1. Home
  2. Tag "C.R.PATIL"

અંગદાન જનજાગૃતિ માટે અંગદાન રથનો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે શુભારંભ

અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના અંગદાન રથનો થયો શુભારંભ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્યો શુભારંભ તે ઉપરાંત અંગદાન જાગૃતિ માટેની શોર્ટ ફિલ્મનું પણ કર્યું લોકાર્પણ અમદાવાદ: અંગદાન એ અન્યના જીવનને પ્રજવલિત કરતું મહાદાન છે ત્યારે અંગદાન માટે જનજાગૃતિ ખૂબ જ આવશ્યક છે. આ દિશામાં રાજ્યમાં અંગદાન અંગે જન જાગૃતિ થાય તે ઉદ્દેશ્ય સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ના […]

ગુજરાતમાં દિવાળી બાદ દારૂબંધીને લઈને બુટલેગરો સામે મોટી કાર્યવાહી કરાશેઃ સી.આર.પાટીલ

ડ્રગ્સને લઈને સરકાર ચિંતિત નશાખોરીને અટકાવવા સરકાર કટીબદ્ધ અમદાવાદઃ ગુજરાતમાં હાલ દારૂબંધી છે પરંતુ આગામી દિવાળી બાદ રાજ્યભરમાં તેની કડક અમલવારી કરવામાં આવશે. તેમ વડોદરામાં આયોજીત એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવીને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે આકરી કાર્યવાહીનો સંકેત આપ્યો હતો. વડોદરામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે, […]

PM મોદીનો જન્મદિવસઃ વડોદરામાં 971 કિલોની કેક કાપી કરાઈ ઉજવણી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસે નિમિત્તે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ લોકહિતના કાર્યક્રમો યોજાયા હતા. નરેન્દ્ર મોદીના હોમસ્ટેટ ગુજરાતમાં પણ સરકાર અને ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન વડોદરામાં 971 કિલોની કેક કાપીને ઉપજણી કરવામાં આવી હતી. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 71માં જન્મદિવસ નિમિત્તે તેમના ચિત્રની આકર્ષક આબેહુબ 71 ફુટની ભવ્ય […]

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યાં, BJP ધારાસભ્ય દળની બેઠકમાં અનુમોદન

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી અંગે વિવિધ નામો ચર્ચાયા હતા. દરમિયાન નવા મુખ્ય પ્રધાન પસંદ કરવા દિલ્લીથી ગાંધીનગર આવેલ ભાજપના કેન્દ્રીય નિરીક્ષકની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના નવા મુખ્યપ્રધાનની પસંદગી કરવા અંગે ચર્ચાઓ વહેતી થઈ છે. ભાજપના ધારાસભ્ય દળની બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી. […]

હું આગામી મુખ્યમંત્રીની રેસમાં નથી, નવા મુખ્યમંત્રી સાથે આગામી ચૂંટણીમાં 182 બેઠકોનું લક્ષ્ય સિદ્વ કરીશું: સી.આર.પાટીલ

નવા મુખ્યમંત્રી પદમાં તેમના નામ અંગે સી.આર.પાટીલની સ્પષ્ટતા હું મુખ્યમંત્રી પદની કોઇ જ રેસમાં નથી નવા મુખ્યમંત્રી સાથે આગામી ચૂંટણીના લક્ષ્યો સિદ્વ કરીશું શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ સર્જાઇ છે. રાજ્યપાલને મળ્યા બાદ સીએમ રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે આ જાહેરાત કરી હતી. તેમણે […]

ગુજરાતની જનતાને આવતીકાલે મળશે નવા CM !, BJPની ધારાસભ્ય દળની મળશે બેઠક

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ આજે અચાનક રાજીનામું આપતા રાજ્યના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. તેમજ વિજય રૂપાણીના રાજીનામાને લઈને તરેહ-તરેહની અટકવો વહેતી થઈ છે. દરમિયાન ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે અનેક ભાજપના સિનિયર નેતાઓના નામ ચર્ચાઈ રહ્યાં છે. જો કે, આવતીકાલે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં નવા મુખ્યમંત્રીની પંસદગીને લઈને નિર્ણય […]

પીએમ મોદીના આગામી જન્મદિવસ નિમિત્તે સહકારી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમના આયોજન અંગે યોજાઇ બેઠક

પીએમ મોદીના આગામી જન્મદિવસ નિમિત્તે સહકારી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ યોજાશે આ કાર્યક્રમના આયોજન કરવા અંગે સહકારિતા સંમેલન યોજાયું આખા દેશમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર આજે પણ નંબર એક પર છે: સી.આર.પાટીલ ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી તારીખ 17, સપ્ટેમ્બર 2021ના રોજ 71મો જન્મદિવસ છે ત્યારે આ જન્મદિવસ નિમિત્તે રાજ્યની સહકારી સંસ્થાઓ દ્વારા રાજ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન […]

ગુજરાતમાં ભાજપ દ્વારા 15મી ઓગસ્ટ બાદ જન આશીર્વાદ યાત્રા યોજાશે, કેન્દ્રીય મંત્રીઓ યાત્રાનું નેતૃત્વ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરાશે.  દેશભરના 200થી વધુ સંસદીય વિસ્તારોમાં નવનિયુક્ત 43 કેન્દ્રીય મંત્રીઓ કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી નીતિઓ લઈને લોકો વચ્ચે જશે. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મંત્રીઓની આ યાત્રા યોજાશે.  ગુજરાતમાં નવા વરાયેલા […]

અમે લોકોને જે વચનો આપીએ તે પૂર્ણ કરીએ છીએઃ વિજય રૂપાણી

સુરતઃ  મુખ્યમંત્રી વિજય રુપાણી  અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નેતૃત્વના પાંચ વર્ષના સુશાસન પ્રસંગે સરકાર રાજ્યભરમાં ઊજવણી કરી રહી છે. ત્યારે આજે ઊજવણીની ભાગ રૂપે સુરત ખાતે રોજગાર દિવસની ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સી.આર. પાટીલ અને વિજય રૂપાણી હાજર રહ્યા હતા અને રોજગાર મેળામાં મુખ્યમંત્રીના હસ્તે 62 હજાર યુવકોને રોજગાર નિમણૂંક પત્ર આપવામાં […]

ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ટ્રેડ ફેરનો શુભારંભ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરાયો

ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 31માં ટ્રેડ ફેર શોનો શુભારંભ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યો ગુજરાત રાજયને મોડલ સ્ટેટ બનાવવા ગારર્મેન્ટ ઓસોસિએશનનો સિંહ ફાળો રહ્યો છે:-  કૌશીકભાઇ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાના અને મધ્યમ ઉદ્યોગોનું બહુ ધ્યાન રાખે છે:-  સી.આર.પાટીલ અમદાવાદ: આજે ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 31મો ટ્રેડ ફેર શોનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code