1. Home
  2. ગુજરાતી
  3. ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે કચ્છ બોર્ડર પરથી ઝડપાયો શંકાસ્પદ પાકિસ્તાની
ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે કચ્છ બોર્ડર પરથી ઝડપાયો શંકાસ્પદ પાકિસ્તાની

ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે કચ્છ બોર્ડર પરથી ઝડપાયો શંકાસ્પદ પાકિસ્તાની

0
Social Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન ગુજરાતમાં બીએસએફે કચ્છ બોર્ડર પરથી એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. આ શકમંદ પાકિસ્તાનીની બીએસએફ અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે. અધિકારીઓ શકમંદ પાકિસ્તાનીની ભારતમાં ઘૂસણખોરીનો ઉદેશ્ય જાણવા ચાહે છે.

બીએસએફ દ્વારા શકમંદ પાકિસ્તાની નાગરિકની કચ્છના ખાવડામાં બોર્ડર પિલર નંબર – 1050 પાસે જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં ફેન્સિંગ નથી. તેના કારણે શકમંદ પાકિસ્તાની અહીંથી જ ભારતીય સીમામાં દાખલ થયો હતો.

બીએસએફ શકમંદ પાકિસ્તાનીને એરેસ્ટ કરીને પોતાની પોસ્ટ પર લઈ ગઈ છે. ત્યાં તેની પૂછપરછ હાથ ધરાઈ છે. માહિતી મળ્યા બાદ બીએસએફ સહીત અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે. હવે તેની પૂછપરછ થઈ રહી છે. જો કે હજી સુધી એ જાણકારી સામે આવી નથી કે શકમંદ પાસેથી કંઈ મળ્યું છે કે નહીં.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code