1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાની MS યુનિ.ના સત્તાધિશોની લાપરવાહીને લીધે 600માંથી 300 CCTV કેમેરા બંધ,
વડોદરાની MS યુનિ.ના સત્તાધિશોની લાપરવાહીને લીધે 600માંથી 300 CCTV કેમેરા બંધ,

વડોદરાની MS યુનિ.ના સત્તાધિશોની લાપરવાહીને લીધે 600માંથી 300 CCTV કેમેરા બંધ,

0
Social Share

વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી એમ.એસ.યુનિવર્સિટીમાં એક તરફ નેક કમીટીનો ધમધમાટ છે ત્યારે બીજી તરફ વરવી વાસ્તવિકતા સમાન કેમ્પસમાં આવેલા સીસીટીવી કેમેરામાંથી 50 ટકા બંધ છે. 600માંથી 300  જેટલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. સંખ્યાબાંદ સીસીટીવી તૂટીને લટકણીયા બન્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે કેમ્પસમાં પ્રવેશવાના મુખ્ય ત્રણ એન્ટ્રી ગેટ કોમર્સ મેઇન બિલ્ડિંગ, એકસપરીમેન્ટલ સ્કૂલ, ડી.એન.હોલ ગેટ પર તો કેમેરા જ નથી. યુનિવર્સિટીમાં નેકની કમીટી આવવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેમ્પસમાં સુરક્ષા માટે લગાવાયેલા સીસીટીવીની બંધ હાલતમાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં એક સમયે પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એસ.એસ યુનિવર્સિટી રાજકારણનો અડ્ડો બન્યા બાદ અનેક વિવાદો સર્જાયા હતા. યુનિના સત્તાધિશોની લાપરવાહીના કારણે કરોડોના ખર્ચે લગાવેલા સીસીટીવી કેમેરાઓમાંથી 50 ટકા કેમેરા એટલે કે અડધાઅડધ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. તેને મરામત કરવવાની ફુરસદ પણ યુનિ.ના સત્તાધિશોને મળતી નથી.  સીસીટીવી માટે 5 કરોડનો પ્રોજકટ મૂકવામાં આવ્યો હતો. જેમાંથી પ્રથમ તબક્કાની કામગીરી હોસ્ટેલ કેમ્પસની પૂરી કરી દેવામાં આવી છે. કેમ્પસમાં સીસીટીવીની પરિસ્થિતી ખરાબ છે. જે સીસીટીવી અત્યારે લાગેલા છે તેના મેન્ટેનેન્સનો અભાવ હોવાના પગલે કેમેરા બંધ હાલતમાં છે. અમુક કેમેરા લટકી ગયા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર કેમ્પસમાં હાઇટેક સીસીટીવી કેમેરા લગડવા માટે 5 કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ આપવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. તાત્કાલીન વીસી પરિમલ વ્યાસના સમયે આ કોન્ટ્રાકટ આપવાનું નક્કી થયું હતું. જેમાં પ્રથમ ફેઝમાં 600 જેટલા કેમેરા સમગ્ર હોસ્ટેલ કેમ્પસમાં 1 કરોડ રૂપિયાના ખર્ચે લગાડી દેવામાં આવ્યા હતા. જોકે નવા વીસી આવ્યા પછી બીજા ફેઝની કામગીરી કોઇ કારણોસર રોકી દેવામાં આવી હોવાનું કહેવાય છે. હંસા મહેતા લાઇબ્રેરી અને આર્ટસના એન્ટ્રી પોઇન્ટ પર પોલ પર કેમેરો લગાવવામાં આવેલો છે. જે નીચેની તરફ નમી પડયો છે. જેના પગલે રોડ પર અને એન્ટ્રી પર કોણ આવી રહ્યું છે તેના કોઇ ફૂટેજ મળી શકે તેમ નથી. કોમર્સ મેઇન બિલ્ડિંગ ખાતે ઇન્કવાયરી વીન્ડો આવેલી છે. જયાં ઉપરની બાજુ લગાવવામાં આવેલો કેમેરો લટકી ગયો છે. જેને કારણે બહારથી ઇન્કરવાયરી માટે આવતા અજાણ્યા વ્યકતિ કોણ છે તે ખબર પડી શકે તેમ નથી. આ ઉપરાંત આર્ટસના ગર્લ્સ કોમન રૂમની બહારની દીવાલ પરનો કેમેરો લટકી પડયો છે. જેનું સીધું ડાયરેકશન કોમર્સ ફેકલ્ટીના પાર્કિગ અને ગેટ બાજુ છે અને ત્યાં સુધીનું વીઝન છે. જોકે તે તૂટી ગયો હોવાથી કોઇ ફૂટેજ મળે તેમ નથી. સાયન્સ ફેકલ્ટીની બહારની બાજુએ એકસપરિમેન્ટલ સ્કૂલથી આર્ટસ તરફના રસ્તા પર સાયન્સના પાર્કિંગના પોલ પર કેમેરો લટકી ગયો છે. કોઇ ઘટના ઘટે તો ફૂટેજ મળે નહીં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code