1. Home
  2. Tag "delhi"

વિમેન્સ પ્રીમિયર લીગનો શનિવારથી પ્રારંભ, પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે

દિલ્હીઃ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝન શુક્રવારથી શરૂ થશે. IPLની જેમ જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગયા વર્ષે મહિલાઓ માટે T20 લીગ શરૂ કરી હતી. અગાઉ પણ બોર્ડે આવી ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું, પરંતુ તેને 2023માં IPL જેવું ફોર્મેટ આપવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં છેલ્લી વખત ફાઈનલ રમનાર બે ટીમો સામસામે ટકરાશે. દિલ્હી […]

અરવિંદ કેજરિવાલની મુશ્કેલી વધી, ઈડીએ પૂછપરછ માટે વધુ એક સમન્સ પાઠવ્યું

નવી દિલ્હીઃ EDએ દિલ્હી શરાબ કૌભાંડમાં પૂછપરછ માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સાતમું સમન્સ મોકલ્યું છે. EDએ અગાઉ કેજરીવાલને છ સમન્સ મોકલ્યા હતા, પરંતુ કોઈ પણ કારણોસર દિલ્હીના મુખ્યમંત્રી ED સમક્ષ હાજર થયા ન હતા. હવે સાતમું સમન્સ જાહેર થતાં અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી દારૂ કૌભાંડમાં કથિત મની લોન્ડરિંગના […]

દિલ્હીમાં નશામાં ગાડી ચલાવવી ખૂબ સામાન્ય, સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

એક NGO દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે દિલ્હીમાં મોટી સંખ્યામાં વાહન માલિકોએ ઓછામાં ઓછા એકવાર નશામાં ગાડી ચલાવી ચુક્યા છે. સર્વેક્ષણમાં સામેલ 10 માંથી આઠ લોકોએ સ્વીકાર્યું કે તેઓએ આ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું છે, જે મોટર વાહન અધિનિયમ હેઠળ સખત સજા કરે છે. સર્વેક્ષણ મુજબનશામાં ગાડી ચલાવનારામાં ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર […]

દિલ્હી વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયેલા ભાજપના સાત ધારાસભ્યોએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાના બજેટ સત્રના બાકીના સમયગાળા માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાત ધારાસભ્યોએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હોવાનું જાણવા મળે છે. આ ધારાસભ્યોને બજેટ સત્રની શરૂઆતમાં લેફ્ટનન્ટ ગવર્નરના સંબોધનમાં વારંવાર વિક્ષેપ પાડવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ મનમોહન સિંહ અને ન્યાયમૂર્તિ મનમીત પીએસ અરોરાની […]

દિલ્હીમાં ઝાખીરા ફ્લાયઓવર પાસે માલગાડીના 10 ડબા પાટા પરથી ઉતર્યા, રેલ વ્યવહારને એસર

દિલ્હીઃ દિલ્હીમાં ઝાખીરા ફ્લાયઓવર પાસે માલગાડીના 10 ડબા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતની રેલવેની ટીમ તથા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. માલગાડીના ડબ્બા ટ્રેક ઉપરથી ઉતરી પડતા ટ્રેન વ્યવહારને અસર […]

AAP પાસે 62 ધારાસભ્યો, પણ વિશ્વાસમત વખતે શા માટે રહ્યા માત્ર 54 હાજર?

નવી દિલ્હી : દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીની સરકારે આજે ફરી એકવાર વિધાનસભામાં બહુમતી સાબિત કરી છે. કેજરીવાલે શુક્રવારે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેના પર આજે સ્પીકર દ્વારા ચર્ચા અને વોટિંગ કરાવવામાં આવ્યું, તેમા આમ આદમી પાર્ટીએ આસાનીથી બાજી મારી હતી. મહત્વપૂર્ણ છે કે 70 બેઠકોવાળી દિલ્હી વિધાનસભામાં આમ […]

લોકસભા ચૂંટણી બાદ દિલ્હી વિધાનસભા ભંગ કરી દેવાશે, અરે કોઈના બાપની જાગીર છે: કેજરીવાલ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભામાં આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિશ્વાસ મતના પ્રસ્તાવ પર ચર્ચામાં સામેલ થયા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યુ કે આ હાઉસમાં અમારી બહુમતી છે. મારી પાસે બે ધારાસભ્યો અને કહ્યુ કે ભાજપવાળાએ તેમને સંપર્ક કર્યો છે. અમે તેના પુરાવા કેવી રીતે આપીએ. ક્યાંક સગા-સંબંધીને ત્યાં, તો ક્યારેક પાર્કમાં આવી જાય છે. આમ આદમી પાર્ટી […]

દિલ્હી: પેઇન્ટ ફેક્ટરીમાં ભિષણ આગ, 11 કામદારોના મોત

દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના અલીપુર વિસ્તારમાં એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11 કામદારોના મોત થયા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ 15 ફેબ્રુઆરી સાંજે 5.25 કલાકે લાગી હતી. આ ફેક્ટરીમાં થીનરના ડ્રમ પણ રાખવામાં આવ્યા હતા, જેના કારણે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ પછી આગ ઝડપથી સામેના ઘરો અને નજીકના નશા મુક્તિ કેન્દ્ર સુધી ફેલાઈ ગઈ હતી. […]

દિલ્હીના CM કેજરિવાલને EDએ વધુ એક સમન્સ પાઠવ્યું, 19મી ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત દારુ કૌભાંડ અને મની લોન્ડિંગ કેસની તપાસ કરી રહી છે અને આ મામલે ઈડીએ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ સહિતના આગેવાનો સામે કાર્યવાહી કરી છે.  દરમિયાન ઈડીએ આ પ્રકરણની તપાસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ સામે તપાસ શરુ કરી હોવાની અટકળો વહેતી થઈ હતી. બીજી તરફ ઈડીએ અગાઉ પાંચ વખત સમન્સ […]

કેજરીવાલે PM બનવાના સપના જોતા રાહુલ ગાંધીને ઓકાત દેખાડી, દિલ્હીમાં કૉંગ્રેસને AAPએ માત્ર 1 બેઠક કરી ઓફર!

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવતા-આવતા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બનેલા ઈન્ડિયા ગઠબંધનના વિખંડનની હવે શરૂઆત થઈ ચુકી છે. જનતાદળ યૂનાઈટેડ વિપક્ષી ગઠબંધનથી હટીને એનડીએમાં ભાજપ સાથે જોડાય ગયું છે. તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસીએ પણ કોંગ્રેસને માત્ર બે બેઠકો ઓફર કરીને એક રીતે કોંગ્રેસને તેની ઓકાત દેખાડીને એકલાહાથે ચૂંટણી લડવાના સંકેત આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code