1. Home
  2. Tag "Closed"

દીવના નાગવા, ઘોઘલા સહિત તમામ બીચ આજથી ત્રણ મહિના એટલે કે, 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે

દીવઃ ચોમાસા દરમિયાન સમુદ્રમાં તિવ્રગતિથી મોજા ઉછળતા હોય છે. અને ભારે પવનને કારણે દરિયામાં કરન્ટ વધુ રહેતો હોય છે. તેના કારણે દીવના નાગવા સહિત તમામ બીચ આજથી ત્રણ મહિના સુધી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.દીવ પ્રશાસને  દેશ- વિદેશના પર્યટકો માટે મોટો નિર્ણય લીધો છે. જેમાં દીવના તમામ બિચો તેમજ વિશ્વ વિખ્યાત નાગવા બીચ અને […]

જેલમાં બંધ 22 કેદીઓ ધો-12 સામાન્ય પ્રવાહમાં ઉતીર્ણ થયાં

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો-12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેલમાં બંધ લગભગ 56 જેટલા કેદીઓએ ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જે પૈકી આજે જાહેર થયેલા પરિણામમાં 22 જેટલા કેદીઓ ઉત્તીર્ણ થયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યની વિવિધ જેલમાં બંધ કેદીઓ જેલમાંથી મુક્ત […]

ચીનમાં ફેક ન્યૂઝ વાયરલ કરવા મામલે એક લાખ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ થશે

નવી દિલ્હીઃ ઈન્ટરનેટ અને AI ટૂલ્સના ઝડપથી વધી રહેલા ઉપયોગને કારણે ફેક ન્યૂઝનું પૂર આવ્યું છે. કોઈપણ સરકાર માટે ફેક ન્યૂઝને રોકવું ખૂબ જ મુશ્કેલ કામ બની ગયું છે. ચીન પણ આમાંથી બચ્યું નથી. હવે ચીને આવા એક લાખ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે જે ફેક ન્યૂઝ ફેલાવતા હતા. તેમાંના મોટાભાગના Weibo […]

ભાવનગર – અમદાવાદ વચ્ચે વાયા ધોલેરાનો શોર્ટ રૂટ બંધ કરાયો, હવે વલ્લભીપુર થઇને જવું પડશે

અમદાવાદઃ ભાવનગર-અમદાવાદ વચ્ચે વાયા પીપળી ધોલેરા હાઈવે પર ખૂબ ટ્રાફિક રહેતો હોય છે. અમદાવાદથી ભાવનગર પહોંચવા માટે શોર્ટ માર્ગ હોવાથી મોટાભાગના વાહનો આ હાઈવે પરથી પસાર થાય છે. દરમિયાન ધોલેરા-અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલતું હોવાથી અમદાવાદ-ભાવનગર વાયા ધોલેરાનો હાઈવે 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. હવે અમદાવાદથી ભાવનગર જતા અને આવતા વાહનોએ વાયા […]

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના વિરોધમાં કોંગ્રેસે વિધાનસભામાં વોકઆઉટ કર્યો

ગાંધીનગરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિક્કીનો પ્રસાદ આપવા સામે ઘણા સમયથી વિરોધ ઊઠ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દો આજે વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો મોહનથાળ લઈને ગૃહમાં આવ્યા હતા. અને ભાજપના ધારાસભ્યોને પ્રસાદીરૂપી મોહનથાળ આપીને અંબાજી મંદિરમાં ભાવિકોની લાગણીને માન આપીને ચિક્કીના સ્થાને મોહનથાળનો પ્રસાદ આપવાની માગ […]

પાકિસ્તાનની વિવિધ જેલોમાં 500થી વધારે ગુજરાતી માછીમારો બંધ

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલું છે. ભારતીય જળસીમામાં અવાર-નવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના જવાનો પ્રવેશીને ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરતા હોવાની અવાર-નવાર ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનની જેલમાં હાલ લગભગ 560 જેટલા ગુજરાતના માછીમારો બંધ હોવાનું જાણવા મળે છે. સુત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની મરિન સિક્યુરીટીએ વર્ષ […]

વઢવાણમાં સદી પુરાણું અને 300થી વધુ ખાતેદારો ધરાવતું પુસ્તકાલય આખરે બંધ કરાયું

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં વઢવાણનો સમાવેશ પ્રચીન શહેરોમાં થાય છે. વઢવાણના રાજવીએ 100 વર્ષ પહેલા પુસ્તકાલય બનાવ્યુ હતુ. આ પ્રાચિન પુસ્તકાલયમાં 10,000 પુસ્તકો અને 300થી વધુ ખાતેદારો હોવા છતા બંધ કરાયુ છે. આથી સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા શહેરની મધ્યમાં આવેલું પુસ્તકાલયમાં શરૂ કરે તેવી વાંચનપ્રેમીઓમાં માગ ઊઠી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વઢવાણના રાજવી જોરાવરસિંહજીના નામથી પુસ્તકાલય બનાવવામાં આવ્યુ […]

ગુજરાતમાં શીતલહેરઃ બેટદ્વારકા ખાતે ફેરી બોટ સેવા બંધ કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે. ઉત્તરભારતમાં પહેલી હીમ વર્ષાને પગલે સમગ્ર રાજ્યમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. આજે દિવસ દરમિયાન શહેરમાં ઠંડો પવન ફુંકાયો હતો જોથી લોકોએ ઠંડી અનુભવી હતી. દરમિયાન ખરાબ હવામાન ને કારણે ઓખા બેટ દ્ધારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સવિઁસ બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં ઠંડા પવન ફુંકાતા હોવાથી […]

પાકિસ્તાનની વિવિધ જેલમાં 654 ભારતીય માછીમારો બંધ

નવી દિલ્હીઃ પાકિસ્તાન મરીન સિક્યુરિટી અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને ભારતીય માછીમારોનું બોટની સાથે અપહરણ કરવામાં આવતું હોવાનું અવાર-નવાર સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનની વિવિધ જેલમાં 51 ભારતીય નાગરિક અને 654 માછીમારો બંધ હોવાનું જાણવા મળે છે. ભારત અને પાકિસ્તાને એકબીજાની કેદમાં રહેલા સામાન્ય કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી હતી. 2008માં કોન્સ્યુલર એક્સેસ પરના કરારની […]

અમદાવાદમાં વડાપ્રધાન સહિતનો કાફલો જે સમયે પસાર થશે તે રસ્તાઓ ટ્રાફિક માટે રહેશે બંધ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મી અને 30મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અને અમદાવાદ શહેરમાં પણ 36મી નેશનલ ગેઈમ્સનું ઉદઘાટન, તેમજ  મેટ્રો રેલ લોકાર્પણ અને જીએમડીસી ગ્રાઉન્ડ પરના ગરબાની કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોવાથી શહેરમાં વડાપ્રધાન સહિતનો કાફલો  જે રસ્તા પરથી જે સમયે પસાર થવાનો છે, તે સમયે રસ્તાઓ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે. પોલીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code