1. Home
  2. Tag "bus"

ITBP જવાનોને લઈ જતી બસ સિંધુ નદીમાં પડી, બચાવ કામગીરી ચાલુ

જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના કુલાનમાં સુરક્ષા કર્મચારીઓને લઈ જતી બસ બુધવારે (30 જુલાઈ) સિંધુ નદીમાં પડી ગઈ. અધિકારીઓએ માહિતી આપી છે કે ભારે વરસાદ વચ્ચે ગાંદરબલ જિલ્લાના કુલાનમાં ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) કર્મચારીઓને લઈ જતી બસ સિંધુ નદીમાં પડી ગઈ. જોકે, સદનસીબે બધા સૈનિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. તેમણે કહ્યું કે બસમાં મુસાફરી […]

ભારતમાં હવે કેબલ ઉપર દોડતી બસ જોવા મળશે, દિલ્હીમાં પ્રથમ આ સેવા કરાશે શરૂ

દેશમાં પરિવહનને પ્રદૂષણ મુક્ત બનાવવું એ એક મોટો પડકાર છે. જોકે, હવે ટેકનોલોજીની મદદથી આ દિશામાં પ્રયાસો પણ તેજ થયા છે. નીતિન ગડકરીએ દેશની જાહેર પરિવહન વ્યવસ્થાને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે એક મોટી જાહેરાત કરી છે. ગડકરીના મતે, સરકાર ટૂંક સમયમાં દેશના ઘણા શહેરોમાં રોપવે કેબલ બસો શરૂ કરી શકે છે. આને સ્વચ્છ ભવિષ્યની ગતિશીલતા […]

કેદારનાથ જતી ગુજરાતી યાત્રીઓની બસને નડ્યો અકસ્માત, 18 ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો ચાર ધામ યાત્રાએ ગયા છે. ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉત્તરકાશીથી કેદારનાથ જતી વખતે પલટી ગઈ હતી. જેમાં 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં 30થી વધુ લોકો હતા. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે યાત્રીઓએ ત્રણ દિવસ પહેલા હરિદ્વારથી ચાર-ધામની યાત્રા માટે વાહન બુક કરાવ્યું હતું અને દુર્ઘટના સમયે કેદારનાથ જઈ રહ્યા […]

ગુજરાતઃ હોળી પર્વને લઈને એસટી નિગમ દ્વારા વધારાની 1200 બસ દોડાવાશે

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને આગામી હોળી ધુળેટીના તહેવારો દરમિયાન સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા સવિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમ્યાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે એમ ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયાનુસાર નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક […]

જૌનપુરમાં બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત, 3 વ્યક્તિ ઘાયલ

લખનૌઃ પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા પર સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોય હતો. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે કારમાં ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારને ભારે નુકશાન થયું છે. પ્રાપ્ત માહિતી […]

યમુના એક્સપ્રેસ વે ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5ના મોત

અલીગઢઃ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં યમુના એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મધ્યરાત્રી બાદ લગભગ 1 વાગ્યાના સુમારે એક ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, […]

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં જાનૈયાઓની બસ સિંધુ નદીમાં ખાબકી, 16 લોકોના મોત

લાહોરઃ પાકિસ્તાનના પર્વતીય ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં લગ્ન સમારોહ માટે મહેમાનોને લઈ જતી બસ સિંધુ નદીમાં પડી હતી, જેમાં 16 લોકોના મોત થયા હતા અને કન્યા ઘાયલ થઈ હતી. આ મામલે રેસ્ક્યુ ટીમના પ્રવક્તા શૌકત રિયાઝે જણાવ્યું કે, આ અકસ્માતમાં કુલ 23 લોકો ડૂબી ગયા હતા. જેમાંથી 19 લોકો એસ્ટોરના હતા જ્યારે ચાર પંજાબના ચકવાલ જિલ્લાના હતા. […]

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બસ અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચના મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર તીર્થયાત્રીઓને લઈ જતી બસ ટ્રેક્ટર સાથે અથડાતાં પાંચના મોતની આશંકા સેવાઈ રહી છે જ્યારે 42 વ્યક્તિ ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે બસમાં 54 ‘વારકારીઓ’ (ભગવાન વિઠ્ઠલના ભક્તો) હતા જેઓ અષાઢી એકાદશીની ઉજવણીમાં ભાગ લેવા માટે મુંબઈ નજીક થાણે જિલ્લામાં તેમના વતન ડોમ્બિવલીથી પંઢરપુર જઈ રહ્યા હતા. નવી મુંબઈમાં […]

નેપાળઃ નદીમાં પડી ગયેલી બે બસ અને મુસાફરોને શોધવા માટે ભારતની મદદ માંગી

નવી દિલ્હીઃ નેપાળે ગયા અઠવાડિયે નદીમાં પડી ગયેલી બે બસ અને મુસાફરોને શોધવા માટે ભારતની મદદ માંગી છે. નેપાળ સરકારે ભારત સરકારને પત્ર લખીને ટેક્નિકલ સહયોગની વિનંતી કરી છે. નેપાળમાં નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં ત્રિવેણી બસ દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બેઠકમાં ભારત સરકારને વિનંતીનો ઔપચારિક પત્ર મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દેશના ગૃહમંત્રી […]

કર્ણાટકના હાવેરીમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 વ્યક્તિના મોત

બેંગ્લોરઃ કર્ણાટકના હાવેરી જિલ્લામાં આજે સવારે એક માર્ગ અકસ્માતમાં બે બાળકો સહિત 13 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. આ અકસ્માત પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર થયો હતો. સ્થાનિક પોલીસનું કહેવું છે કે એવું લાગે છે કે અકસ્માતગ્રસ્ત બસનો ડ્રાઈવર ઊંઘી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તીર્થયાત્રીઓને તેમના ગંતવ્ય સ્થાને લઈ જતી મીની બસ બ્યાડગી તાલુકાના ગુંદેનહલ્લી ક્રોસિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code