તમે પણ આવી ભૂલ કરશો ખિસ્સામાં જ બોમ્બની જેમ ફૂટશે તમારો ફોન! ગરમીમાં કેમ બને છે કિસ્સા?

કયા કારણોસર ગરમીમાં બોમ્બની જેમ ફૂટી શકે છે ફોન, એનાથી બચવા શું કરવું તે પણ જાણીએ. જેમ જેમ ઉનાળાની સીઝન નજીક આવી રહી છે તેમ તેમ મોટાભાગના યુઝર્સ સ્માર્ટફોન બ્લાસ્ટને લઈને ચિંતિત રહે છે. કેટલાક પ્રસંગો પર, ફોનમાં ખામીને કારણે આવું થઈ શકે છે, પરંતુ કેટલીકવાર તે વપરાશકર્તાઓની ભૂલને કારણે પણ થાય છે. જો તમે […]

બિહારઃ વલસાડ એક્સપ્રેસમાં આગ બાદ બ્લાસ્ટ, RPF કોન્સ્ટેબલનું મોત

પટણાઃ મુઝફ્ફરપુર રેલવે સ્ટેશન ઉપર વલસાડ એક્સપ્રેસની એક બોગીમાં બ્લાસ્ટ થતા એસઆરપી જવાનું મોત થયું હતું. બોગીમાં શોર્ટ સરકીટથી આગ લાગી હતી. આરપીએફની ટીમ આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન કોન્સ્ટેબલ વિનોક કુમાર નાનુ ફાયર સિલેન્ડર લઈને આગ ઓલવવાની કોશિશ કરી રહ્યાં હતા. આ દરમિયાન ફાયર સિલેન્ટર બ્લાસ્ટ થયું હતું. આ […]

મધ્યપ્રદેશઃ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા છ વ્યક્તિના મોત, 50થી વધારે લોકો ઈજાગ્રસ્ત

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં હરદામાં આજે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં અનેક ઘરોમાં આગ લાગી હતી. આ ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. બૈરાગઢ ગામમાં મગરધા રોડ પર ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચાલતી હતી. અકસ્માત સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. વહીવટીતંત્રે નજીકના ઘરોને ખાલી કરાવ્યા છે અને […]

ભાવનગરની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં બે શ્રમજીવીના મોત, 3ની હાલત ગંભીર

બાઈલર ફાટતા સર્જાઈ દુર્ઘટના એક શ્રમજીવીનું ઘટના સ્થળે થયું હતું મોત અમદાવાદઃ ભાવનગરની એક ફેક્ટરીમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા દરમિયાન અચાનક ભેદીસંજોગોમાં બ્લાસ્ટ થયો હતો. આ બનાવમાં બે શ્રમજીવીઓના મોત થયા હતા. જ્યારે 3 શ્રમજીવીઓ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સિહોર જીઆઈડીસીની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને પગલે તંત્ર દોડતું […]

મોબાઈલ ફોનમાં બ્લાસ્ટની વઘુ એક ઘટના, કેરળમાં મોબાઈલ બ્લાસ્ટમાં યુવાન ઘવાયો

નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોનમાં આગ અને બ્લાસ્ટના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ મોબાઈલમાં આઠ વર્ષની બાળકી વીડિયો જોતી હતી ત્યારે અચાનક થયેલા બ્લાસ્ટથી ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત થયું હતું. આ ઘટના હજુ ભુલાઈ નથી ફરી એકવાર મોબાઈલ ફાટવાની ઘટના સામે આવી છે. કેરળમાં એક યુવાનના ખિસ્સામાં મુકાયેલા મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. […]

વલસાડની કંપનીમાં બ્લાસ્ટ થતા 3ના મોત, બે ગંભીર

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડમાં એક કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 3 વ્યક્તિઓના મોત થતા ખળભળાટ મચી ગયો હતો. આ બ્લાસ્ટમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. મૃત્યુઆંક વધવાની શકયતા છે. કંપનીમાં થયેલા બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લામાં સરીગામ જીઆઈડીસીની એક કંપનીમાં રાતના સમયે કર્મચારીઓ કામ […]

પશ્ચિમ બંગાળઃ સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની રેલી પૂર્વે બ્લાસ્ટ, બેના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં કેટલાક લોકો ઘાયલ થયાનું જાણવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ ટીએમસીના એક નેતાના ઘરે થયો હતો. બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભૂપતિ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના […]

જમ્મુ-કાશ્મીર: ઉધમપુરમાં પાર્ક કરેલી બસમાં બ્લાસ્ટ,બે લોકો ઘાયલ

પાર્ક કરેલી બસમાં બ્લાસ્ટ અકસ્માતમાં બે લોકો ઘાયલ 8 કલાકમાં આ બીજો બ્લાસ્ટ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બસમાં વિસ્ફોટ થયો હતો.જૂના બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી બસમાં સવારે 6 વાગ્યે રહસ્યમય વિસ્ફોટ થયો હતો.ઉધમપુરમાં 8 કલાકમાં આ બીજો બ્લાસ્ટ છે. આ પહેલા રાત્રે 10.45 કલાકે ડોમેલ ચોક પાસે બસમાં વિસ્ફોટ થયો હતો.આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code