1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે AMTSના પ્રવાસીઓમાં વધારો
અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે AMTSના પ્રવાસીઓમાં વધારો

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે AMTSના પ્રવાસીઓમાં વધારો

0
Social Share

અમદાવાદઃ શહેરમાં પરિવહન માટે વર્ષોથી મનપા દ્વારા એએમટીએસ દોડાવવામાં આવે છે. બીજી તરફ પેટ્રોલ-ડિઝલની કિંમતની સતત વધતી કિંમતોને પગલે વાહન ચાલકોની મુશ્કેલી લધી છે. તેમજ હવે શહેરીજનો પોતાના વાહનોની જગ્યાએ એએમટીએસ બસમાં પ્રવાસ કરવાનું પ્રસંદ કરે છે. જેથી એએમટીએસમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. જાન્યુઆરીની સરખામણીએ એપ્રિલમાં અત્યાર સુધીમાં 1.50 લાખથી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી હતી. પ્રવાસીઓને તમામ આદુનિક સુવિધાઓ મળી રહે તે માટે મનપા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલ-ડીઝલની કિંમત વધતા તેની અસર AMTSનાં મુસાફરોની સંખ્યામાં પડી છે. મુસાફરોની સંખ્યા વધતાં આવક પણ વધી છે. જાન્યુઆરી માસમાં દરરોજના 1.90 લાખ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે ફેબ્રુઆરી માસમાં 2.53 લાખ લોકોએ અને માર્ચ માસમાં 2.93 લાખ લોકોએ મુસાફરી કરી છે. જ્યારે એપ્રિલ માસમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે અને અત્યાર સુધી 3.40 લાખ લોકોએ એએમટીએસમાં મુસાફરી કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ દ્વારા હવે આગામી સમયમાં ઇલેક્ટ્રિક બસ શરૂઆત કરવામા આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં જૂન-જુલાઈ માસમાં 50 નવી ઇલેક્ટ્રિક બસ એક કંપની પાસેથી ખરીદી કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તે પહેલાં જ ઇલેક્ટ્રીક લાઈન લેવા માટે વીજ કંપની પાસેથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન પાછળ કુલ 2.65 કરોડ સુધીનો ખર્ચ થશે. જેમાં બેઝીક કોર્પોરેશન ખર્ચ કરશે બાકીનો ખર્ચ ટાટા કરશે. AMTS કમિટીમાં આ કામ મંજૂર કરવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code