દાર્જિલીંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20થી વધુના મોત-પ્રધાનમંત્રીએ દુર્ઘટના અઁગે દુઃખ વ્યક્ત કર્યું
દાર્જિલિંગ જિલ્લામાં, ગઈકાલ સાંજથી ઉત્તર બંગાળના ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મિરિક, કુર્સિઓંગ, રંગભાંગ, પુલ બજારમાં સતત ભારે વરસાદ પડ્યો છે. કાલિમપોંગ હિલ ડિસ્ટ્રિક્ટ અને પહાડીઓના અન્ય ભાગોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના અહેવાલો છે, તિસ્તા નદી અનેક સ્થળોએ નેશનલ હાઇવે ઉપરથી વહેતી થઈ છે […]