વડોદરા, 15 ઓક્ટોબર, 2026 : Youth dies after falling into 1000 feet deep gorge in Pavagadh સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રીને લીધે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે બુધવારે એટલે કે નવરાત્રીના ચોથા નોરતે માતાજીનાં દર્શન કરવા આવેલો એક યુવાન શોર્ટકટ માર્ગ પરથી પસાર થતા બેલેન્સ ગુમાવ્યું હતું અને અંદાજે 1000 ફૂટ ઊંડી ખીણમાં પટકાતાં મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ગોધરા SDRF અને હાલોલ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ખીણની ઊંડાઈ અને દુર્ગમ પરિસ્થિતિ વચ્ચે ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ અનિલ શંકર ભીલ તરીકે થઈ છે અને તે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો વતની અને હાલ વડોદરાના વાઘોડિયામાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે, પાવાગઢમાં માતાજીના દર્શને આવેલા વાઘોડિયાના 35 વર્ષીય અનિલ ભીલનું 1000 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં કરુણ મોત થયું હતુ. મધ્યપ્રદેશના વતની અનિલ પરિવાર સાથે દર્શન કરી પરત ફરતી વખતે પગ લપસતાં યુવાન અનિલ ભીલ ખીણમાં પડ્યો હતો. ફાયર અને રેસ્ક્યૂ ટીમે 4 કલાકની જહેમત બાદ તેમને બહાર કાઢી હોસ્પિટલ ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યા હતો. આ બનાવની પાવાગઢ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના વાઘોડિયા તાલુકાના કોદરવાયા વસાહતમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની અનિલ શંકરભાઈ ભીલ (ઉ.વ.૩૫) તેના પરિવારજનો સાથે યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. મંદિરે દર્શન કરી પરિવારજનો સાથે બપોરે ૧૨ વાગે પરત જતા હતા ત્યારે અચાનક મંદિર નજીક 1000 ફૂટ જેટલી ઊંડી ખીણ નજીકથી પગપાળા પસાર થતી વખતે અનિલએ બેલેન્સ ગુમાવતા તે ઊંડી ખીણમાં ગબડી પડ્યો હતો. આથી પરિવારજનોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. બનાવની જાણ પોલીસને કરાતા હાલોલ નગરપાલિકાની ફાયર અને રેસ્ક્યૂની ટીમ દ્વારા 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકેલા અનિલ ભીલને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ચારથી સાડા ચાર કલાકની ભારે જહેમત બાદ ફાયર અને રેસ્ક્યૂ ટીમના જવાનો ઊંડી ખીણમાં દોરડાની મદદથી ખીણમાં ઊતરી ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં અનિલભાઈને ઝોળીમાં નાખી બહાર કાઢી હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. હોસ્પિટલમાં તબીબોએ અનિલભાઇને તપાસી મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યુ હતું. હોસ્પિટલમાં લઇ જતા સરકારી એમ્બ્યુલન્સમાં જ મોત નિપજ્યુ હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે.


