1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લીંબડી હાઈવે પર કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કારચાલક સહિત બેનાં મોત
લીંબડી હાઈવે પર કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કારચાલક સહિત બેનાં મોત

લીંબડી હાઈવે પર કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કારચાલક સહિત બેનાં મોત

0
Social Share

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં લીંબડીના મોડલ સ્કુલ નજીક  હાઈવે પર કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કારમાં મુસાફરી કરી રહેલા બે વ્યક્તિના  મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.  હીટ એન્ડ રનના આ બનાવમાં પોલીસે નાસી ગયેલા વાહનની શોધખોળ આદરી છે. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કારમાં પ્રવાસ કરી રહેલા બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અકસ્માતની ઘટના બાદ અજાણ્યા વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનમાં કારનું પડીકું વળી ગયું હતું. અકસ્માતને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. લોકોએ કારમાં આગળની સીટ પર બેઠેલા ગંભીરરીતે ઘવાયેલા બે વ્યક્તિઓને મૃત હાલતમાં બહાર કાઢ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા.

લીંબડી રાજકોટ હાઇવે ઉપર આ ગોઝારા અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચીને બંને મૃતકોની લાશોને પોસ્ટ મોર્ટમ અર્થે લીંબડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અને કારને ટક્કર મારીને નાસી ગયેલા અજાણ્યા વાહનની પોલીસે શોધખોળ આદરી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code