સાળંગપુરધામમાં હનુમાન જયંતી મહોત્સવની ઉજવણી કરાશે
રાજકોટઃ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ-2025ને શુક્રવાર-શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં હનુમાન જયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે હનુમાન જયંતિના પાવન પ્રસંગે તારીખ 11મીએ સવારે 7.30 કલાકે રાજોપચાર પૂજન કરવામાં આવશે. જેમાં 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક […]