1. Home
  2. Tag "celebration"

મણિપુર સિનેમાના 50 વર્ષની ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયામાં ઉજવણી

મુંબઈઃ ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. 28મી નવેમ્બર સુધી ઉજવણી કરવામાં આવશે. દરમિયાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયામાં મણીપુર સિનેમાના 50 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયામાં મણીપુર સિનેમાના 50 વર્ષની ઉજવણી કરાઇ રહી છે. જે અંતર્ગત આ ફિલ્મ ફેસ્ટીવલમાં દસ મણીપુર […]

વિશ્વ ધરોહર (વારસો) દિવસ અંતર્ગત નવેમ્બર 19થી 25 સુધીનું આ આખું અઠવાડિયું ભારતમાં બધી હેરિટેજ સાઇટ્સની મુલાકાત માટે એન્ટ્રી ફ્રી.

દિલ્હી: વર્લ્ડ હેરિટેજ વીક:  વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ઉજવવામાં આવે છે. “વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત નિમિત્તે 19 નવેમ્બરે આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના સ્મારકોમાં બધા માટે પ્રવેશ મફત રહેશે,” ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ટ્વિટ કર્યું. Entry will be free for all at @ASIGoI monuments on 19th Nov to mark the commencement […]

દીકરીઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર બને તેવી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરીએઃ મનીષા વકીલ

ગાંધીનગરઃ મહિલા અને બાળવિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છા આપતા કહ્યું કે,સક્ષમ દીકરી, સશક્ત ગુજરાતના નિર્માણ માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે. રાજ્યની દીકરીઓ સુપોષિત, આત્મનિર્ભર અને સુશિક્ષિત બને તે સુનિશ્ચિત કરી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં જોડાઈ દીકરીઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર બને તેવી સમાજ […]

ગુજરાતઃ ભ્રષ્ટાચારમુક્ત ભારત-વિકસિત ભારત થીમ ઉપર સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરાશે

અમદાવાદઃ ભ્રષ્ટચાર નાબૂદી માટે નાગરિકોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનજાગૃતિ લાવવા “કેન્દ્રીય સતર્કતા આયોગ” દ્વારા આગામી તા. 31 ઓક્ટોબર થી 6 નવેમ્બર દરમિયાન “સતર્કતા જાગૃતિ સપ્તાહ” ઉજવવામાં આવશે. જે અંતર્ગત રાજ્ય સરકારે પણ આ સપ્તાહ સમગ્ર રાજ્યમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે સતર્કતા જાગૃતિ સપ્તાહની થીમ ‘ભ્રષ્ટાચારમુક્ત ભારત- વિકસિત ભારત’ રાખવામાં આવી છે. સતર્કતા જાગૃતિ સપ્તાહનું […]

વિશ્વ આદિવાસી દિનની ઊજવણી, કમ્બોઈ, વાઘોડિયા અને બનાસકાંઠામાં અનેક કાર્યક્રમો યોજાયા

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં તા.9મીને મંગળવારે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા હતા. રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઊજવણી અંતર્ગત આદિવાસીઓના મસીહા અને સ્વાતંત્ર્ય સંગ્રામના વીર નાયક  ગોવિંદગુરૂની સમાધિ સ્થળ કંબોઈધામ ખાતે ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા. ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઊજવણીમાં સહભાગી બનવા પહોંચેલા મુખ્યમંત્રીએ મંદિર […]

ભાવનગરમાં મહિલા આરોગ્ય દિવસની ઊજવણી, કર્મયોગી મહિલાઓનું સન્માન કરાયું

ભાવનગરઃ  ગુજરાતમાં  તા.1 થી 7 ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ ની ઊજવણી કરવામાં આવી હતી. તે અંતર્ગત રવિવારે ભાવનગરના મોતીબાગ ખાતે આવેલાં અટલ બિહારી વાજપેયી ઓપનએર થિયેટર ખાતે મહિલા આરોગ્ય દિવસની ઊજવણી કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર.સી. મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગરમાં મહિલા વિકાસના ક્ષેત્રમાં ઉત્તમકાર્ય કરનારા કર્મયોગી મહિલાઓનું ખાસ સન્માન કરવામાં […]

સરહદ ઉપર તૈનાત ભારતીય સુરક્ષા જવાનો આવી રીતે કરે છે રક્ષાબંધન પર્વની ઉજવણી

નવી દિલ્હીઃ દેશમાં દિવાળી, હોળી સહિતના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સરહદ ઉપર તૈનાત જવાનોને કારણે જ આપણે આ તહેવારોની ઉજવણી કરી શકીએ છીએ, ત્યારે પરિવારથી દૂર આ જવાનો પોતાના સાથીઓ સાથે તહેવારની ઉજવણી કરે છે. રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. બીજી તરફ બહેનો પણ સરહદ ઉપર તૈનાત પોતાના ભાઈને […]

“શાંતિમ યોગેન વિન્દતિ”: કર્ણાટકના મૈસુરમાં પીએમ મોદીએ યોગ દિવસની કરી ઉજવણી

મુંબઈઃ સમગ્ર દેશમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના 75 જાણીતા સ્થળો ઉપર યોગ દિવસની ઉજવણીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસુરમાં યોગાસન કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. તેમની સાથે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, મુખ્યમંત્રી  બસવરાજ બોમાઈજી સહિતના આગેવાનો પણ જોડાયાં હતા. આ પ્રસંગ્રે […]

અમદાવાદઃ NIMCJ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન હેઠળ NIMCJ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસના અમૂલ્ય અવસરે માતૃભાષામાં પ્રસ્તુતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે નેશનલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ), અમદાવાદ ખાતે નૈષધ પુરાણી એ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતીમાં સ્વયંરચિત કવિતાઓ, દુહા, મુક્તક, હાઈકુ, વાર્તા વગેરે જેવી રચનાઓ શ્રોતાઓ સમક્ષ રજુ કરવામાં આવી હતી. […]

ગુજરાતમાં સંત શિરોમણી રવિદાસજી બાપુની 645મી જન્મજ્યંતિની ઉજવણી

અમદાવાદઃ પૂજ્ય સદગુરૂ સંત શિરોમણી રવિદાસજી બાપુની 645મી જન્મ જંયતિની સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં રવિદાસજીની જન્મજ્યંતિ નિમિત્તે ભજાન કિર્તન યોજાયાં હતાય જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતા. સામાજીક આગેવાન પ્રો. હિતેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં માઘી પૂનમના પવિત્ર માસના મહા સુદ પૂર્ણિમાના શુભ દિવસે આપણાં ધરોહર અને કુલગુરુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code