1. Home
  2. Tag "bus"

થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સઃ શૈક્ષણિક સંસ્થાની બસ, વિન્ટેજ કાર અને ઈલેક્ટ્રિક વાહનોના પ્રિમીયમ ઉપર ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે પરામર્શ કરીને, 25 મેની સૂચના દ્વારા મોટર વાહન (થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ બેઝ પ્રીમિયમ અને જવાબદારી) નિયમો, 2022 પ્રકાશિત કર્યા છે. આ નિયમોનો 1લી જૂન, 2022થી અમલમાં આવશે. આ નિયમોમાં, વાહનોના વિવિધ વર્ગો માટે અમર્યાદિત જવાબદારી માટે થર્ડ પાર્ટી વીમા માટે […]

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં સાત ઉચ્ચ અધિકારીઓની બદલી

અમદાવાદઃ ગુજરાતમાં શહેરી ઉપરાંત ગ્રામીણ જનતાને પરિવહનની સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા એસટી બસ દોડાવવામાં આવે છે. દરમિયાન એસટી નિગમના સાત અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સેન્‍ટ્રલ ઓફિસના આર.ડી.ગળચરને ખરીદ નિયામક પદેથી મુખ્‍ય તાલીમ અને માનવ […]

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે AMTSના પ્રવાસીઓમાં વધારો

અમદાવાદઃ શહેરમાં પરિવહન માટે વર્ષોથી મનપા દ્વારા એએમટીએસ દોડાવવામાં આવે છે. બીજી તરફ પેટ્રોલ-ડિઝલની કિંમતની સતત વધતી કિંમતોને પગલે વાહન ચાલકોની મુશ્કેલી લધી છે. તેમજ હવે શહેરીજનો પોતાના વાહનોની જગ્યાએ એએમટીએસ બસમાં પ્રવાસ કરવાનું પ્રસંદ કરે છે. જેથી એએમટીએસમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. જાન્યુઆરીની સરખામણીએ એપ્રિલમાં અત્યાર સુધીમાં 1.50 લાખથી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી […]

ઝીમ્બાબ્વેમાં ચર્ચ જઈ રહેલી બસ ખીણમાં ખાબકીઃ 35 વ્યક્તિઓના મોત

નવી દિલ્હીઃ ઝીમ્બાબ્વેના દક્ષિણપૂર્વીય ચિપિંગ શહેરમાં એક બસને નડેલા ગમખ્વાર અકસ્માતમાં 35 વ્યક્તિઓના મોત થયાં છે. ઈસ્ટરના પ્રસંગ્રે શ્રદ્ધાળુઓ બસમાં ચર્ચ જઈ રહ્યાં હતા. દરમિયાન બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં ખીણમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં 35 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે 71 વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. ઝીમ્બાબ્વેના […]

રાજસ્થાનના જેસલમેરમાં પ્રવાસીઓથી ભરેલી બસને દૂર્ઘટના નડી, ત્રણના મોત

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન સરહદ નજીક જેસલમેર જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. એક બસ કરંટની ઝપટમાં આવતા બસમાં સવાર 8 મુસાફરો ગંભીર રીતે દાઝ્યાં હતા. જ્યારે 3ના મોત થયા હોવાનું જાણવા મળે છે. પાંચ વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. જે પૈકી એકની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. સીએમ અશોક ગેહલોતે દુર્ઘટના પર દુખ વ્યક્ત […]

ભરૂચ-અંકલેશ્વર હાઈવે પર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં બેના મોત, પાંચને ઈજા

ભરૂચઃ જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. આજે એક અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. જિલ્લાના જૂના નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વરમાં  ગડખોલ ફ્લાયઓવરના  ટી બ્રિજ પર એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત નિપજયા હતા. જ્યારે પાંચથી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી .ઇજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા . જ્યાં ઇજાગ્રસ્તોની તબિયત સુધારા […]

છોટાઉદેપુરથી અલીરાજપુર જતી બસ ચાંદપુર પાસે રેલિંગ તોડીને નદીમાં ખાબકતા ત્રણના મોત, 28ને ઈજા

વડોદરાઃ છોટાઉદેપુરથી વહેલી સવારે અલીરાજપુર જતી ખાનગી બસ આજે વહેલી પરોઢે ચાંદપુર પાસે રેલિંગ તોડીને  મેલખોદરા નદીના બ્રિજ પરથી ખાબકી હતી. જેમાં એક વર્ષની ઉંમરના એક બાળક સહિત 3 લોકોના મોત થયા હતા. જ્યારે 28 લોકોના ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલીરાજપુરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. વહેલી પરોઢે ગાઢ ધૂમ્મસ કે બસનાચાલકને ઝોકું આવી […]

મધ્યપ્રદેશમાં મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકતા 3ના મોત, 28 મુસાફરો ઘાયલ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ખંડવા-બરોડા સ્ટેટ હાઈવે પર પૂરઝડપે પસાર થતી બસના ચાલકે ચાંદપુર નદી સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પુલ ઉપરથી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે 28 લોકોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બસ નદીમાં ખાબકતા મુસાફરોની મરણચીસોથી વાતવરણ ગમગીન બની ગયું હતું. સ્થાનિકો અને તંત્રએ […]

બોરસદમાં અકસ્માતની વિચિત્ર ઘટનાઃ ખાનગી બસ મકાનની પ્રોટેક્શન વોલ તોડીને અંદર ધુસી

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ અકસ્માતમાં મોટી જાનહાની ટળી અમદાવાદઃ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદમાં અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. પૂરઝડપે પસાર થતી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ નજીકમાં આવેલી સોસાયટીના એક મકાનમાં ઘુસી ગઈ હતી. બસ મકાનની પ્રોટેક્શન વોલ તોડીને અંદર ધુસી હતી. સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાની […]

અમદાવાદના સારંગપુર બસ સ્ટેન્ડમાં શેડ ધરાશાયી, કાટમાળ નીચે દબાઈ બસ

અમદાવાદઃ શહેરના સારંગપુર વિસ્તારમાં આવેલા એએમટીએસ બસ સ્ટેન્ડમાં આજે સવારે અચાનક એક શેડ ધરાશાયી થયો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. લોખંડના થાંભલાના આવેલા કાટના કારણે શેડ ધરાશાયી થયો હોવાનું જાણવા મળે છે. શેડના કાટમાળ નીચે બસ દબાઈ હતી. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. ક્રેનની મદદથી શેડના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code