1. Home
  2. ગુજરાતી
  3. કેજરીવાલે PM બનવાના સપના જોતા રાહુલ ગાંધીને ઓકાત દેખાડી, દિલ્હીમાં કૉંગ્રેસને AAPએ માત્ર 1 બેઠક કરી ઓફર!
કેજરીવાલે PM બનવાના સપના જોતા રાહુલ ગાંધીને ઓકાત દેખાડી, દિલ્હીમાં કૉંગ્રેસને AAPએ માત્ર 1 બેઠક કરી ઓફર!

કેજરીવાલે PM બનવાના સપના જોતા રાહુલ ગાંધીને ઓકાત દેખાડી, દિલ્હીમાં કૉંગ્રેસને AAPએ માત્ર 1 બેઠક કરી ઓફર!

0
Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવતા-આવતા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બનેલા ઈન્ડિયા ગઠબંધનના વિખંડનની હવે શરૂઆત થઈ ચુકી છે. જનતાદળ યૂનાઈટેડ વિપક્ષી ગઠબંધનથી હટીને એનડીએમાં ભાજપ સાથે જોડાય ગયું છે. તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસીએ પણ કોંગ્રેસને માત્ર બે બેઠકો ઓફર કરીને એક રીતે કોંગ્રેસને તેની ઓકાત દેખાડીને એકલાહાથે ચૂંટણી લડવાના સંકેત આપી દીધા છે.

પંજાબમાં સત્તારુઢ આમ આદમી પાર્ટી રાજ્યની તમામ 13 લોકસભા બેઠકો પર અને ચંદીગઢની એક બેઠક પર એકલાહાથે ચૂંટણી લડવાની છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ તમામ લોકસભા બેઠકો પર ઉમેદવારોની ઘોષણા કરી ચુકી છે. દિલ્હીની સત્તારુઢ આમ આદમી પાર્ટીએ દિલ્હીની સાત લોકસભા બેઠકોમાંથી માત્ર એક જ બેઠક કોંગ્રેસને ઓફર કરી છે. દેશની સૌથી જૂની પાર્ટી માટે આ કોઈ આંચકાથી ઓછું નથી. આમ આદમી પાર્ટીની ઓફર પર સ્થાનિક કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ઘણો રોષ છે. સ્થાનિક વર્કર તો તેને પાર્ટી માટે બેઈજ્જતી ગણાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી પછી દિલ્હી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અરવિંદરસિંહ લવલીએ કહ્યુ છે કે આના પર હાઈકમાન્ડથી વાત કરવાનો નિર્ણય કવામાં આવશે. પરંતુ જે પ્રકારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને રાજધાની દિલ્હીમાં માત્ર એક બેઠક ઓફર કરી છે, તેને જોતા સ્પષ્ટ કહી શકાય છે કે મોડા-વહે લા દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના રસ્તા અલગ થઈ શકે છે.

દિલ્હીમાં આમ આદમી પાર્ટી- કૉંગ્રેસના વોટ શેયર પણ જાણો-

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શયેર 46.40 ટકા હતા. આમ આદમી પાર્ટીને તે ચૂંટણીમાં લગભગ 33 ટકા વોટ મળ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 57 ટકા વોટ મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના વોટ શેયર તે દરમિયાન ઘટીને 18 ટકા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 22.5 ટકા વોટ મળ્યા હતા. ઈન્ડિયા ટુડેના તાજેતરના મૂડ ઓફ ધ નેશન સર્વેમાં જે આંકડા સામે આવ્યા, તે ચોંકાવનારા હતા. તેના પ્રમાણે, જો હાલ રાજ્યમાં લોકસભા ચૂંટણી થાય, તો ભાજપને 56.6 ટકા વોટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસ આના સંદર્ભે બીજા સ્થાને રહી હતી અને કોંગ્રેસને 25.3 ટકા વોટ મળવાની આશા છે. તો આમ આદમી પાર્ટીને માત્ર 14.9 ટકા વોટ જ મળી શકશે.

દિલ્હીની સાત બેઠકો પર 2014ની લોકસભા ચૂંટણી-

2014ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે તમામ સાત બેઠકો પર જીત મેળવી હતી. ભાજપને કુલ 46.63 ટકા વોટ મળ્યા હતા. 16મી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને તમામ બેઠકો પર હાર મળી હતી અને દિલ્હીમાં કોંગ્રેસને 15.22 ટકા વોટ મળ્યા હતા. તો આમ આદમી પાર્ટીને 33.08 ટકા વોટ મળ્યા, પણ એકપણ બેઠક જીતવામાં સફળતા મળી ન હતી.

