1. Home
  2. Tag "Closed"

અમદાવાદમાં વડાપ્રધાન સહિતનો કાફલો જે સમયે પસાર થશે તે રસ્તાઓ ટ્રાફિક માટે રહેશે બંધ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મી અને 30મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અને અમદાવાદ શહેરમાં પણ 36મી નેશનલ ગેઈમ્સનું ઉદઘાટન, તેમજ  મેટ્રો રેલ લોકાર્પણ અને જીએમડીસી ગ્રાઉન્ડ પરના ગરબાની કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોવાથી શહેરમાં વડાપ્રધાન સહિતનો કાફલો  જે રસ્તા પરથી જે સમયે પસાર થવાનો છે, તે સમયે રસ્તાઓ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે. પોલીસ […]

વડોદરાની MS યુનિ.ના સત્તાધિશોની લાપરવાહીને લીધે 600માંથી 300 CCTV કેમેરા બંધ,

વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી એમ.એસ.યુનિવર્સિટીમાં એક તરફ નેક કમીટીનો ધમધમાટ છે ત્યારે બીજી તરફ વરવી વાસ્તવિકતા સમાન કેમ્પસમાં આવેલા સીસીટીવી કેમેરામાંથી 50 ટકા બંધ છે. 600માંથી 300  જેટલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. સંખ્યાબાંદ સીસીટીવી તૂટીને લટકણીયા બન્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે કેમ્પસમાં પ્રવેશવાના મુખ્ય ત્રણ એન્ટ્રી ગેટ કોમર્સ મેઇન બિલ્ડિંગ, એકસપરીમેન્ટલ […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી વધતા લોકો માટે રિવરફ્રન્ટનો વોક વે બંધ કરાયો

અમદાવાદ:  સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પુરની સ્થિતિ ઊભી થઈ છે. તેથી અમદાવાદ જિલ્લાના સાબરમતી નદી કાંઠે આવેલા ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. તેમજ અમદાવાદ મ્યુનિ.ના સત્તાધિશોએ રિવરફ્રન્ટ મુલાકાતીઓ માટે બુધવારે રાતના 8 વાગ્યાથી બંધ કરવામાં આવ્યો છે. બીજી સુચના ન અપાય ત્યાં સુધી રિવરફન્ટ અને વોકવે […]

દેશ વિરુદ્ધ કામ કરતી 747 વેબસાઈટ, 94 યુટ્યુબ ચેનલો બંધ કરવામાં આવી: અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ દેશમાં સ્માર્ટફોનનો વપરાશ વધવાની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. દરમિયાન કેટલાક શખ્સો સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી પ્રવૃતિ આચરતા હોવાથી તેમની સામે કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન દેશ વિરુદ્ધ કામ કરતી 747 વેબસાઈટ અને 94 યુટ્યુબ ચેનલો બંધ કરવામાં આવી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે […]

યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત પર મેન્ટેનન્સને લીધે ચાર દિવસ રોપ-વે સેવા બંધ રહેશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપ-વેનું મેન્ટેનન્સ કાર્ય હાથ ધરાતા 25 જૂલાઈથી 28 જૂલાઈ એમ ચાર દિવસ સુધી રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજીના ગબ્બર ગોખના દર્શન કરવા હજારોની સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે. અને માતાજીની અખંડ જ્યોતના દર્શન માટે એક હજાર પગથીયા ચઢવા પડે છે,  જે શ્રદ્ધાળુઓને પગથીયા ના ચઢવા હોય […]

દ.ગુજરાતમાં ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર ખોરવાયોઃ અમદાવાદ-મુંબઈ NH બંધ કરાયો

ચીખલી આલીપોર થી વલસાડ સુધીનો હાઈ-વે અવરજવર માટે બંધ કરાયો વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું ભારે વરસાદને પગલે અનેક માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયાં અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેથી નદીઓ ગાંડીતૂર બની છે અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં છે. તેમજ અનેક ગામોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. તેમજ પૂરની […]

ગુજરાતમાં જીનીંગ મિલો પાસે કપાસનો સ્ટોક પુરો થતાં કામકાજ બંધ, હવે નવી સીઝનમાં મિલો શરૂ થશે

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે ખેડુતોને કપાસના ખૂબજ સારા ભાવ મળ્યા છે. એટલે ખેડુતોએ ખરીફ સીઝનમાં કપાસના વાવેતરમાં વધારો કર્યો છે. ખેડૂતો મન મૂકીને કપાસ વાવી રહ્યા છે.  બીજી તરફ જિનીંગ મિલો પણ  કપાસની આવક બંધ થતા બંધ થઇ ગઇ છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં કુલ મળીને 600 જેટલી જિનો આવેલી છે, એમાંથી માંડ 30-40 જિનો ચાલુ છે, […]

ગુજરાત સરકારની નીતિરીતિથી છેલ્લા 10 વર્ષમાં 1500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ

અમદાવાદ :  ગુજરાતમાં છેલ્લા એક-બે દાયકાથી ખાનગી શાળાઓમાં વધારો થયો જાય છે. જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને તાળા લાગી રહ્યા છે. જેમાં મુખત્વે સરકારની નીતિરીતિ જવાબદાર છે. રાજ્યમાં છેલ્લા 10  વર્ષમાં 1500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ ચુકી છે. સરકાર તરફથી અપાતી અપૂરતી ગ્રાન્ટને કારણે સંચાલકો કંટાળીને શાળાઓ બંધ કરવા માટે મજબુર થયા છે. વર્ષ 2010 […]

અંગ્રેજી માધ્યમનો વધતો ક્રેઝ, અમદાવાદમાં ગુજરાતી માધ્યમની વધુ 16 શાળાઓ બંધ થશે

અમદાવાદઃ અંગ્રેજી હવે વૈશ્વિક ભાષા બનતી જાય છે. રાજ્ય સરકારે પહેલા ધોરણથી અંગ્રેજી વિષય દાખલ કર્યો છે, પરંતુ વાલીઓમાં આજે પણ પોતાના બાળકોને ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અંગ્રેજી માધ્યમના વધતા મોહને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાં ગુજરાતી માધ્યમની 50 સ્કૂલો બંધ થઇ છે. 2022માં ગુજરાતી માધ્યમની વધુ 16 સ્કૂલના […]

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 14 સરકારી પ્રાથમિક શાળાને ખંભાતી તાળાં લાગ્યાં

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા વધરાવાને બદલે ઘટાડવામાં આવી રહી છે. પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 14 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષણનો ખર્ચ ઘટાડવા માટે સરકાર દ્વારા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓ મર્જ કરવામાં પણ આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code