1. Home
  2. Tag "BORDER"

ભારત-બાંગ્લાદેશ સરહદેથી પ્રવેશ કરવાના માનવ તસ્કરી કેસમાં વધુ એકની ધરપકડ

નવી દિલ્હીઃ માનવ તસ્કરી મામલામાં એનઆઈએ એ 11માં આરોપીની ધરપકડ કરી છે. આરોપી ભારત-બાંગ્લાદેશ સરહદેથી દેશમાં ઘુસ્યા હતા. કોચીમાં તેના ઠેકાણા પરથી તેની ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ માનવ તસ્કરી મામલામાં 11માં આરોપીની ધરપકડ કરી છે. એજન્સીએ ગયા મહિને દેશવ્યાપી દરોડા પાડ્યા બાદ આ કેસનો પર્દાફાશ કર્યો હતો. એનઆઈએ એ ગયા […]

સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં બીએસએફ જવાન ઘાયલ

દિલ્હી: વારંવારની ધમકીઓ છતાં પાકિસ્તાન પોતાની હરકતોથી હટી રહ્યું નથી. છેલ્લા કેટલાક દિવસોથી સરહદ પર પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને જમ્મુ ડિવિઝનના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર મોડી રાત્રે ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા પણ પાકિસ્તાનની આ ઉદ્ધતાઈનો જડબાતોડ જવાબ આપવામાં આવી […]

બાંગ્લાદેશ-પાકિસ્તાન સાથેની સરહદ ઉપર ઘુસણખોરી અટકશે, 509 બોર્ડર આઉટપોસ્ટ ઉભી કરાશે

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની સરહદો પર 509 સંપૂર્ણ બોર્ડર આઉટપોસ્ટ (BOPs) સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. તેમના નિર્માણથી, સરહદ પારથી ગુનેગારો અને આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા ઉપરાંત, સરહદ ઉલ્લંઘન અને અતિક્રમણ જેવી પ્રવૃત્તિઓને પણ રોકી શકાશે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલી યોજના હેઠળ ભારત-બાંગ્લાદેશ સરહદ પર 383 અને ભારત-પાકિસ્તાન સરહદ પર 126 ચોકીઓ […]

દેશના સરહદી વિસ્તારોમાં તારની વાડ અને રસ્તાઓનું નિર્માણ કરાશે, અમિત શાહે આપ્યા આદેશ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે સરહદી વિસ્તારોમાં તારની વાડ અને રસ્તાઓનું નિર્માણ ઝડપી કરવાના આદેશ આપ્યા છે. ગૃહમંત્રીએ સાયબર ક્રાઇમ મેનેજમેન્ટ માટે ઇકોસિસ્ટમ વિકસાવવા, પોલીસ દળોના આધુનિકીકરણ, આઇટીનો ઉપયોગ વધારવા, સરહદ વ્યવસ્થાપન અને દરિયાઇ સુરક્ષા મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. તેમજ ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત […]

ગુજરાતઃ નડાબેટ સરહદ પાસેથી ઘુસણખોરીનો પ્રયાસ કરતો પાકિસ્તાની નાગરિક ઝડપાયો

બીએસએફના જવાનોએ ઝડપી લઈ તપાસ શરૂ કરી આ શખ્સ પાકિસ્તાનના નગરપારકરનો રહેવાસી અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને જળ સીમાથી જોડાયેલો છે. દરમિયાન બનાસકાંઠાના નડાબેટ નજીક આંતરરાષ્ટ્રીય સીમા ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની ઘુસણખોરને ભારતીય સુરક્ષા જવાનોએ ઝડપી લીધો હતો. પાકિસ્તાની નાગરિક તારની વાડ કુધીને ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભારતીય […]

અનોખી લવસ્ટોરી, પ્રેમીને પામવા પાકિસ્તાની પ્રેમીકા સરહદ પાર કરીને ભારત આવી

નવી દિલ્હીઃ ઈન્ટરનેટનો ઉપયોગ વધવાની સાથે અનેક ઓનલાઈન ગેમ રમનારાઓની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન ગેમ રમતી વખતે યુવક અને યુવતી વચ્ચે પ્રેમ થઈ જવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. જો કે, ઓનલાઈન ગેમીંગ દરમિયાન ભારતીય યુવાન અને પાકિસ્તાની યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. એટલું જ નહીં પ્રેમીને પામવા માટે પ્રેમિકા સરહદના વાડા ક્રોસ […]

સરહદ પર વિરોધીઓના પડકારોને નિષ્ફળ બનાવવાની ભારત પાસે સંપૂર્ણ ક્ષમતાઃ રાજનાથસિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અરુણાચલ પ્રદેશના પ્રવાસે હતા. તવાંગ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે 9 ડિસેમ્બરે થયેલી અથડામણ પછી સંરક્ષણ પ્રધાન અરુણાચલ પ્રદેશની તેમની પ્રથમ મુલાકાતે હતા. આ દરમિયાન રક્ષા મંત્રીએ સિયાંગમાં કહ્યું કે, ભારત દેશની સરહદ પર વિરોધીઓના પડકારોને નિષ્ફળ બનાવવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. રાજનાથ સિંહે કહ્યું કે ભારત ક્યારેય […]

પંજાબઃ પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘૂસ્યું, BSFએ તોડી પાડ્યું

નવી દિલ્હીઃ પાકિસ્તાન બોર્ડર પર દરરોજ કોઈને કોઈ કૃત્ય કરતું રહે છે. હવે પંજાબમાં બોર્ડર પર પાકિસ્તાની ડ્રોને ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સરહદ ઉપર જવાનો તૈનાત સુરક્ષા જવાનોએ ગોળીબાર કરીને તેને તોડી પાડ્યું હતું. આ બનાવને પગલે સરહદ ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. BSFના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ડ્રોને […]

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદ ઉપર ગોળીબારમાં છના મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બાદ પાકિસ્તાન અને તાબિલાન વચ્ચેના સંબંધમાં ખટાશ આવી છે. એટલું જ નહીં બંને દેશ વચ્ચે સરહદ ઉપર પણ તણાવ વધ્યો છે. દરમિયાન બોર્ડર ઉપર તાલિબાની તથા પાકિસ્તાન આર્મી વચ્ચે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં છ પાકિસ્તાની નાગરિકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત 17 વ્યક્તિઓ ઘાયલ થયાનું જાણવા […]

પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદ ઉપર સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો સુરક્ષા જવાનો કરશે ઉપયોગ

નવી દિલ્હીઃ BSFએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખરેખ માટે ‘ત્રીજી આંખ’નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદના 2290 કિલોમીટર લાંબા વિસ્તાર પર ‘CIBMS’ દ્વારા દેખરેખની તૈયારી છે અને તેનો રોડમેપ પણ તૈયાર છે. પાકિસ્તાનથી આવતા ડ્રોનને શોધવા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમ (એડીએસ) સાથે ફીટ કરાયેલા વાહનો ખરીદવાનો પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વિચારણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code