દિલ્હીની સાત બેઠકો પર 2019ની લોકસભા ચૂંટણી-

2019ની લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીથી સારું પ્રદર્શન કર્યું છે. સાતમાંથી પાંચ બેઠકો પર 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ સાતમાંથી પાંચ બેઠકો પર બીજા સ્થાને હતી અને આમ આદમી પાર્ટી બે બેઠકો પર બીજા સ્થાને રહી હતી. 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન આમ આદમી પાર્ટી કરતા વધુ સારું હતું. જો કે ભાજપે 2019ની લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની સાતેય લોકસભા બેઠકો પર જીત પ્રાપ્ત કરી હતી. 2019ની ચૂંટણીમાં ભાજપને દિલ્હીમાં 56.7 ટકા વોટ મળ્યા હતા. ભાજપને કુલ 49,08,541 વોટ મળ્યા હતા. કોંગ્રેસને 2019ની લોકસભાની ચૂંટણીમાં 22.5 ટકા વોટ મળ્યા હતા અને તેને કુલ 19,53,900 વોટ મળ્યા હતા. આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ એટલે કે કુલ 15,71,687 વોટ મળ્યા હતા.

કોંગ્રેસે રાષ્ટ્રીય અપમાન સહન કરવી પડશે?

એક સમય હતો જ્યારે દિલ્હીમાં શીલા દિક્ષિતના સમયમાં રાજધાનીમાં કોંગ્રેસની બોલબાલા હતી. પાર્ટી સતત ત્રણ વખત દિલ્હીમાં સરકાર બનાવી શકી હતી. પરંતુ આમ આદમી પાર્ટીનો ઉદય અને શીલા દિક્ષિતના પતન બાદ કોંગ્રેસ ધીરેધીરે રાજધાનીમાં પોતાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું. ગત બે વખતથી કોંગ્રેસ દિલ્હી વિધાનસભામાં ખાતુ પણ ખોલવી શકી નથી. આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે કહ્યુ છે કે અલગ-અલગ રાજ્યોમાં બેઠક વહેંચણીમાં વિલંબને કારણે આમ આદમી પાર્ટી દિલ્હામં 6 લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારોની ઘોષણા માટે મજબૂર હશે. તેવામાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળશે. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે કોંગ્રેસ પાસે લોકસભામાં શૂન્ય બેઠક છે અને વિધાનસભામાં પણ શૂન્ય બેઠક છે. ગત વર્ષ એમસીડી ચૂંટણીમાં કોંગ્રેસે 250માંથી 9 વોર્ડમાં જીત મેળવી હતી. જો તમે યોગ્યતાના આધાર પર અન્ય આંકડાઓનો આધાર જોઈએ, તો કોંગ્રેસ એક બેઠકની પણ હકદાર નથી. પરંતુ ગઠબંધન ધર્મને ધ્યાનમાં રાખતા અમે તેમને એક બેઠકની ઓફર કરી છે. પરંતુ કોંગ્રેસ આ બેઈજ્જતીને સહન કરવાના મૂડમાં નથી. પાર્ટીના કાર્યકર્તા આ વાત માટે રાજી જ નથી. તેવામાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીની દિલ્હીવાળી ઓફર સ્વીકારે એવી વાતની સંભાવના બેહદ ઓછી લાગે છે. જચે પ્રકારે આમ આદમી પાર્ટીએ એકતરફી નિર્ણય કર્યો, તેને માત્ર એક બેઠક આપવાની વાત કહી છે. તેનાથી બંને પક્ષોના સંબંધોમાં કડવાશ ઘોળાશે.

આમ આદમી પાર્ટીએ MCD ચૂંટણીને ટાંકી-

આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને માત્ર એક બેઠકની ઓફર કરી તેની પાછળ વિધાનસભા અને એમસીડી ચૂંટણીઓનો પણ હવાલો આપ્યો. આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યુ છે કે કોંગ્રેસે 250 વોર્ડોમાંથી કોંગ્રેસે 2022માં માત્ર 9 બેઠકો જ જીતી શકી હતી. જ્યારે વિધાનસભા ચૂંટણીઓમાં તો ગત બે વખતથી કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. તમે તો ત્યાં સુધી કહી દીધું કે હાલના આંકડાના હિસાબથી તો કોંગ્રેસ પાર્ટી એક બેઠકની પણ હકદાર નથી.

ઈન્ડિયા ગઠબંધન બસ નામનું ?

જે પ્રકારે ઈન્ડિયા ગઠબંધનના દળોમાં હાલ તણાવ ચાલી રહ્યો છે, તેવામાં સ્પષ્ટ કહી શકાય છે કે આ ગઠબંધન હાલ તો નામ મારનું રહી ગયું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ઓફર બાદ તો  સ્પષ્ટ કહી શકાય છે કે અહીં પણ બંને પ7ની વચ્ચે ગઠબંધનની આશાઓ સફલ થતી દેખાય રહી ની. પાર્ટીના ઘણાં નેતા દબાયેલી જુબાનમાં સ્વીકારી રહ્યા છે કે આમ આદમી પાર્ટીની ઓફર મંજૂર થવાની સંભાવના નથી. પાર્ટી સૂત્રોએ કહ્યું છે કે આ લોકસભા ચૂંટણી છે અને કોંગ્રેસ એક રાષ્ટ્રીય પક્ષ છે. તેના સિવાય 2019ની ચૂંટણીમાં પાર્ટી 5 બેઠકો પર બીજા સ્થાને રહી હતી. તેવામાં 2024ની લોકસભા ચૂંટણીમાં માત્ર એક બેઠક પર તે લડવાનું વિચારી શકે નહીં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code