1. Home
  2. Tag "collision"

ચંદીગઢ નેશનલ હાઈવે પર ધુમ્મસને કારણે ત્રણ વાહનો અથડાયા, ચારનાં મોત

નવી દિલ્હીઃ હિસાર-ચંદીગઢ નેશનલ હાઈવે પર ઉલ્કાનાના સુરેવાલા ચોક પાસે ગાઢ ધુમ્મસના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ અને જે બાદ પાછળથી આવતી અન્ય કાર પણ કાર સાથે અથડાઈ હતી. જ્યારે કેટલાક લોકો રાહત માટે પહોંચ્યા ત્યારે પાછળથી આવતી એક ટ્રકે લોકો પર ચડી ગયો હતો. આ પછી ટ્રક પણ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર […]

અમેરીકાના લોસ એન્જલસ એરપોર્ટ પર પ્લેન ટક્કરથી બચ્યું, ATCની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી

અઝરબૈજાન અને દક્ષિણ કોરિયામાં તાજેતરમાં થયેલા બે મોટા પ્લેન ક્રેશમાંથી લોકો સાજા થયા નથી અને અમેરિકાના લોસ એન્જલસ એરપોર્ટ પર બીજી મોટી વિમાન દુર્ઘટનામાં માંડ માંડ બચી ગયા. વાસ્તવમાં એરપોર્ટ પર બે પ્લેન ટકરાતા બચી ગયા હતા અને ATCની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. FAAએ તપાસનો આદેશ આપ્યો નોંધનીય છે કે વોશિંગ્ટનની ગોન્ઝાગા યુનિવર્સિટીની […]

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ અથડામણમાં 19 પાકિસ્તાની સૈનિકો અને 3 અફઘાન નાગરિકોના મોત

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદે બન્ને દેશોના દળો વચ્ચે ભારે અથડામણ થતાં 19 પાકિસ્તાની સૈનિકો અને 3 અફઘાન નાગરિકોના મૃત્યુ થયા છે. આ ઘટનાઓ ખોસ્ટ અને પક્તિકા પ્રાંતમાં નોંધાઈ છે, જે અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલ છે. મળતી માહિતી અનુસાર, અફઘાન સરહદી દળોએ પાકિસ્તાનની સરહદ પર આવેલી સૈન્ય ચોકીઓને નિશાન બનાવી હતી. આ […]

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સાથેની અથડામણમાં 5 આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના બેહીબાગ વિસ્તારમાં સ્થિત કદ્દર ગામમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આજરોજ વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હજુ ઘણા આતંકીઓ ફસાયા હોવાની આશંકા છે. માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ કરવામાં […]

હાલોલમાં બાઈક પાર્કિંગના મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થતા 10 જણા ઘવાયા

હાલોલઃ  તાલુકાના હીરાપુરા ગામમાં નજીવી વાતે  જૂથ અથડામણની ઘટના બની હતી. દુકાન પાસે બાઈક પાર્ક કરવાની નજીવી બાબતે વિવાદ થયો હતો. વિવાદ ઉગ્ર બનતા એક જ કોમના બે જૂથો સામસામે આવી ગયા હતા. બાદમાં લાકડી અને ધોકા તથા દંડા વડે એકબીજા પર હુમલો  કર્યો હતો. આ જૂથ અથડામણમાં 10થી પણ વધુ લોકો ઘવાયા હતા. ઈજાગ્રસ્તોને […]

સુરતમાં હીટ & રન, પૂર ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા યુવાનું મોત, એકને ઈજા

સુરતઃ શહેરમાં પાલ RTO નજીક બાઈક પર પસાર થતા બે પિતરાઈ ભાઈને  પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે અડફેટે લેતાં મ્યુનિના અધિકારીના એકના એક પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે પિતરાઈ ભાઈને ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. યુવક હવામાં ફગોળાઈને જમીન પર પટકાયા બાદ મોત નીપજવાના પ્રકરણમાં સીસીટીવી સામે આવ્યા છે. એટલું જ નહીં, પણ ઘટનાના […]

વડોદરામાં પૂર ઝડપે આવી રહેલી સીટી બસે ટક્કર મારતા M S યુનિની વિદ્યાર્થિનીનું મોત

વડોદરાઃ  શહેરના સેન્ટ્રલ એસટી ડેપો પાસેના જનમહલ સ્થિત સિટી બસ ડેપોમાં સિટી બસની અડફેટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. આ ઘટનાના વાઇરલ થયેલા CCTV ફૂટેજમાં સિટી બસ ચાલક યુવતી માટે યમદૂત બનીને આવ્યો હોય, તેવુ જોવા મળી રહ્યું છે. આ કમકમાટી ભર્યા બનાવમાં મોતને ભેટેલી યુવતી સુરતની છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે […]

કઠલાલમાં સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરાતા બે કોમના લોકો વચ્ચે અથડામણ, 3 ઘવાયા

નડિયાદઃ સોશ્યલ મીડિયામાં એક વિડિયો અપલોડ કરાતા ખેડા જિલ્લાના કઠલાલામાં બે કોમ વચ્ચે વૈમનસ્ય સર્જાયું હતું. અને આ બનાવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા લાકડીઓ અને હથિયારો સાથે બે કોમના ટોળાં આમને સામને આવી ગયા હતા. આ બનાવમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. ખેડા જિલ્લાના કઠલાલમાં […]

પંજાબમાં ઓવરસ્પીડમાં પસાર થતી કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ હવામાં ફંગોળાઈઃ ચારના મોત

દિલ્હીઃ પંજાબના ખરાડમાં પૂરઝડપે પસાર થતી મોટરકારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરનારા બે વ્યક્તિઓને અડફેટે લીધા હતા. એટલું જ નહીં આ બંને વ્યક્તિઓ 25 ફુટ દૂર જઈને પટકાયાં હતા. આ પછી  સ્પીડમાં આવતી કાર સ્ટ્રીટ લાઇટના પોલ સાથે અથડાઈ અને લગભગ 10 ફૂટ હવામાં ઉછળીને […]

અરબી સમુદ્રમાં બે વિદેશી જહાજ વચ્ચે ટક્કર, તમામ ક્રુ મેમ્બરનો બચાવ

અમદાવાદઃ ગુજરાતના દરિયામાં દેવભૂમિ દ્વારકા નજીક બે જહાજો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે આગની પણ ઘટના બની હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી કોસ્ટગાર્ડની ટીમે બચાવ કામગીરી આરંભી હતી. લગભગ 33 જેટિલા ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં અકસ્માતને પગલે દરિયામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code