1. Home
  2. Tag "COngress"

લોકસભા ચૂંટણીઃ I.N.D.I.A માં ઉત્તરપ્રદેશની બેઠકોને લઈને વિવાદ, કોંગ્રેસને 8 બેઠક આપવા અખિલેશ તૈયાર

લખનૌઃ દેશમાં આગમી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપને સત્તામાંથી દુર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળોએ એક ગઠબંધન કર્યું છે. જો કે, આ ગઠબંધનમાં લોકસભા ચૂંટણીની ટીકીટ ફાળવણીને લઈને ખેંચતાણ ચાલી રહ્યાંનું જાણવા મળે છે. વિપક્ષી એકતાદળની આગામી બેઠકમાં બેઠકોની ફાળવણી મામલે ચર્ચા કરવામાં આવશે. તે […]

અમદાવાદમાં મ્યુનિની સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા ગાયોના મોતનો મુદ્દો ઉઠાવતા બબાલ

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવી પોલીસી બનાવવામાં આવી છે. રખડતા ઢોરને મ્યુનિ.ના ઢોરવાડામાં રાખવામાં આવે છે. બીજીબાજુ મ્યુનિ.ના ઢોરવાડામાં ગાયોના મૃત્યુ થતાં હોવાની માલધારીઓએ બબાલ મચાવ્યા બાદ શુક્રવારે મ્યુનિ.ની સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિ.ના ઢોરવાડામાં યોગ્ય સારસંભાળના અભાવે ગાયોના મોત નિપજતા હોવાનો આક્ષેપ કરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના રાજીનામાંની માગ કરતા વિપક્ષ […]

અમે કોઈને બોલાવતા નથી, પરંતુ કોંગ્રેસમાં કેટલાક નેતાઓ ગુંગડામણ અનુભવતા હોવાથી પાર્ટી છોડી રહ્યાં છેઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દરમિયાન રાજ્યના કેબિનિટ પ્રધાન અને ભાજપના સિનિયર નેતા ઋષિકેશ પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરીને કહ્યું હતું કે, અમે કોઈને બોલાવતા નથી. આ ઉપરાંત તેમણે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપા ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો […]

ગુજરાત વિધાનસભાઃ આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યું રાજીનામું

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગમી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજી તરફ ગુજરાતમાં ધારાસભ્યોના રાજીનામાના પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આજે કોંગ્રેસના ખંભાતના એમએલએ […]

તેલંગાણામાં કોંગ્રેસ અને ઓવૈસી વચ્ચે સમાધાનની ચર્ચા, અકબરુદ્દીનને મહત્વની જવાબદારી સોંપાઈ

બેંગ્લુરુઃ તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM વચ્ચેનો વિવાદ હવે સમાપ્ત થતો દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ સરકારે આવતીકાલે (9 ડિસેમ્બર) તેલંગાણા વિધાનસભાની કાર્યવાહી હાથ ધરવા માટે AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે શપથ લેશે. અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી હૈદરાબાદ લોકસભા બેઠક […]

GPSCની પરીક્ષાઓ નિયત કરેલી તારીખે કેમ લેવાતી નથી, કોંગ્રેસે સરકાર સામે ઉઠાવ્યો સવાલ

અમદાવાદઃ સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાતના હજારો ઉમેદવારો વારંવાર પરીક્ષા રદ થતાં  સમય-શક્તિના ખર્ચ સાથે આર્થિક પરેશાની ભોગવી રહ્યા છે. ભાજપ સરકારની અટકાવવું, લટકાવવું અને ભટકાવવાની નીતિથી યુવાનો પરેશાન થઈ રહ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગની પ્રાથમિક પરીક્ષાઓ વારંવાર રદ કરાતી હોવાથી યુવાનો હતાશામાં ધકેલાયા છે. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ […]

કોંગ્રેસના રેવંત રેડ્ડી બન્યા તેલંગાણાના નવા મુખ્યમંત્રી, શપથવિધિ સમારોહ યોજાયો

બેંગ્લોરઃ કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડી તેલંગાણાના નવા મુખ્યમંત્રી બન્યાં છે. હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આયોજીત ભવ્ય કાર્યક્રમમાં તેલંગાણાના રાજ્યપાલ ટી સૌંદરરાજનને તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં હતા. આ શપથવિધી સમાહોરમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસના સીએમ સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડી શિવકુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. એલબી સ્ટેડિયમમાં આયોજીત […]

કોંગ્રેસ આજે તેલંગાણાના નવા મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કરશે,રેસમાં આ નેતા આગળ

દિલ્હી: તેલંગાણાના નવા મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, ડીકે શિવકુમાર હાજર છે. નિરીક્ષક તરીકે ડીકે શિવકુમારે સોમવારે તેલંગાણામાં ધારાસભ્યો સાથે વાત કરી હતી.અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ ખડગે જ લેશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે કહ્યું કે પાર્ટી તેલંગાણાના નવા મુખ્યમંત્રીના […]

વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની નહીં પરંતુ નરેન્દ્ર મોદીની જીતઃ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી

નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીએ અનેક જનસભા અને રેલીઓને સંબોધિત કરી હતી. તેમજ તેમના નામે જ પાંચેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ભાજપા દ્વારા લડવામાં આવી હતી. હવે કોંગ્રેસના નેતાઓ પણ સ્વિકારી રહ્યાં છે ત્રણેય રાજ્યોમાં ભાજપની જીત પીએમ મોદી નામે થઈ છે. દરમિયાન […]

મધ્યપ્રદેશમાં હારનું કોંગ્રેસે મનોમંથન શરુ કર્યું,164 હારેલા ઉમેદવારોને પૂછવામાં આવશે કારણ

ભોપાલઃ મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજ્ય થયો છે. જ્યારે ભાજપાની ભવ્ય જીત થઈ છે. ભાજપની જીત બાદ નવી સરકારની રચનાને લઈને કવાયત શરુ કરવામાં આવી છે. બીજી તરફ પરાજ્યને લઈને કોંગ્રેસ દ્વારા સમીક્ષા શરુ કરવામાં આવી છે તેમજ પરાજીત થયેલા ધારાસભ્યોને કમલનાથે ભોપાલ બોલાવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ મધ્યપ્રદેશમાં મળેલી હારની સમીક્ષામાં જોતરાઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code