1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઈડર-હિંમતનગર હાઈવે પર કારનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં બેનાં મોત, 4ને ઈજા
ઈડર-હિંમતનગર હાઈવે પર કારનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં બેનાં મોત, 4ને ઈજા

ઈડર-હિંમતનગર હાઈવે પર કારનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં બેનાં મોત, 4ને ઈજા

0
Social Share

હિંમતનગરઃ  રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ઈડર-હિંમતનગર હાઈવે પર સાપવાડા નજીક સર્જાયો હતો, વડોદરાનો પરિવાર અંબાજીના દર્શને જઈ રહ્યો હતો, ત્યારે સાપવાડા નજીક પ્રગતિ જીન પાસે કારનું  ટાયર ફાટતાં કાર 20 ફૂટ ઉંચી ફંગોળાઇ નીચે પટકાઇ હતી. જેથી કારમાં બેઠેલા સસરા અને પુત્રવધૂના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઇજાઓ થતાં ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે,  હિંમતનગર-ઈડર હાઈવે રોડ પર વડોદરાનો એક પરિવાર અલ્ટો કાર લઇને અંબાજી દર્શન કરવા માટે જઇ રહ્યો હતો. ત્યારે ઈડરના સાપાવાડા નજીક આવેલા પ્રગતિ જીન પાસે  અલ્ટો કારનું ટાયર ફાટતાં રોડની સાઈડ ઉપર લગાવેલી લોખંડની ઈંગલ સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી ત્યારબાદ રોડની સાઈડના ઝાડ ઉપર આશરે 20 ફૂટ ઊંચે કાર ફંગોળાઈને નીચે પટકાતાં કારમાં સવાર સસરા અને પુત્રવધૂનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે અન્ય એક પુરૂષ અને મહિલા તેમજ બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યાં હતા. 108એ તમામને તાત્કાલિક સારવાર અર્થે ઇડર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતા. બીજીતરફ મૃતક સસરા અને પુત્રવધૂની લાશનું પોલીસે પંચનામું કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ તમામ લોકો હરિજન વાસ, પરષોત્તમનગર સોસાયટી, રાધાપાર્ક ચાર રસ્તા, વડોદરાના રહેવાસી છે.

હિંમતનગર સિવિલ હોસ્પિટલથી મળેલી માહિતી મુજબ ઇડર જનરલ હોસ્પિટલમાંથી સારવાર અર્થે લાવેલા બે બાળકો સાથે અન્ય બે જણાને ગંભીર ઈજાને લઈને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે બે બાળકોને હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code