જમ્મુ-કાશ્મીર: LoC પર રહેણાંકને નિશાન બનાવીને પાકિસ્તાનનું બેફામ ફાયરિંગ, નવ માસની બાળકી સહીત ત્રણના મોત
પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાનમાં જબરદસ્ત તણાવ પ્રવર્તી રહ્યો છે. તણાવની વચ્ચે પાકિસ્તાન તરફથી સતત શસ્ત્રવિરામ ભંગ થઈ રહ્યો છે. પુંછ જિલ્લામાં એલઓસી પર પાકિસ્તાનના સૈનિકો દ્વારા કરવામાં આવેલા બેફામ ફાયરિંગના કારણે ભારતના એક જ પરિવારના ત્રણ સદસ્યોના મોત નીપજ્યા છે અને બે વ્યક્તિઓ ઘાયલ થઈ છે. […]