1. Home
  2. Tag "court"

ઉત્તરપ્રદેશઃ સંભલની જામા મસ્જિદના સર્વેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

લખનૌઃ સંભલની શાહી જામા મસ્જિદની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે સંભલમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. મોડી રાત્રે જામા મસ્જિદની આસપાસ અને ગેટની બહાર વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આજે શુક્રવારની નમાજ છે અને સર્વે રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આવી સ્થિતિમાં પોલીસ હાઈ એલર્ટ પર […]

બાંગ્લાદેશઃ ઇસ્કોન ધર્મગુરુ ચિન્મય પ્રભુને કોર્ટમાંથી ન મળી રાહત

ઢાકાઃ દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી હિન્દુ સંત ચિન્મય પ્રભુની જામીન અરજી બાંગ્લાદેશની કોર્ટ ફગાવી દીધી છે. બાંગ્લાદેશ પોલીસે ચિન્મય દાસના રિમાન્ડ માંગ્યા નથી. તેથી તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે તેઓને જેલમાં તમામ ધાર્મિક લાભો આપવામાં આવે. મહત્વનું છે કે ચિન્મય પ્રભુની 25 નવેમ્બરે બપોરે […]

પતિએ આપેલા તલાકનો પત્ની વિરોધ કરે તો કોર્ટ દ્વારા જ છુટાછેટા થઈ શકેઃ હાઈકોર્ટ

બેંગ્લોરઃ મુસ્લિમ તલાકને લઈને મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, જો પતિ તરફથી તલાક આપવા ઉપર પત્ની ઈન્કાર કરે તો કોર્ટ દ્વારા જ છુટાછેટા થઈ શકે છે. હાઈકોર્ટે તમિલનાડુની શરિયત કાઉન્સિલ દ્વારા જારી કરાયેલ છૂટાછેડા પ્રમાણપત્રને ગેરકાયદેસર જાહેર કર્યું છે. કોર્ટે બીજી વખત લગ્ન કરનાર પતિને તેની પ્રથમ પત્નીને વળતર […]

હાથરસ નાસભાગ કેસઃ કોર્ટમાં 3200 પાનાની ચાર્જશીટ દાખલ, 11 લોકોને બનાવ્યા આરોપી

લખનૌઃ ઉત્તર પ્રદેશ પોલીસે 2 જુલાઈના રોજ યુપીના હાથરસ જિલ્લામાં નારાયણ સાકર હરિ ‘ભોલે બાબા’ સભા દરમિયાન થયેલી નાસભાગના કેસમાં કોર્ટમાં 3200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ઘટનામાં 121 લોકોના મોત થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચાર્જશીટમાં 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાં તે લોકો પણ સામેલ છે જેમણે આ […]

ગેરકાયદે બાંધકામ કોઈ પણ ધર્મનું હોય, કાર્યવાહી થવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં બુલડોઝરની કાર્યવાહીને લઈને સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જાહેર સુરક્ષા સર્વોપરી છે અને રસ્તાઓ, જળાશયો અથવા રેલવે ટ્રેક પર અતિક્રમણ કરતું કોઈપણ ધાર્મિક માળખું દૂર કરવું જોઈએ. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને બુલડોઝરની કાર્યવાહી તથા અતિક્રમણ વિરોધી ઝુંબેશ માટેના તેના નિર્દેશો […]

સંજય રાઉતને કોર્ટે માનહાનિ કેસમાં દોષી ઠરાવ્યાં, 15 દિવસની જેલનો આદેશ

મુંબઈઃ શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે તેમને ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. તેમજ શિવસેના (UBT) નેતા સંજય રાઉતને 15 દિવસની જેલ અને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મેધા સોમૈયાની અરજી પર મુંબઈની શિવરી કોર્ટમાં સુનાવણી થઈ […]

બેંક સાથે છેતરપીંડી કેસમાં 20 બાદ અંતે આરોપી ઝડપાયો, કોર્ટે તેને મૃત જાહેર કર્યો હતો

બેંગ્લોરઃ સીબીઆઈએ એક વ્યક્તિની ધરપકડ કરી છે જે છેલ્લા 20 વર્ષથી ફરાર હતો અને કોર્ટે તેને મૃત જાહેર પણ કર્યો હતો, પરંતુ આખરે તે સીબીઆઈના હાથે ઝડપાઈ ગયો હતો. આરોપીની ઓળખ વી ચલપતિ રાવ તરીકે થઈ છે, જે એસબીઆઈ બેંક સાથે છેતરપીંડીના 20 વર્ષ પહેલાના કેસમાં આરોપી હતો. ધરપકડથી બચવા માટે તેણે પોતાના મૃત્યુનું નાટક કર્યું […]

એક્સાઈઝ પોલીસી કેસમાં CBI એ અરવિંદ કેજરિવાલ સામે ચાર્જશીટ ફાઈલ કરી

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના રાઉસ એવન્યુ કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી છે. 25 જુલાઈના રોજ, રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત સીબીઆઈ કેસમાં મુખ્યમંત્રી કેજરીવાલની ન્યાયિક કસ્ટડી લંબાવી હતી. આ મામલામાં 8 ઓગસ્ટે સુનાવણી થશે. કેજરીવાલને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ […]

દિલ્હી લિકર પોલીસી કેસમાં કેજરિવાલ કિંગપિંન, ED એ કોર્ટમાં રજુ કરી ચાર્જશીટ

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ હાલ જેલમાં બંધ છે. બીજી તરફ તપાસનીશ એજન્સીઓ દ્વારા સમગ્ર ઘટનાને લઈને ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન ઈડીએ લિકર પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવ્યા છે. ચાર્જશીટમાં […]

પાકિસ્તાન માટે જાસૂસી કેસમાં બ્રહ્મોસના ભૂતપૂર્વ એન્જિનિયરને આજીવન કેદની સજા

નવી દિલ્હીઃ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ માટે જાસુરી કરનાર એક એન્જિનિયરને નાગપુર કોર્ટે કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી હતી. આરોપી ઠરેલો એન્જિનિયર અગાઉ બ્રહ્મોસ એરોસ્પેસમાં સિનિયર સિસિટમ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. કેસની હકીકત અનુસાર નાગપુરની એક કોર્ટે સોમવારે બ્રહ્મોસના ભૂતપૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને આજીવન કેદની સજા ફટકારી છે. અહેવાલ છે કે, નિશાંતની 2018માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code