1. Home
  2. Tag "COngress"

યોગ ગુરૂ બાબા રામદેવ ઉપર દિગ્વિજયસિંહના આકરા પ્રહાર, બાબાને કહ્યાં ભાજપના એજન્ટ

ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહએ ફરી એકવાર યોગ ગુરૂ બાબા રામદેવ સામે આકરા પ્રહાર કરીને તેમને ભાજપના એજન્ટ કહ્યાં છે. બાબાને ઢોંગી કહીને દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, બસ મોડેથી લોકો બાબાને ઓળખી શક્યાં છે. દિગ્વિજયસિંહે સોશિયલ મીડિયા મારફતે બાબા સામે સામે પ્રહાર કર્યાં હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ઢોંગી રામદેવને […]

ગુજરાત પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા વચ્ચે હાર્દિક પટેલને હાઈકમાન્ડનું તેડું

અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માટે હાઈકમાન્ડ દ્વારા કવાયત ચાલી રહી છે. જેમાં અર્જુન મોઢવાડિયાનું નામ ચર્ચામાં મોખરે હોવાનું કહેવાય છે. બીજીબાજુ ભરતસિંહ સોલંકીના જુથ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભરતસિંહ સોલંકી હાલ દિલ્હીમાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને હાઇકમાન્ડનું તેડું આવતા મોટી ચર્ચા શરૂ થઈ છે. દિલ્હી કોંગ્રેસ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કોંગ્રેસના જુથવાદને લીધે વિપક્ષના નેતા પસંદ કરી શકાતા નથી

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ આવ્યાને મહિનો વિતિ ગયા હોવા છતાં હજુ કોંગ્રેસ દ્વારા વિપક્ષના નેતા નક્કી કરી શકાયા નથી. મ્યુનિ.કોંગ્રેસ પક્ષના નેતા પસંદગીની કવાયત હાથ ધરાતાં જ બે જૂથનાં કોર્પોરેટરો વચ્ચે ભારે સ્પર્ધા શરૂ થઇ ગઇ છે અને તેમનાં સમર્થકો દ્વારા કોણ લાયક-કોણ હકદાર તેવા મેસેજ વાયરલ કરવામાં આવતાં શહેર કોંગ્રેસમાં ખળભળાટ મચી […]

સરકારે ધો. 12ની પરીક્ષા નહીં લેવોનો મોડો નિર્ણય કરીને વિદ્યાર્થીઓને તનાવમાં રાખ્યાઃ કોંગ્રેસ

અમદાવાદઃ ધોરણ-12 ની પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સૌથી વધુ કોઈ ક્ષેત્ર પ્રભાવિત થયું હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના ભારણના કારણે લાંબા સમયથી માનસિક તાણ અનુભવી રહ્યાં હતાં. રાજ્ય સરકાર […]

ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને પોલીસે અટકાવતા માથાકુટ થઈઃ અંતે મામલો ઉકેલાયો

ગાંધીનગરઃ પાટનગરના સ્વર્ણમ સંકુલમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીથી લઈને તમામ પ્રધાનોની કચેરીઓ આવેલી છે. રાજ્યના નાગરિકો પોતાના પ્રશ્નોની રજુઆત માટે આવતા હોય છે પણ સ્વર્ણમ સંકુલમાં પ્રવેશ મેળવવો ખૂબ અઘરો બની ગયો છે. સામાન્ય નાગરિકો જ નહીં પણ ધારાસભ્યોને પણ પ્રવેશ માટે મુશ્કેલી પડી રહી છે. મંગળવારનો દિવસ ધારાસભ્યો અને સાંસદો માટે રજુઆતનો દિવસ નક્કી કરાયો […]

ઈન્દિરા ગાંધીની મુસદ્દીથી બાંગ્લાદેશને આઝાદી મળી હતીઃ કોંગ્રેસ દ્વારા ઊજવણી કરાશે

અમદાવાદઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશને વર્ષ 1971માં પાકિસ્તાનમાંથી આઝાદી મળી હતી. પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયાં છે. જેની બાંગ્લાદેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં કરવામાં આવી હતી. વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. હવે કોંગ્રેસ પોતાના સુવર્ણકાળને ફરીથી તાજો બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે. વર્ષ 1971ના યુદ્ધમાં […]

કોંગ્રેસે ટ્વિટરને પત્ર લખ્યો, કહ્યું – આ 11 મંત્રીઓ વિરુદ્વ કરો કાર્યવાહી

કોંગ્રેસે ટ્વિટરને લખ્યો પત્ર કોંગ્રેસે ભાજપના 11 મંત્રીઓ વિરુદ્વ કાર્યવાહી કરવા ટ્વિટરને કહ્યું અહીંયા વાંચો શું છે સમગ્ર મામલો નવી દિલ્હી: કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનું ટ્વીટર વોર વધુ તીવ્ર બન્યું છે. હવે કોંગ્રેસે ટ્વિટરને પત્ર લખીને કેન્દ્ર સરકારના 11 મંત્રો વિરુદ્વ મેનીપ્યુલેટેડ મીડિયાનો ટેગ લગાવવાની માગણી કરી છે. ટૂલકિટ કેસમાં કોંગ્રેસે આ તમામ મંત્રીઓની ટ્વીટને […]

ધો-3થી 10 અને 12ના બદલાયેલા 51 પાઠ્ય પુસ્તકો નવા સત્રથી અમલમાં આવશે

અમદાવાદઃ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી 18 વિષયના કુલ 51 નવા પુસ્તક અભ્યાસક્રમમાં દાખલ થશે. લાંબા સમયથી ધો-3થી 10 અને ધો-12ના પુસ્તકો બદલાયા ન હોવાથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ 51 પુસ્તક તૈયાર થઈ ગયા બાદ પ્રિન્ટ થઈ ચૂક્યા છે અને બજારમાં પણ વેચાણ માટે મળી રહ્યા છે. ઉપરાંત હવે આગામી વર્ષે પણ કેટલાક પુસ્તકો […]

તાઉ-તે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લીધીઃ 100 વળતરની માગ કરી

અમદાવાદ: તાઉ-તે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવાઈ નિરિક્ષણ કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતા. હવે કોંગ્રેસના આગેવાનો અસરગ્રસ્તોની વેદના સાંભળવા માટે મુલાકાત લઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તેમજ સાથે ધારાસભ્ય પૂંજાભાઈ વંશ, ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા , ઋત્વિક મકવાણા , રાજુભાઇ ગોહેલ તેમજ ગીર સોમનાથ […]

ગુજરાતમાં ધો-10ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ ભરેલી ફી પરત કરવાની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે બોર્ડની ધો-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારે નિર્ણય કર્યો હતો. હવે વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભરતી વખતે ભરેલી ફીને પરત કરવાની માગણી ઉઠી છે. તેમજ કોંગ્રેસના ધારાસભ્યએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને ફીની રકમ પરત ચુકવવાની માંગણી કરી છે. વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 355 લેખે પરીક્ષા ફી લેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code