1. Home
  2. Tag "Closed"

ભુજ નજીક નેશનલ હાઈવે પરનો રુદ્રમાતા બ્રિજને મરામત માટે કરાયો બંધ,વાહનોની લાગી કતારો

ભુજ:  કચ્છ જિલ્લાના મુખ્ય શહેર ભુજને જોડતો વર્ષો જુના રૂદ્રમાતા પુલ જર્જરિત બનતા જેના સમારકામની માગણી ઉઠતા હાઈવે ઓથોરિટી દ્વારા વિધિવત જાહેરનામું બહાર પાડી પુલ બંધ કરવામાં આવ્યો છે. જેને લીધે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. જેમાં ભુજના નાગોર અને નખત્રાણા થઇને ભારે વાહનો માટે વૈકલ્પીક રૂટ જાહેર કરાયો છે. પરંતુ ટ્રક ચાલકને લાંબો ફેરો […]

વડોદરાના કમાટી બાગનો 110 વર્ષ જુનો બ્રિજ લોકોની અવર-જવર માટે બંધ કરાયો

વડોદરાઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગના આશરે 110 વર્ષ જુના ઐતિહાસિક બ્રિજ ને છેલ્લા એક અઠવાડિયાથી બગીચામાં આવતા જતા લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કમાટીબાગમાં પક્ષીઘરથી વાઘખાના તરફ જતો આ ગાયકવાડી શાસન વખતનો ઐતિહાસિક બ્રિજને  મ્યુનિ.કોર્પોરેશનના બ્રીજ પ્રોજેક્ટ વિભાગ તરફથી સૂચના આપતા બંધ કરાયો છે. હાલમાં આ બ્રિજના બંને છેડે લોખંડની બેરી કેડ […]

આર્થિક કંગાલ પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો, સુઝુકી મોટરએ પ્લાન્ટ બંધ કર્યો

નવી દિલ્હીઃ જાપાનની સુઝુકી મોટર (સુઝુકી મોટર) એ સ્ટોક ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેઓ પાર્ટસ અને એસેસરીઝની અછતને કારણે પાકિસ્તાનમાં તેની ફેક્ટરી અસ્થાયી ધોરણે બંધ કરી રહી છે. ડોનના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. તેણે મે 2022 માં સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાન (SBP) દ્વારા રજૂ કરવામાં આવેલી સિસ્ટમને આનું કારણ આપ્યું છે, જે સંપૂર્ણપણે […]

બિપરજોયનું સંકટઃ દ્વારકા મંદિર બંધ રખાશે, TAT(S) ની મુખ્ય પરીક્ષા મોકુફ રખાઈ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ આવતીકાલે ગુરુવારે ગુજરાતના જખૌ બંદર નજીક દરિયા સાથે ટકરાવવાની શકયતા છે. જેની અસર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. દરમિયાન દ્વારકામાં સુરક્ષાના કારણોસર એક દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલે દ્વારકા મંદિર દર્શન માટે બંધ રહેશે. બિપરજોય વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. […]

વાવાઝોડાનું સંકટઃ વિશાળ જહાજો ગલ્ફ ઓફ કચ્છમાં રોકાયાં, કંડલા બંદર ઉપર કાર્ગો હેન્ડલિંગ બંધ કરાયું

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા ઉપર ટકરાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. વાવાઝોડાનો સૌથી વધારે ખતરો જામનગર, દ્વારકા અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર ઉપર તોડાઈ રહ્યો છે. બીજી તરફ દરિયામાં હાલ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. તેમજ બંદરો ઉપર ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યાં છે. દરમિયાન વિળાશ જહાજોને ગલ્ફ ઓફ કચ્છમાં જ અટકાવી દેવામાં […]

દીવના નાગવા, ઘોઘલા સહિત તમામ બીચ આજથી ત્રણ મહિના એટલે કે, 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે

દીવઃ ચોમાસા દરમિયાન સમુદ્રમાં તિવ્રગતિથી મોજા ઉછળતા હોય છે. અને ભારે પવનને કારણે દરિયામાં કરન્ટ વધુ રહેતો હોય છે. તેના કારણે દીવના નાગવા સહિત તમામ બીચ આજથી ત્રણ મહિના સુધી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.દીવ પ્રશાસને  દેશ- વિદેશના પર્યટકો માટે મોટો નિર્ણય લીધો છે. જેમાં દીવના તમામ બિચો તેમજ વિશ્વ વિખ્યાત નાગવા બીચ અને […]

જેલમાં બંધ 22 કેદીઓ ધો-12 સામાન્ય પ્રવાહમાં ઉતીર્ણ થયાં

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો-12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેલમાં બંધ લગભગ 56 જેટલા કેદીઓએ ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જે પૈકી આજે જાહેર થયેલા પરિણામમાં 22 જેટલા કેદીઓ ઉત્તીર્ણ થયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યની વિવિધ જેલમાં બંધ કેદીઓ જેલમાંથી મુક્ત […]

ચીનમાં ફેક ન્યૂઝ વાયરલ કરવા મામલે એક લાખ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ થશે

નવી દિલ્હીઃ ઈન્ટરનેટ અને AI ટૂલ્સના ઝડપથી વધી રહેલા ઉપયોગને કારણે ફેક ન્યૂઝનું પૂર આવ્યું છે. કોઈપણ સરકાર માટે ફેક ન્યૂઝને રોકવું ખૂબ જ મુશ્કેલ કામ બની ગયું છે. ચીન પણ આમાંથી બચ્યું નથી. હવે ચીને આવા એક લાખ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે જે ફેક ન્યૂઝ ફેલાવતા હતા. તેમાંના મોટાભાગના Weibo […]

ભાવનગર – અમદાવાદ વચ્ચે વાયા ધોલેરાનો શોર્ટ રૂટ બંધ કરાયો, હવે વલ્લભીપુર થઇને જવું પડશે

અમદાવાદઃ ભાવનગર-અમદાવાદ વચ્ચે વાયા પીપળી ધોલેરા હાઈવે પર ખૂબ ટ્રાફિક રહેતો હોય છે. અમદાવાદથી ભાવનગર પહોંચવા માટે શોર્ટ માર્ગ હોવાથી મોટાભાગના વાહનો આ હાઈવે પરથી પસાર થાય છે. દરમિયાન ધોલેરા-અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલતું હોવાથી અમદાવાદ-ભાવનગર વાયા ધોલેરાનો હાઈવે 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. હવે અમદાવાદથી ભાવનગર જતા અને આવતા વાહનોએ વાયા […]

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના વિરોધમાં કોંગ્રેસે વિધાનસભામાં વોકઆઉટ કર્યો

ગાંધીનગરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિક્કીનો પ્રસાદ આપવા સામે ઘણા સમયથી વિરોધ ઊઠ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દો આજે વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો મોહનથાળ લઈને ગૃહમાં આવ્યા હતા. અને ભાજપના ધારાસભ્યોને પ્રસાદીરૂપી મોહનથાળ આપીને અંબાજી મંદિરમાં ભાવિકોની લાગણીને માન આપીને ચિક્કીના સ્થાને મોહનથાળનો પ્રસાદ આપવાની માગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code