1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છઃ સરહદી વિસ્તાર જખૌ નજીકના બેટ ઉપરથી નશીલા દ્રવ્યોના 3 પેકેટ ઝડપાયાં
કચ્છઃ સરહદી વિસ્તાર જખૌ નજીકના બેટ ઉપરથી નશીલા દ્રવ્યોના 3 પેકેટ ઝડપાયાં

કચ્છઃ સરહદી વિસ્તાર જખૌ નજીકના બેટ ઉપરથી નશીલા દ્રવ્યોના 3 પેકેટ ઝડપાયાં

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના પાકિસ્તાન બોર્ડર પાસેના વિસ્તારમાંથી ફરી એકવાર નશીલા દ્રવ્યોનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. બીએસએફની ટીમે પેટ્રોલીંગ દરમિયાન જખૌ નજીક નિર્જન લુના બેટ ખાતેથી માદક દ્રવ્યોના 3 પેકેટ ઝડપી લીધા હતા. આ પેકેટ અહીંથી બિનવારસી હાલતમાં મળી આવ્યાં હતા. અગાઉ પણ સરહદી વિસ્તારમાંથી આવી જ રીતે નશીલા દ્રવ્યોના પેકેટ મળી આવ્યાં હતા. ત્યારે ફરી એકવાર શંકાસ્પદ દ્રવ્યોનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, BSF એ એક સર્ચ ઓપરેશનમાં દરમ્યાન ભુજના જખૌ કિનારેથી લગભગ 12 કિમી દૂર નિર્જન લુના બેટમાંથી, શંકાસ્પદ માદક દ્રવ્યોના 03 પેકેટ જપ્ત કર્યા હતો. જપ્ત કરેલા પ્રત્યેક પેકેટનું વજન લગભગ 01 કિલો જેટલું છે. તમામ 03 પેકેટ પ્લાસ્ટિક પેકિંગમાં પેક કરવામાં આવે છે અને તેના પર ’36 કોફીપેડ માઈલ્ડ’ પ્રિન્ટ કરવામાં આવ્યું હતું. ઝડપાયેલા પેકેટો અગાઉ રિકવર કરેલા પેકેટ જેવા જ છે, જેમાં હેરોઈન હોવાની પુષ્ટિ થઈ હતી. પરંતું પહેલા આ જ પ્રમાણેના પેકેટો પકડાયા હતા તેના આધારે ઝડપાયેલા પેકેટમાં નાર્કોટિક્સને લગતો પદાર્થ હશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ પહેલા એપ્રિલ 2023 થી જખાઉ બીચ પરથી ચરસના 29 પેકેટ, એમ્ફેટામાઈનના 02 પેકેટ અને હેરોઈનના 04 પેકેટ ઝડપાયા છે. બીએસએફ દ્વારા જખૌ કાંઠાના જુદા જુદા વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ડ્રગ્સના જથ્થા અંગે સુરક્ષા એજન્સી દ્વારા તપાસ હાથ ધરીને સંડોવાયેલા આરોપીઓની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code