1. Home
  2. Tag "Demand"

ભારતને અમેરિકાના ટોચના સહયોગીનો દરજ્જો આપવા માંગણી

નવી દિલ્હીઃ યુએસ કોંગ્રેસમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ભારતને અમેરિકાના ટોચના સહયોગીનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે. આ બિલ અમેરિકન સાંસદ માર્કો રૂબિયો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં માંગ કરાઈ છે કે, યુ.એસ. તેના સહયોગી જાપાન, ઈઝરાયલ, કોરિયા અને નાટો સહયોગીઓની જેમ ભારતને તેના ટોચના સાથી ગણે અને ભારતની […]

ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ઘરભાડું ન ચુકવાતા અસંતોષ

ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ, ઘરભાડા સહિત લાભ આપવામાં આવે છે. પરંતુ ગુજરાત સરકારે સાતમા પગાર પંચનો અમલ કર્યો પણ એમાં ઘરભાડું કેન્દ્રના ધોરણે આપવાનો છેદ ઉડાવી દેવામાં આવ્યો હતો. હાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઘરભાડુ આપવામાં આવે છે, જ્યારે ગુજરાત સરકારના કર્મચારીઓને આ લાભ મળતો નથી. કર્મચારી મંડળના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય […]

રાજુલા અને જાફરાબાદ વિસ્તારના વાહનોને ફિટનેસ માટે 120 કિ.મી દુર અમરેલી સુધી જવુ પડશે

અમરેલીઃ ગુજરાતમાં વાહનોને ફિટનેસ માટે ખાનગી એજન્સીઓને જવાબદારી સોંપાતા  જિલ્લા મથકોએ ફિટનેસ સેન્ટરો કાર્યરત બન્યા છે. ત્યારે અમરેલીમાં વાહનો માટે ફિટનેટ સેન્ટર હોવાથી જિલ્લાના રાજુલા. જાફરાબાદ અને ખાંભા વિસ્તારના વાહનચાલકોને 120 કિમીનું અંતર કાપીને અમરેલી આવવું પડે છે. એટલે રાજુલા કે જાફરાબાદમાં સ્થાનિક કક્ષાએ વાહનો માટેનું ફિટનેસ સેન્ટર શરૂ કરવામાં આવે તેવી માગ ઊઠી છે. […]

NEET પેપર લીકની CBI તપાસની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ, NTAને નોટિસ પાઠવી કોર્ટે જવાબ માંગ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં કથિત પેપર લીક અને NEET પરીક્ષામાં ગેરરીતિઓ સંબંધિત અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, કોર્ટે NEET પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી’ (NTA)ને નોટિસ પાઠવી હતી, અને CBI તપાસની માંગણી કરતી અરજી પર તેનો જવાબ માંગ્યો છે. કોર્ટે એવા વિદ્યાર્થીઓને પણ નોટિસ પાઠવી છે જેમની અરજીઓ વિવિધ હાઈકોર્ટમાં […]

મહત્વના સમાચાર, નીટની પરિક્ષામાં થયેલી કથિત ગેરરીતી મામલે CBI તપાસની માંગણી

વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની પસંદગી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ…… રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા ઠરાવ પસાર કરાયો…. બાંગ્લાદેશના પીએમ શેખ હસીના ભારત આવ્યાં નરેન્દ્ર મોદીના શપથવિધિમાં હાજર આપવા બાંગ્લાદેશના પીએમ શેખ હસીના આવ્યા ભારત… દિલ્હી એરપોર્ટ ઉપર કરાયું ભવ્ય સ્વાગત….  અયોધ્યામાં પરાજ્ય મામલે હિંમતા બિસ્વાની પ્રતિક્રિયા અયોધ્યામાં અયોધ્યામાં ભાજપની હાર પર આસામના મુખ્યમંત્રી […]

સરકાર બનાવવા ટેકો લેવા મજબુર ભાજપ નીતીશ-નાયડૂની આ માંગ સ્વીકારશે ?

સહયોગીઓને સહારે બહુમત મેળવી સત્તા પર ટકી રહેવાની કિંમત ભાજપે ચૂકવવી પડશે. આંધ્રપ્રદેશ અને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાથી લઈને અગ્નિવીર યોજનાની સમીક્ષા સુધીની માંગણીઓ ચર્ચામાં છે. એક તરફ ભાજપ સામે વિરોધ પક્ષોને ખુશ રાખવાનો પડકાર છે, તો બીજી તરફ યુપીમાં લાગેલા આંચકાના કારણો સમજવામાં આવી રહ્યા છે. આ અંગે ઘણું મંથન ચાલી રહ્યું છે. […]

ગુજરાતમાં 34506 શિક્ષકોની ઘટ પુરવા સત્વરે ભરતી કરવાની ટેટ અને ટાટના ઉમેદવારોએ કરી માગ

ગાંધીનગરઃ રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની 34506 જગ્યાઓ ખાલી છે. દર વર્ષે શિક્ષકો નિવૃત થતાં હોવાથી ખાલી જગ્યાઓ વધતા જાય છે. ત્યારે આગામી નવા શૈક્ષણિક વર્ષથી શિક્ષકોની કાયમી ભરતી કરીને ખાલી જગ્યાઓ ભરવા ટેટ અને ટાટના ઉમેદવારોએ માગણી કરી છે. ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની 34506 જેટલી જગ્યાઓ ખાલી […]

નાગાલેંડના 6 જિલ્લાઓમાં એકપણ વ્યક્તિએ ન કર્યુ મતદાન, અલગ રાજ્યની કરી છે માંગ

લોકસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાનું મતદાન ગઇકાલે પૂર્ણ થયું. જોકે આ પ્રથમ તબક્કાના મતદાનમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી માટે નાગાલેન્ડના છ પૂર્વ જિલ્લાઓમાં બૂથ પર મતદાન કર્મચારીઓએ નવ કલાક રાહ જોઈ પરંતુ આ વિસ્તારના 4 લાખ મતદારોમાંથી એક પણ મત આપવા આવ્યા ન હતા. આ માંગ […]

ઉનાળામાં વીજળીની માગને પહોંચી વળવા સરકારે ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સ કાર્યરત કર્યાં

નવી દિલ્હી: ઉનાળાની ઋતુમાં દેશમાં વીજળીની ઊંચી માગને પહોંચી વળવા માટે ભારત સરકારે ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સ કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે. ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોમાંથી મહત્તમ વીજ ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે સરકારે તમામ ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોને ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2003ની કલમ 11 હેઠળ દિશાનિર્દેશો જારી કર્યા છે (જે અંતર્ગત સરકાર તે નિર્દેશ કરી શકે છે કે […]

વૈશ્વિક માંગમાં ઘટાડા વચ્ચે ભારતમાં EV વેચાણમાં જોવા મળશે ઉછાળો, જાણો તેનું કારણ..

નવી દિલ્હીઃ ઓટોમોટિવ ઉદ્યોગમાં ઇલેક્ટ્રિક વાહનો વિશે જબરદસ્ત ઉત્સાહ હતો. પણ તે 2024માં વેચાણ વૃદ્ધિમાં મંદીનો સામનો કરી રહી છે. જેના કારણે ઉત્પાદકો વચ્ચેની રણનીતિ ફરી એકવાર મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ગ્લોબલ ઈલેક્ટ્રિક-વ્હીકલ માર્કેટમાં આ વર્ષે ઈવીના વેચાણમાં ઘટાડો થવાની ધારણા છે, જેમાં 27.1 ટકાના અંદાજિત વૃદ્ધિ દર સાથે, મીડિયા રિપોર્ટમાં ટાંકવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code