1. Home
  2. Tag "Corporators"

અમદાવાદ મ્યુનિ.ના કોર્પોરેટરો પ્રજાના ટેક્સના રૂપિયે કાશ્મીરની સહેલગાહે જશે

તમામ કોર્પોરેટરોના પ્રવાસ પાછળ બે કરોડનો ખર્ચ કરાશે, સ્ટડી ટુરના નામે 192 કોર્પોરેટરો મોજ માણશે, વિપક્ષના કોર્પોરેટરો પણ પ્રવાસ માટે લલચાયા અમદાવાદઃ પ્રજાના મતે ચૂંટાયેલો સત્તાધારી પક્ષ એ પ્રજાના ટેક્સની તિજોરીનો રખેવાળ ગણાય છે. એટલે કે પ્રજાના ટેક્સના નાણા ક્યા અને કેવી રીતે વાપરવા તે નક્કી કરતો હોય છે. ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના તમામ કોર્પોરેટરો […]

અમદાવાદના કોર્પોરેટરો પોતાના બજેટમાંથી ધાર્મિક સ્થળોએ સ્ટીલના બાકડાં મુકાવી શકશે

અમદાવાદઃ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોર્પોરેટરોને વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં વિકાસ કામો ઉપરાંત સોસાયટીઓ અને બાગ-બગીચાઓ કે જાહેર સ્થળોએ લોકોને બેસવા માટે બાકડાઓ પણ પોતાની ગ્રાન્ટમાંથી ખર્ચ કરીને મુકતા હોય છે. કોર્પોરેટરો પોતાને મળતી 40 લાખની ગ્રાન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા બાકડાં મુકવા પાછળ ખર્ચ કરી શકે છે. કોર્પોરેટરો સિમેન્ટ ક્રોંક્રિટના […]

ગાંધીનગરના મ્યુનિ. કોર્પોરેટરોની ગ્રાન્ટમાં 4 લાખનો વધારો, હવે 25 લાખ મળશે

ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશનના કોર્પોરેટરોને પોતાના વિસ્તારના વિકાસના કામો માટે મ્યુનિ. દ્વારા ખાસ ગ્રાન્ટ આપવામાં આવે છે. વર્ષ 2021માં ભાજપે મ્યુનિ.કોર્પોરેશનમાં સત્તાનું સુકાન સંભાળ્યા બાદ વર્તમાન વર્ષ 2022-23ના બજેટમાં કોર્પોરેટરોની ગ્રાન્ટમાં 4 લાખનો વધારો કરીને 16.5 લાખ રૂપિયા કરી હતી. તે પછીના વર્ષે એટલે કે વર્ષ 2023-24માં 4.5 લાખનો વધારો કરીને 21 લાખ રૂપિયા વાર્ષિક ગ્રાન્ટ કરવામાં […]

AMCમાં કોંગ્રેસના દેખાવો સામે ફરિયાદ નોંધાતા રેલી સ્વરૂપે કોર્પોરેટરો કારંજ પોલીસ સ્ટેશને પહોંચ્યાં

અમદાવાદઃ એએમસીની મુખ્ય કચેરીમાં થોડા દિવસ પહેલા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે તે પહેલા વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ  સમિતિ ખંડમાં ઘૂસી જઈ પોસ્ટરો લગાવી વિરોધ કર્યો હતો. આ મુદ્દે મ્યુનિ.ના સિક્યુરિટી ઓફિસરે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો અને 15થી 20 વ્યક્તિઓના ટોળાં સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આથી  વિપક્ષ કોંગ્રેસ […]

અમદાવાદમાં ધારાસભ્યો, કોર્પોરેટરો હવે પોતાની ગ્રાન્ટમાંથી RCCના બાંકડાઓ જ મૂકાવી શકાશે

અમદાવાદઃ શહેરમાં સોસાયટીઓ, ફ્લેટ્સ, મંદિરો કે જાહેર સ્થળોએ લોકો આરામથી બેસી શકે તે માટે બાકડાં મુકવામાં આવતા હોય છે. દરેક કોર્પોરેટરો પોતાના બજેટની 10 ટકા રકમ એટલે કે રૂપિયા ત્રણ લાખની મર્યાદામાં પોતાના વિસ્તારમાં બાંકડાઓ મૂકાવી શકે છે. અત્યાર સુધી ચાઇના મેઈક અથવા તો સ્ટીલના બાંકડા મૂકવામાં આવતા હતા. પરંતુ હવેથી માત્ર RCCના બાંકડાઓ જ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નગરસેવકો માટે બે કરોડના ખર્ચે અદ્યત્તન HD લેપટોપ ખરીદશે

અમદાવાદઃ કોરોનાને લીધે શહેરના મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં ઘટાડો થયો હતો. અને મ્યનિની આવક કરતા જાવક વધી હતી.  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના દર્દીઓની સારવાર અને સુવિધાઓ પાછળ 600 કરોડથી વધુનો ખર્ચ કરી ચુકી છે. કોરોનામાં કોર્પોરેશનની તિજોરી ખાલી થઈ જતા કેટલાક ખર્ચમાં કાપ મુકવામાં આવ્યો છે. પરંતુ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા નિમાયેલા ભાજપના શાસકોએ પ્રજાના પૈસે જલસા […]

ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરોની પણ કફોડી હાલતઃ અધિકારીઓ સાંભળતા નથી લોકોને શું જવાબ આપવો?

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ પ્રતિદિન 5000થી વધુ નોંધાઈ રહ્યા છે. ઘેર-ઘેર કોરોનાના દર્દીઓ જોવા મળી રહ્યા છે. શહેરની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી હાઉસફુલ બની ગઈ છે. 108 સેવામાં પણ લાંબુ વેઈટિંગ જાવા મળી રહ્યુ છે. આવી વિકટ સ્થિતિમાં લોકો પોતાના વિસ્તારના કોર્પોરેટરો અને ધારાસભ્યોની મદદ માગી રહ્યા છે. પણ સત્તાધારી પક્ષના ધારાસભ્યો […]

લો બોલો, સુરતમાં મનપાના કોર્પોરેટરો અને કર્મચારીઓને વિનામૂલ્યે અપાશે રેમડેસિવિર ઈન્જેકશન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે રેમડેસિવિર ઈન્જેકશનની માંગ વધી છે. લોકો ઈન્જેકશન લેવા માટે લાંબી લાઈનો લગાવતા હતા. કોરોના પીડિત દર્દીઓ અને તેમના પરિવારજનોને હાલાકી ન પડે તે માટે રેમડેસિવિર ઈન્જેકશનને લઈને સરકાર દ્વારા કેટલાક આકરા નિર્ણય લેવાયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ કોર્પોરેટરો અને કર્મચારીઓને વિનામૂલ્યે રેમડેસીવીર ઇન્જેક્શન આપવાની જાહેરાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code