1. Home
  2. Tag "bsf"

કચ્છના જખૌ નજીકથી બિનવારસી હાલતમાં ચરસનું પેકેટ મળ્યું

અમદાવાદઃ ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ પાકિસ્તાન સાથે જળ અને જમીન સીમાથી જોડાવેયો છે. દરમિયાન જખૌ વિસ્તારમાં જળસીમા પાસેથી અવાર-નવાર નશીલા દ્રવ્યો બિનવારસી હાલતમાં મળી આવે છે. દરમિયાન ફરી એકવાર જખૌ નજીકથી ચરસનું પેકેટ મલી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. આ પેકેટ જખૌ બંદરથી 12 કિમી દૂર નિર્જલ બેટ પરથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. […]

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓને મદદ કરનાર બે ત્રાસવાદીઓ ઝબ્બે

આરોપીઓ પાસેથી મારક હથિયારો મળી આવ્યા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા નવી દિલ્હીઃ સુરક્ષા દળોએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહયોગીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સુરક્ષા દળોએ ક્રેરી બારામુલ્લાના ચક ટપ્પર ગામમાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહયોગીની […]

કચ્છ જાસુસી કેસઃ BSFની ગુપ્ત માહિતી સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાનની મહિલાને મોકલાઈ

અમદાવાદઃ કચ્છમાં બીએસએફની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર જાસુસની એટીએસની ટીમે આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયાં છે. પાકિસ્તાનની મમાટે જુસુસી કરતા બીએસએફના પ્યૂન નિલેશ બળીયા સોશિયલ મીડિયા મારફતે હિન્દુ નામ ધરાવતી પાકિસ્તાની મહિલાના સંપર્કમાં આવ્યો હતો. આરોપીઓ બીએસએફની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાની મહિલાને સોશિયલ મીડિયા મારફતે પુરી પાડી હતી એટલું જ નહીં તે માટે તેને […]

બંગાળ ચૂંટણીપંચે યોગ્ય માહિતી આપી ન હતીઃ BSFનો ચોંકાવનારો ઘટસ્ફોટ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અંગેના પોતાના રિપોર્ટમાં BSFએ કહ્યું છે કે, બંગાળ ચૂંટણી પંચે સચોટ માહિતી આપી નથી. BSFએ કહ્યું કે, સંવેદનશીલ બૂથની સંખ્યાની યાદી આપવામાં આવી નથી અને ન તો સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. ચૂંટણી માટે બીએસએફના 59 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન […]

કચ્છમાં કાર્યરત BSFની જાસુસી કરતો પાકિસ્તાની જાસુસ ઝડપાયો, ATSની ટીમે તપાસ આરંભી

આરોપીને એક માહિતીના રૂ. 25 હજારની રકમ મળતી હતી એટીએસએ આરોપીના રિમાન્ડ મેળવવા કવાયત શરૂ કરી અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં બીએસએફ કેમ્પસમાંથી ભારતીય સુરક્ષા જવાનો અને સુરક્ષા એજન્સીઓની કાર્યવાહીની જાસુસી કરીને પાકિસ્તાનમાં બેઠેલા આકાઓને મોકલી આપનાર પાકિસ્તાની જાસુસને ગુજરાત ત્રાસવાદી વિરોધી દળે ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ જાસુસ બીએસએફના એક યુનિટમાં […]

પાકિસ્તાની ડ્રોન ફરી ભારતીય સરહદમાં ઘૂસ્યું,BSF દ્વારા કરાયું ફાયરિંગ

શ્રીનગર :  પાકિસ્તાની ડ્રોનની ભારતીય સરહદમાં ઘૂસવાની ગતિવિધિઓ સતત ચાલુ છે. જેનું તાજેતરનું ઉદાહરણ ગત રાત્રે ફરી જોવા મળ્યું જ્યારે પાકિસ્તાની ડ્રોન જિલ્લા હેઠળની સરહદ ઓળંગીને ભારતીય સરહદ પર ઘુસી ગયું, જે સાંભળીને બી.એસ.એફ. દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ જિલ્લા હેઠળ આવતા ભારત-પાકિસ્તાન સરહદના સેક્ટર અમરકોટમાં બી.ઓ.પી. ધર્મના પિલર નંબર 137/15 દ્વારા ગત […]

વાવાઝોડાનું સંકટઃ કચ્છના સરહદી વિસ્તારની પ્રજાની મદદ માટે BSF આવ્યું આગળ

અમદાવાદઃ ચક્રવાત બિપરજોય 15 જૂનની સાંજ સુધીમાં જખૌના કિનારે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત બીએસએફએ સંકટની આ ઘડીમાં સરહદી વિસ્તારના ગ્રામજનોની મદદ માટે પ્રયાસો તેજ કર્યા છે. BSF એ મૂલ્યવાન જીવનની સુરક્ષા, માનવીય ગૌરવને જાળવી રાખવા અને સરહદની વસ્તીમાં સુરક્ષાની ભાવના જગાડવાના હેતુથી સુરક્ષા પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતાને વળગી રહીને તોળાઈ […]

પંજાબઃ બીએસએફના જવાનોએ અમૃતસરમાંથી પાકિસ્તાની ડ્રોન જપ્ત કર્યું

પંજાબ : ભારત-પાકિસ્તાન સરહદ નજીક ખેડૂતોની જમીન પર પડેલું એક પાકિસ્તાની ડ્રોન (ક્વોડ કોપ્ટર) જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસ અને B.S.F. આના પર કામગીરી ચલાવી રહ્યા છીએ. ભારત-પાક બોર્ડર પાસે સ્થિત બી.ઓ.પી. વન તારા સિંહ વિસ્તારના જંડોકે ગામના ખેડૂત ગુરમુખ સિંહ નિવાસી રાજોકેની જમીન પર ડ્રોન પડવાની માહિતી મળતાં પોલીસ સ્ટેશન ખાલડા અને બી.એસ.એફ. 103 […]

BSFએ અમૃતસરમાં 5 કિલોથી વધુ હેરોઈન ઝડપ્યું,પાકિસ્તાની ડ્રોનથી આવ્યું હતું

BSFએ 5 કિલોથી વધુ હેરોઈન ઝડપ્યું અમૃતસરમાંથી હેરોઈન ઝડપ્યું પાકિસ્તાની ડ્રોનથી આવ્યું હતું પંજાબ : બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ અમૃતસર સેક્ટરના રાય ગામમાં પાકિસ્તાની તસ્કરો  દ્વારા મોકલવામાં આવેલ 5 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. હેરોઈનની આ ખેપ મોડી રાત્રે ખેતરોમાં પડેલી જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે હેરોઈન ડ્રોન દ્વારા […]

કચ્છઃ સરહદી વિસ્તાર જખૌ નજીકના બેટ ઉપરથી નશીલા દ્રવ્યોના 3 પેકેટ ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના પાકિસ્તાન બોર્ડર પાસેના વિસ્તારમાંથી ફરી એકવાર નશીલા દ્રવ્યોનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. બીએસએફની ટીમે પેટ્રોલીંગ દરમિયાન જખૌ નજીક નિર્જન લુના બેટ ખાતેથી માદક દ્રવ્યોના 3 પેકેટ ઝડપી લીધા હતા. આ પેકેટ અહીંથી બિનવારસી હાલતમાં મળી આવ્યાં હતા. અગાઉ પણ સરહદી વિસ્તારમાંથી આવી જ રીતે નશીલા દ્રવ્યોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code