સુશ્રી માયાવતીએ કોંગ્રેસ નેતાઓને મળવાનો ઈનકાર કરી દીધો, યુપીમેં ક્યા હો રહા હૈ?
લખનૌ, 20 મે, 2026: સુશ્રી માયાવતીએ કોંગ્રેસ નેતાઓને મળવાનો ઈનકાર કરી દીધો હોવાના સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, કોંગ્રેસના કેટલાક નેતાઓએ ગઈકાલે મંગળવારે બીએસપી (BSP) પ્રમુખ માયાવતી સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોંગ્રેસના નેતાઓને માયાવતીના ઘરેથી ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. બસપા સુપ્રીમોએ કોંગ્રેસના નેતાઓને મુલાકાત આપવાનો ઈનકાર કર્યો હતો. […]


