1. Home
  2. Tag "BORDER"

ભારત સાથેની સરહદની સમસ્યાનો કોઈ પણ વિવાદ વિના રાજદ્વારી માધ્યમથી ઉકેલ લાવવાની અમારી પ્રાથમિકતા: નેપાળ 

નવી દિલ્હીઃ નેપાળના નવનિયુક્ત વિદેશ મંત્રી ડો.અરજુ રાણા દેઉવાએ ભારત સાથેના સરહદી વિવાદને રાજદ્વારી માધ્યમથી ઉકેલવાની વાત કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા સરહદી વિવાદોનું રાજનીતિકરણ ન થવું જોઈએ. વિદેશ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારોને સંક્ષિપ્ત પ્રતિભાવ આપતાં ડૉ. દેઉવાએ જણાવ્યું હતું કે, ભારત સાથેની સરહદની સમસ્યાનો કોઈ પણ […]

પંજાબમાં સરહદ પાસેથી જાસુસી કરતા બે ડ્રોન ઝડપી પાડ્યાં

નવી દિલ્હીઃ BSFએ પંજાબમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી જાસૂસીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. બે અલગ-અલગ ઘટનાઓમાં, ચોક્કસ ઇનપુટ્સના આધારે  BSF ટુકડીઓએ મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને બે જગ્યાએથી ડ્રોન ઝડપી લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ ઘટનામાં, BSF જવાનોએ અમૃતસર જિલ્લાના રતનખુર્દ ગામમાં સર્ચ ઓપરેશન પછી ડ્રોન રિકવર કર્યું છે, જ્યારે બીજી ઘટનામાં, […]

લોકસભા ચૂંટણીઃ ડાંગમાં મહારાષ્ટ્રની સરહદે 13 જેટલી ચેકપોસ્ટ ઉભી કરાઈ

અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024 ને અનુલક્ષીને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લા પર 13 જેટલી ચેકપોસ્ટ શરૂ કરી કરવામાં આવી છે. ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી મહેશ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા તથા પોલીસ અધિક્ષક એસ. જી. પાટીલ મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલી સરહદ પર 10 જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. તો બાકીની 3 જેટલી […]

1643 કિમી લાંબી ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સીંગ કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારત-મ્યાનમાર સરહદ પર વધુ સારી રીતે દેખરેખ રાખવા માટે એક મોટી યોજના બનાવવાનો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારે 1643 કિમી લાંબી ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સીંગ લગાવવાનો નિર્ણય લીધો છે. આ સિવાય સરકાર દેખરેખ વધારવા માટે બોર્ડર પેટ્રોલિંગ માટે ટ્રેક પણ બનાવશે. કેન્દ્ર સરકારની આ […]

BRO માટે કામ કરતા દૈનિક વેતન મજૂરોને વીમાનો લાભ મળશે

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા રોજગારી મેળવતા દૈનિક વેતન મજૂરો માટે ટર્મ ઈન્સ્યોરન્સ સ્કીમ શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યોજના હેઠળ, પ્રોજેક્ટના કામ દરમિયાન મજૂરનું મૃત્યુ થવાના કિસ્સામાં, તેના પરિવારને 10 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે શનિવારે […]

ભારત-બાંગ્લાદેશ સરહદેથી પ્રવેશ કરવાના માનવ તસ્કરી કેસમાં વધુ એકની ધરપકડ

નવી દિલ્હીઃ માનવ તસ્કરી મામલામાં એનઆઈએ એ 11માં આરોપીની ધરપકડ કરી છે. આરોપી ભારત-બાંગ્લાદેશ સરહદેથી દેશમાં ઘુસ્યા હતા. કોચીમાં તેના ઠેકાણા પરથી તેની ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ માનવ તસ્કરી મામલામાં 11માં આરોપીની ધરપકડ કરી છે. એજન્સીએ ગયા મહિને દેશવ્યાપી દરોડા પાડ્યા બાદ આ કેસનો પર્દાફાશ કર્યો હતો. એનઆઈએ એ ગયા […]

સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં બીએસએફ જવાન ઘાયલ

દિલ્હી: વારંવારની ધમકીઓ છતાં પાકિસ્તાન પોતાની હરકતોથી હટી રહ્યું નથી. છેલ્લા કેટલાક દિવસોથી સરહદ પર પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને જમ્મુ ડિવિઝનના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર મોડી રાત્રે ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા પણ પાકિસ્તાનની આ ઉદ્ધતાઈનો જડબાતોડ જવાબ આપવામાં આવી […]

બાંગ્લાદેશ-પાકિસ્તાન સાથેની સરહદ ઉપર ઘુસણખોરી અટકશે, 509 બોર્ડર આઉટપોસ્ટ ઉભી કરાશે

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની સરહદો પર 509 સંપૂર્ણ બોર્ડર આઉટપોસ્ટ (BOPs) સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. તેમના નિર્માણથી, સરહદ પારથી ગુનેગારો અને આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા ઉપરાંત, સરહદ ઉલ્લંઘન અને અતિક્રમણ જેવી પ્રવૃત્તિઓને પણ રોકી શકાશે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલી યોજના હેઠળ ભારત-બાંગ્લાદેશ સરહદ પર 383 અને ભારત-પાકિસ્તાન સરહદ પર 126 ચોકીઓ […]

દેશના સરહદી વિસ્તારોમાં તારની વાડ અને રસ્તાઓનું નિર્માણ કરાશે, અમિત શાહે આપ્યા આદેશ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે સરહદી વિસ્તારોમાં તારની વાડ અને રસ્તાઓનું નિર્માણ ઝડપી કરવાના આદેશ આપ્યા છે. ગૃહમંત્રીએ સાયબર ક્રાઇમ મેનેજમેન્ટ માટે ઇકોસિસ્ટમ વિકસાવવા, પોલીસ દળોના આધુનિકીકરણ, આઇટીનો ઉપયોગ વધારવા, સરહદ વ્યવસ્થાપન અને દરિયાઇ સુરક્ષા મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. તેમજ ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત […]

ગુજરાતઃ નડાબેટ સરહદ પાસેથી ઘુસણખોરીનો પ્રયાસ કરતો પાકિસ્તાની નાગરિક ઝડપાયો

બીએસએફના જવાનોએ ઝડપી લઈ તપાસ શરૂ કરી આ શખ્સ પાકિસ્તાનના નગરપારકરનો રહેવાસી અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને જળ સીમાથી જોડાયેલો છે. દરમિયાન બનાસકાંઠાના નડાબેટ નજીક આંતરરાષ્ટ્રીય સીમા ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની ઘુસણખોરને ભારતીય સુરક્ષા જવાનોએ ઝડપી લીધો હતો. પાકિસ્તાની નાગરિક તારની વાડ કુધીને ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code