1. Home
  2. Tag "celebration"

ટોરન્ટોમાં ભારત દિવસની ઉજવણી કરાઈ

નવી દિલ્હીઃ ટોરોન્ટોમાં યોજાયેલી પીડીએસી -2023 કોન્ફરન્સમાં મંગળવારે ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી વિવેક ભારદ્વાજ, સેક્રેટરી, ખાણ મંત્રાલય, મંત્રાલયના વરિષ્ઠ અધિકારી, ભારતના કોન્સ્યુલ જનરલ, ટોરોન્ટો, કેનેડા અને કોલસા મંત્રાલય અને સીઆઈઆઈના અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં સંભવિત રોકાણકારો, ખાણકામ નિષ્ણાતો અને ખનિજ સંશોધકો સામેલ રહ્યા. આ પ્રસંગે, ભારતીય અધિકારીઓએ […]

સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી

અમદાવાદઃ ગુજરાતના શુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરમાં આજે મહાશિવરાત્રી પર્વની ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ સોમનાથ દાદાના દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. સમગ્ર વિસ્તાર હર હર મહાદેવ અને જય શોમનાથના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યું હતું. સોમનાથ દાદાના દર્શન માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ […]

મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજ્યંતીની સમગ્ર વર્ષ થશે ઉજવણી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે સવારે 11 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતીની ઉજવણીના વર્ષભરના સમારોહનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધન કરશે. મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ, 12મી ફેબ્રુઆરી 1824ના રોજ થયો હતો, તેઓ એક સમાજ સુધારક હતા જેમણે 1875માં પ્રચલિત સામાજિક અસમાનતાઓનો સામનો કરવા […]

ચાંદોદમાં નર્મદાના કિનારે મહાઆરતી, ચૂંદડી મનોરથ સાથે નર્મદા મૈયાના પ્રાગટ્ય દિનની ઊજવણી

વડોદરાઃ નર્મદા મૈયાના પ્રાગટ્ય દિન નર્મદા જયંતીની યાત્રાધામ ચાંદોદ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પૂજન અર્ચન, મહા આરતી અને ચુંદડી મનોરથ સાથે ભક્તિસભર ઊજવણી કરાઈ હતી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાજી અનેર નામો ઓળખાય છે. નર્મદાના રેવા, સાંકરી, પુણ્ય સલીલા,પતિત પાવની, રુદ્ર દેહા જેવા વિવિધ નામોથી શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્રસ્થાને રહ્યા છે, મહા સુદ સાતમની તિથિ એટલે નર્મદાજી […]

13 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી, વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર અપાયા

ગાંધીનગરઃ 13મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જેમ એક એક બૂંદથી ઘડો ભરાય છે એમ એક એક મતથી સરકાર રચાય છે. પ્રત્યેક મતદાતા દ્વારા તર્કબધ્ધ નિર્ણય અને પ્રબુદ્ધતાથી કરાતા મતદાનથી જ રાજ્ય અને દેશ સશક્ત બને છે. પ્રત્યેક મતદાતાના પોતાના મતના મહત્વને સમજીને રાષ્ટ્ર નિર્માણમાં […]

સ્વામી વિવેકાનંદજીનો એકાત્મબોધઃ ભિન્ન ભિન્ન ધર્મોમાં ઉપાસના વિધિમાં ભલે જુદા પડે, પરંતુ વાસ્તવમાં બધા એક જ છે

(ડો. મહેશ ચૌહાણ) આપણા રાષ્ટ્રજીવનના દરેક પાસાઓનું ઊંડાણપૂર્વક તલસ્પર્શી ગહન અધ્યયન કરી સમયાંતરે જેમને સમાજનું માર્ગદર્શન કરેલ એવા યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીને શત શત વંદન. તેઓશ્રીની જન્મજયંતિ નિમિત્તે એકાત્મતા પરના તેમના વિચારોનું સ્મરણ કરવું સુખદાયી બની રહેશે. સૌ પ્રત્યે સમાન પ્રેમભાવ યુક્ત, જાતિ-વર્ણ કે પંથના ભેદભાવ રહિતના, વિવિધતામાં એકત્વનું દર્શન, સમાનતાના સંસ્કાર તેમને માતા ભુવનેશ્વરી દેવી […]

વારાણસી ખાતે યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) દિવસ 2022ની ઉજવણી

લખનૌઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે 10મી અને 11મી ડિસેમ્બર 2022ના રોજ “યુનિવર્સલ કવરેજ ડે (UHC) 2022” ની ઉજવણીમાં બે દિવસીય સંમેલનનું આયોજન કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને રાજ્ય મંત્રી (HFW), ડૉ. ભારતી પ્રવિણ પવારની હાજરીમાં બે […]

અમદાવાદઃ ‘મતદાન જાગૃતિ’ અને ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ની દિવ્યાંગ વિદ્યાર્થીઓએ કરી ઉજવણી

અમદાવાદઃ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના નેજા હેઠળ ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ની તેમજ ‘મતદાન જાગૃતિ અભિયાન’ની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેના અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા ‘મતદાન જાગૃતિ’ તેમજ ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. જેમાં બ્લાઇન્ડ પીપલ એસોસીએશન, બહેરા મૂંગા શાળા આશ્રમરોડ, પ્રકાશ કન્યા વિદ્યાલય, ઘી નેશનલ હાઈસ્કૂલ જેવી કે જેઓ દિવ્યાંગ વિદ્યાર્થી સાથે સંકળાયેલી […]

લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગ્રે પીએમ મોદી શુક્રવારે સંબોધન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 25મી નવેમ્બરે લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહને સંબોધિત કરશે. લચિત બરફૂકન અહોમ કિંગડમની રોયલ આર્મીના જનરલ હતા, જેમણે 1671માં સરાઈઘાટના યુદ્ધમાં મુઘલોને કારમી હાર આપી હતી પીએમ મોદીનો સતત પ્રયાસ રહ્યો છે કે તેઓ અનસંગ હિરોને યોગ્ય રીતે સન્માનિત કરે. આ અનુસંધાનમાં, દેશ 2022ને લચિત બરફૂકનની […]

મણિપુર સિનેમાના 50 વર્ષની ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયામાં ઉજવણી

મુંબઈઃ ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. 28મી નવેમ્બર સુધી ઉજવણી કરવામાં આવશે. દરમિયાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયામાં મણીપુર સિનેમાના 50 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયામાં મણીપુર સિનેમાના 50 વર્ષની ઉજવણી કરાઇ રહી છે. જે અંતર્ગત આ ફિલ્મ ફેસ્ટીવલમાં દસ મણીપુર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code