1. Home
  2. Tag "car accident"

વાગદોડ નજીક રોડ પર નીલગાયને બચાવવા જતા કાર ઝાડ સાથે અથડાતા બેના મોત, 4ને ઈજા

પાટણઃ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગદોડ નજીક રોડ પર પૂરફાટ ઝડપે જતી કારની આગળ નીલગાય આવતા કારચાલકે નીલગાયને બચાવવા જતાં કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા બેના મોત નિપજ્યા હતા. જ્યારે 4 જણાને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા દેસાઈ પરિવાર સુરત રહે છે. અને પોતાના વતન ગણેશપુરા આવી રહ્યો હતો. ત્યારે […]

સાયલા નજીક પૂર ઝડપે કાર રોડ સાઈડ ઉતરીને ઊંડા ખાડામાં ખાબકતા બેના મોત, ત્રણને ઈજા

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. સાયલાથી ત્રણ કિલોમીટર દૂર કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારીને રોડ સાઈડ પરથી ઉતરીને ઊંડા ખાડામાં ખાબકી હતી.  આ અકસ્માતમાં  બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે ત્રણ જણાંને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં […]

રાજકોટ-ગોંડલ હાઈવે પર ક્રેટા કાર ડિવાઈડર કૂદીને ફોર્ચ્યુનર સાથે અથડાતા બેનાં મોત

રાજકોટઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત રાજકોટ-ગોંડલ હાઈવે પર સર્જાયો હતો. ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા શક્તિમાન કંપની પાસે ફોર્ચ્યુનર અને ક્રેટા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ક્રેટા કારચાલકે શાપરથી ગોંડલ તરફ જતા સમયે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કુદી સામેથી આવતી ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ હતી. […]

સુરતમાં દારૂના નશામાં કારચાલકે રિક્ષા, બાઈક અને રાહદારીને અડફેટમાં લીધા, એકનું મોત,

સુરતઃ રાજ્યમાં મોટાભાગના વાહન અકસ્માતોના બનાવો વાહનચાલકોની બેદરાકીથી સર્જાતા હોય છે, કેટલાક વાહનચાલકો દારૂના નશામાં ચકચૂર થઈને વાહનો ચલાવતા હોય છે. ત્યારે શહેરના સરથાણા વિસ્તારમાં દારૂના નશામાં ચકચૂર થઈને પૂરઝડપે કાર ચલાવીને રિક્ષા, બાઈક અને ત્રણ રાહદારીને અડફેટે લેતા એક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં […]

ઈડર-હિંમતનગર હાઈવે પર કારનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં બેનાં મોત, 4ને ઈજા

હિંમતનગરઃ  રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ઈડર-હિંમતનગર હાઈવે પર સાપવાડા નજીક સર્જાયો હતો, વડોદરાનો પરિવાર અંબાજીના દર્શને જઈ રહ્યો હતો, ત્યારે સાપવાડા નજીક પ્રગતિ જીન પાસે કારનું  ટાયર ફાટતાં કાર 20 ફૂટ ઉંચી ફંગોળાઇ નીચે પટકાઇ હતી. જેથી કારમાં બેઠેલા સસરા અને પુત્રવધૂના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં […]

રાજકોટમાં મોર્નિંગ વોકમાં નીકળેલા આધેડને કારે ટક્કર મારીને યુવતીને પણ અડફેટે લીધી

રાજકોટઃ શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર મેઈન રોડ ઉપર પૂરફાટ ઝડપે કારચાલક યુવાને કાર પરનો કાબૂ ગુમાવતા મોર્નિંગ વોકમાં નીકળેલા આધેડને અડફેટે લઈને 15 ફૂટ સુધી ઢસડયા હતા, ત્યારબાદ કાર ફુટપાથ  કૂદીને  દુકાનના પગથિયે બેસેલી યુવતીને હડફેટે લઈ દુકાન સાથે અથડાઈ હતી.. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતો. આ બનાવને લીધે આજુબાજુના […]

બોરસદ પાસે પૂર ઝડપે કાર બાઈકને ટક્કર મારીને ટ્રક સાથે અથડાતા ત્રણના મોત,

આણંદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં બારસદ નજીક પુરફાટ ઝડપે જતા કારે બાઈકને ટક્કર માર્યા બાદ સામેથી આવી રહેલા રેતી ભરેલા ડમ્પર સાથે અથડાતા કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા.જ્યારે બાઈક પર સવાર ત્રણ યુવકને સામાન્ય ઈજા પહોંચી હતી. ભાદરણ પોલીસે અકસ્માત સર્જી મોતને ભેટેલા કારચાલક સામે ગુનો નોંધી […]

લીંબડી હાઈવે પર કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કારચાલક સહિત બેનાં મોત

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં લીંબડીના મોડલ સ્કુલ નજીક  હાઈવે પર કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કારમાં મુસાફરી કરી રહેલા બે વ્યક્તિના  મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.  હીટ એન્ડ રનના આ બનાવમાં પોલીસે નાસી ગયેલા વાહનની શોધખોળ આદરી છે. આ અકસ્માતને કારણે […]

ધ્રાગધ્રા બાયપાસ હાઈવે પર પૂરઝડપે કાર ડિવાઈડર કૂદીને ટેમ્પા સાથે અથડાતા 4નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં વધુ એક અકસ્માત અમદાવાદ કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ પર સર્જાયો હતો. પૂર ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડરને કૂદીને સામેની સાઈડમાં ધસી જતાં તે દરમિયાન સામેથી આવતા આઈસર ટેમ્પા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર યુવાનોના મોત નિપજ્યા […]

નરોડા રિંગ રોડ પર પોલીસ લખેલી કારે સર્જ્યો અકસ્માત, કારમાંથી દારૂની બોટલો મળી

અમદાવાદઃ શહેરના નરોડા રિંગ રોડ પર નાના ચિલોડા નજીક પૂરફાટ ઝડપે પૂર ઝડપે આવેલી હોન્ડા કારે અન્ય એકકાર અને એક્ટિવા સ્કુટરને ટક્કર મારતા બેને ઈજા થતાં હેસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતમાં હોન્ડા અમેઝ કાર પર પોલીસ લખેલુ સ્ટીકર લગાવેલું હતુ. પોલીસે કારની તલાસી લેતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. કારનો ચાલક પોલીસ કર્મચારી હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code