1. Home
  2. Tag "BreakingNews"

ઉત્તર ભારતનો કુખ્યાત હથિયાર તસ્કર ઝડપાયો

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળાની તસ્કરી સામે મોટી કાર્યવાહી કરતા ઉત્તર ભારતના સૌથી મોટા હથિયાર તસ્કરની ધરપકડ કરી છે. આ મુખ્ય આરોપીની ઓળખ કમલકાંત વર્મા ઉર્ફે ‘અંકલ જી’ તરીકે થઈ છે, જે બિહારની રાજધાની પટનાનો રહેવાસી છે. NIA માટે આ એક મોટી સફળતા માનવામાં આવે છે. NIAની તપાસમાં ખુલાસો થયો છે […]

સરહદો સુરક્ષિત: ભારત-પાક. સરહદે 93 ટકા તથા બાંગ્લાદેશ સરહદે 79 ટકા ફેન્સિંગનું કામ પૂર્ણ

નવી દિલ્હી: દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવાના પ્રયાસોમાં કેન્દ્ર સરકારને મોટી સફળતા મળી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત-પાકિસ્તાન સરહદના 93 ટકાથી વધુ હિસ્સામાં તાર ફેન્સિંગનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. સંસદમાં આ મહત્વની જાણકારી આપતા ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે, આ જ રીતે બાંગ્લાદેશ સરહદે પણ અંદાજે 79 […]

લોરેન્સ બિશ્નોઈ અને હેરી બોક્સર ગેંગના 5 શાર્પ શૂટર્સ દિલ્હીથી ઝડપાયા

નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને ગેંગસ્ટરો વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં મોટી સફળતા મળી છે. પોલીસે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ, આરઝૂ અને હેરી બોક્સર ગેંગના પાંચ ખતરનાક શૂટર્સની ધરપકડ કરી છે. આ શૂટર્સમાં 1લી ડિસેમ્બરે ચંદીગઢમાં થયેલી ઈન્દ્રપ્રીત પેરીની હત્યામાં સામેલ મુખ્ય શૂટર્સનો પણ સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અંકુશ, પીયૂષ પિપલાણી, કુંવર બીર, […]

ઇન્ડિગો સંકટ મામલે 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટરોની હકાલપટ્ટી

નવી દિલ્હી: દેશભરમાં હવાઈ મુસાફરોને ભારે હાલાકીમાં મૂકનાર ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ હવે ધીમે ધીમે થાળે પડી રહ્યું છે, પરંતુ સરકાર અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) હજુ પણ એક્શન મોડમાં છે. આ મામલે DGCAએ મોટી કાર્યવાહી કરતા ઇન્ડિગોની દેખરેખ રાખતા 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટરો (FOI)ને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. DGCAએ ઇન્ડિગોના CEOને સમન્સ પાઠવ્યું […]

પાકિસ્તાન માટે જાસૂસી અને હવાલા નેટવર્કમાં વધુ એક વકીલની ધરપકડ

ગુરુગ્રામ: પાકિસ્તાન સાથે સંકળાયેલા જાસૂસી અને હવાલા નેટવર્કની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. SITએ ગુરુગ્રામ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા અને તાવડુ વિસ્તારના વકીલ નય્યૂમની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, SITએ […]

પુતિનાનો ભારત પ્રવાસઃ દિલ્હીમાં પાંચ સ્તરની સુપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 4 અને 5 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. આ મુલાકાત દરમિયાન તેઓ 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તેઓ સૌજન્ય મુલાકાત પણ કરશે. પુતિનના આગમનને લઈને દિલ્હીમાં સુરક્ષાના કડક બંદોબસ્ત સાથે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી […]

પાકિસ્તાન CDS આસિમ મુનીર ભારત સાથે જંગ કરવા માંગે છેઃ ઈમરાન ખાનની બહેનનો દાવો

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન અલીમા ખાને દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ આસિમ મુનીર પર કટ્ટરપંથનો ગંભીર આરોપ લગાવ્યો છે. અલીમા ખાનના જણાવ્યા અનુસાર, આસિમ મુનીર કટ્ટર ઇસ્લામવાદી અને ઇસ્લામિક રૂઢિવાદી છે, જેને કારણે તેઓ ભારત સાથે યુદ્ધ કરવા તત્પર રહે છે. જ્યારે ઇમરાન ખાન હંમેશા ભારત સાથે મિત્રતા અને શાંતિપૂર્ણ સંબંધો સ્થાપિત […]

માસુમ બાળકોની હત્યા કરનારી સાયકો મહિલા કિલર ઝડપાઈ, 4 બાળકોની કરી હતી હત્યા

નવી દિલ્હીઃ પાણીપતમાં 6 વર્ષની બાળકીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે એક મહિલાને ધરપકડ કરી છે, જે અત્યાર સુધીમાં પોતાના પુત્ર સહિત ચાર બાળકોની હત્યા કરી ચૂકી છે. તાજેતરમાં ઈસરાણા વિસ્તારના નવલ્થા ગામમાં 6 વર્ષની બાળકીની હત્યા પણ આ જ મહિલાએ કરી હોવાની તપાસમાં ખૂલ્યું હતું. માહિતી મુજબ, આરોપી મહિલાનું નામ પૂનમ […]

સંચાર સાથી એપ મારફતે જાસુસી સંભવી નથીઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના “સંચાર સાથી” એપને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં સ્પષ્ટ કર્યું છે કે, આ એપ દ્વારા જાસૂસી કરવી બિલ્કુલ સંભવ નથી. તેમણે જણાવ્યું કે, એપનો હેતુ માત્ર લોકોની સુરક્ષા અને સહાય છે, ન કે તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવી. સિંધિયાએ કહ્યું કે, તાજેતરમાં જ મંત્રાલયે તમામ સ્માર્ટફોન […]

ધર્મપરિવર્તન બાદ અનુસૂચિત જાતિનો દરજ્જો ચાલુ રાખવો બંધારણ સાથે છે ઠગાઈ: અલાહાબાદ હાઈકોર્ટ

લખનૌઃ અલાહાબાદ હાઈકોર્ટએ ધર્માંતરણ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટએ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે ધર્મપરિવર્તન કર્યા પછી અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો ચાલુ રાખવો બંધારણ સાથે છેતરપિંડી સમાન છે. સાથે જ ઉત્તર પ્રદેશ સરકારને આ બાબતે જરૂરી સાવચેતી રાખવાનો કડક આદેશ આપ્યો છે. હાઈકોર્ટએ જણાવ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code