1. Home
  2. Tag "COngress"

ગુજરાત સરકારે વાવાઝોડાના અસરગ્રસ્ત ખેડૂતો સહિતના લોકોને 100 ટકા વળતર ચુકવવા માંગણી

અમદાવાદઃ રાજયમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લાઓને તૌકતે વાવાઝોડાએ તબાહ કરી દીધા છે ત્યારે દેશના વડાપ્રધાન અને રાજયના મુખ્યમંત્રીએ હવામાં ઉડીને નિરીક્ષણ કર્યું છે. એ જ સમયે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી આ અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ ઘરે-ઘરે અને ખેતરે-ખેતરે જઈને અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી રહ્યા છે અને દયનીય સ્થિતિનો સામનો કરી રહેલા […]

કોંગ્રેસને 23 જૂને પાર્ટીના નવા અધ્યક્ષ મળશે, CWCની બેઠકમાં ચૂંટણીની તારીખ જાહેર થઇ

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને નવા સ્થાયી અધ્યક્ષ મળી શકે છે કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે 23 જૂને યોજાશે ચૂંટણી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે ચૂંટણીની તારીખો જાહેર કરી નવી દિલ્હી: દેશની સૌથી જૂની પાર્ટી એટલે કે કોંગ્રેસને 23 જૂનના રોજ નવા સ્થાયી અધ્યક્ષ મળી શકે છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક બેઠક મળવાની છે […]

પૂર્વ વડાપ્રધાન અટલજીના ભત્રીજી કરૂણા શુકલાનું કોરોનાથી નિધન

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીમાં અનેક રાજકીય અને સામાજીક આગેવાનોએ અંતિમ શ્વાસ લીધા છે. દરમિયાન પૂર્વ વડાપ્રધાન અટલજીના ભત્રીજી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કરૂણા શુકલાનું કોરોનાથી નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેમની છત્તીસગઢની એક હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ સાંસદ કરૂણા શુકલા કોરોના સંક્રમિત થતા છત્તીસગઢની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી […]

ગુજરાતમાં ઓક્સિજનની અછત માટે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગ જવાબદારઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ચિંતાજનરકીરે વધી રહ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે બેડ, વેન્ટિલેટર અને રેમડેસિવિર ઈન્જેક્શન પણ મળતાં નથી. તેની સાથે હવે ઓક્સિજનની પણ અછત સર્જાઈ છે. એક વર્ષ પહેલા ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાના ડ્રગ કન્ટ્રોલર ડૉ.વી.જી.સોમાણીએ પત્ર લખીને તમામ રાજ્યોને ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનની જેમ દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે સુચન કર્યું હતું છતાં […]

વિદેશથી MBBS કરીને આવેલા તબીબોની સેવાનો લાભ લેવા કોંગ્રેસની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની મહામારીને કારણે મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલમાં બેડ, એમ્બ્યુલન્સમાં લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે. ઓક્સિજનના બાટલા અને રેમડેસિવિર ઇન્જેક્શન મળતા નથી. ત્યારે કોંગ્રેસે માગણી કરી છે કે, આવી વિકટ ઘડીમાં વિદેશથી ભણીને પરત આવેલા ગુજરાતી તબીબોની સેવાનો લાભ લેવો જાઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી અને રાજકોટ […]

અમિત ચાવડાની અનોખી પહેલઃ MLAની ગ્રાન્ટમાંથી રેમડેસિવિર ઈન્જેકશન માટે રૂ. 10 લાખ ફાળવ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થતા સંક્રમણને અટકાવવા અને પીડિતોની સેવા માટે સરકારની સાથે સામાજીક અને રાજકીય આગેવાનો આગળ આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેમડેસિવિર ઈન્જેકશનની અછતને ધ્યાનમાં રાખીને પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઈન્જેકશનની ખરીદી કરવા માટે રૂ. 10 લાખની ફાળવણી કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

રાજ્યમાં કોરોનાની સંકટ ઘડીમાં સરકાર કહે તે તમામ કામગીરી કરવા કોંગ્રેસ તત્પર છેઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતીઓની એકતાસીર રહી છે કે, સંકટની ઘડીમાં ખંભેખંભા મીલાવીને કામ  કરતા હોય છે. કોંગ્રેસે કોરોનાની સંકટ ઘડીમાં સર્વપક્ષિય બેઠક બોલાવીને સાથે મળીને કામ કરવા સરકારને અનુરોધ કર્યો હતો. સરકારે હજુ સુધી સર્વપક્ષિય બેઠક બોલાવવાનો નિર્ણય લીધો નથી. ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે આજે ટ્વિટ કરીને ગુજરાતની જનતાને […]

કોરોનાની સ્થિતિ અંગે સરકાર શ્વેતપત્ર બહાર પાડી, સર્વપક્ષિય બેઠક બોલાવેઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસ અમદાવાદ તથા સુરતમાં કોંગ્રેસ કાર્યાલયોમાં 50-50 બેડના કોવિડ કેર સેન્ટરો પણ શરૂ કરાશે. જે માટે તેમણે સરકાર અને કમિશનર પાસે મંજૂરી […]

સી.આર.પાટીલની મુશ્કેલી વધીઃ રેમડેસિવિર ઈન્જેક્શનના વિતરણનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના વધતા કેસને લીધે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાયેલાં ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરી  હતી. ત્યારે […]

સુરતમાં પ્લેગ આવ્યો ત્યારે કોંગ્રેસ ક્યાં હતી, અમે કોંગ્રેસની ધમકીઓથી ડરવાના નથીઃ પાટિલ

સુરતઃ કોરોનાના કપરા કાળમાં રેમડેસિવીર ઈન્જેક્શનના મામલે પણ રાજકારણ ગરમાયું છે. લોકોને રેમડેસિવીર ઈન્જેક્શન આસાનીથી મળતા નથી અને ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં ભાજપના કાર્યાલયથી લોકોને છૂટથી તેનું વિતરણ કર્યું તે વિવાદમાં કોંગ્રેસે તપાસની માંગણી કરી હતી. અને સોશિયલ મીડિયામાં પણ ટીકા થઇ હતી. ત્યારે સી.આર.પાટીલે આજે કોંગ્રેસ ઉપર વળતો પ્રહાર કર્યો હતો. પાટીલે સ્પષ્ટ કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code