1. Home
  2. Tag "COngress"

કૉંગ્રેસની મહાવિટંબણા: ‘મંદિર વહી બનાયેંગે’ના જવાબમાં ‘તારીખ નહીં બતાયેંગે’ બોલનારા હવે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં જવા માટે તૈયાર નથી!

આનંદ શુક્લ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં જ ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. લગભગ ત્રણ દાયકા સુધી ટેન્ટના મંદિરમાં રહેલા ભગવાન રામલલા પોતાના ભવ્ય પ્રસાદમાં જવાના છે. આ ભવ્ય રામમંદિરનું નિર્માણકાર્ય તો તેની મેળે ચાલુ રહેશે. અયોધ્યામાં આક્રમણખોર બાબરના સેનાપતિ મીર બાંકીનું કુકૃત્ય હતું કે બાબરી ઢાંચો ઉભો […]

કૉંગ્રેસના નેતા શશી થરુરને ભરોસો, લોકસભા ચૂંટણીમાં ભાજપને મળશે સૌથી વધુ બેઠકો!

કોઝિકોડ: આગામી લોકસભા ચૂંટણીને લઈને અત્યારથી તમામ પાર્ટીઓએ તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા શશી થરુરે ચૂંટણીઓને લઈને સૌથી મોટી વાત કરી દીધી છે. કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીમાં મલ્લિકાર્જૂન ખડગે સામે ઉમેદવાર રહી ચુકેલા થરુરે કહ્યુ છે કે આ ચૂંટણીઓમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરશે. થરુરે કહ્યુ છે કે ભાજપ સૌથી […]

22 જાન્યુઆરીનો અયોધ્યાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક નહીં, રાજકીય: કૉંગ્રેસનો ભાજપ પર વાકપ્રહાર

નવી દિલ્હી: કૉંગ્રેસે શુક્રવારે દાવો કર્યો છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનારો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક નથી, પણ સંપૂર્ણપણે રાજકીય છે, કારણ કે તેને વિધિવિધાનથી અને ચારેય પીઠોના શંકરાચાર્યોની દેખરેખમાં કરાય રહ્યો નથી. કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રભારી પવન ખે઼ડાએ ભારતીય જનતા પાર્ટી પર પલટવાર કરતા કહ્યુ છે કે ભગવાન રામના દર્શન માટે કોઈ વચેટિયાઓની જરૂર નથી. […]

આપણે રામથી છીએ, રામ આપણાથી નહીં: કૉંગ્રેસના નેતાએ જ પ્રાણપ્રતિષ્ઠામાં નહીં જવાના હાઈકમાન્ડના નિર્ણયની ઉડાવી ઠેકડી

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા અને કલ્કિ પીઠના પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કોંગ્રેસના નેતાઓના એ નિર્ણયની ટીકા કરી છે, જેમા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ નહીં થવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈની સાથેની વાતચીતમાં આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યુ છે કે જે પણ નેતા અથવા રાજકીય પક્ષના લોકો રામલલાની પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ નહીં થવાની […]

બાબરના મકબરા પર ગયા, પણ રામલલાથી આટલી નફરત કેમ?: પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવ્યું તો હિમંત બિસ્વા સરમા કોંગ્રેસ પર વરસ્યા

નવી દિલ્હી: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજકારણ સમાપ્ત થવાનું નામ લઈ રહ્યું નથી. કૉંગ્રેસે જ્યાં અયોધ્યાના કાર્યક્રમને એક ચૂંટણી ઈવેન્ટ ગણાવી છે, તો ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધતા તેને મુઘલ શાસક બાબર પ્રત્યે ઉદાર ગણાવી છે. કોંગ્રેસ દ્વારા અયોધ્યા કાર્યક્રમના નિમંત્રણને ઠુકરાવાયા બાદ ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ […]

સેક્યુલર છબી, દક્ષિણના ડરે કૉંગ્રેસને રાખી રામલલાથી દૂર, સોનિયા-ખડગેએ રામમંદિરનું નિમંત્રણ ઠુકરાવ્યું

નવી દિલ્હી: કૉંગ્રેસે લગભગ ત્રણ સપ્તાહ સુધી રાજકીય નફા-નુકશાનનું આકલન કર્યા બાદ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના નિમંત્રણનો સસમ્માન અસ્વીકાર કર્યો છે. પાર્ટીએ આ કાર્યક્રમને રાજકીય ગણાવ્યો છે. કૉંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે રાજકીય લાભ-હાનિના મુકાબલે તેના માટે વિચારધારા વધુ મહત્વની છે. તેનાથી પાર્ટીએ પોતાની ધર્મનિરપેક્ષ છબીને ધાર આપી છે. રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાને […]

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં ઉપસ્થિત રહેવાનાર કોંગ્રેસને મંદિરના મુખ્ય પુજારીએ કર્યાં અણીયારા સવાલો

લખનઉઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંદિર ટ્રસ્ટ દ્વારા સોનિયા ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓને પણ આમંત્રણ પાઠવ્યું હતું. જો કે, આ મહોત્સવને ભાજપ અને આરએસએસનો હોવાના આક્ષેપ કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસના આ નિર્ણયને પગલે રાજકારણ ગરમાયું છે. ભાજપાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન […]

સોનિયા ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં રહે હાજર

નવી દિલ્હીઃ અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યા છે. દરમિયાન કોંગ્રેસ સ્પષ્ટ કરી દીધું છે, સોનિયા ગાંધી તથા કોંગ્રેસના અધ્યશ્ર મલ્લિકાર્જુન ખડગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત નહીં રહે. કોંગ્રેસે આ કાર્યક્રમને આરએસએસ અને ભાજપનો ઈવેન્ટ બતાવીને દુર રહેવાનું પસંદ […]

કોંગ્રેસના કોઈ વડાપ્રધાને લક્ષદ્રીપની મુલાકાત નહીં લીધીઃ આંદામાન-નિકોબારના પૂર્વ સાંસદનો દાવો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ માલદીવ સરકારની ટીકા થઈ રહી છે. આ વિવાદ વચ્ચે ભારતના મહાનુભાવો દ્વારા માલદીવને બદલે લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર જેવા ટાપુઓમાં રોકાણ કરવાનું વિચારવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આંદામાન અને નિકોબારથી ભાજપના પૂર્વ સાંસદ વિષ્ણુ પદ રેએ પણ માલદીવ સરકાર પર પોતાની નારાજગી વ્યક્ત […]

કર્ણાટકની કૉંગ્રેસ સરકારે 5 રાજ્યોની તાજેતરની ચૂંટણીઓમાં જનતાના નાણાં વાપર્યા: એચ. ડી. દેવેગૌડા

બેંગલુરુ: જનતાદળ સેક્યુલરના વરિષ્ઠ નેતા એચ. ડી. દેવેગૌડાએ શુક્રવારે કર્ણાટકની કૉંગ્રેસ સરકારને નિશાને લીધી હતી. તેમણે પાંચેય રાજ્યોમાં તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીની મદદ માટે રાજ્યના જાહેર નાણાંનો ખર્ચ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. દેવેગૌડાએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર નિશાન સાધતા આરોપ લગાવ્યો છે કે તે કર્ણાટકમાંથી પાંચ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી લડવા માટે ધનના પ્રવાહને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code