1. Home
  2. Tag "development"

ગુડબાય 2022: વિકાસની દ્રષ્ટિએ ભારત માટે આ વર્ષ સારું રહ્યું, જમીનથી લઈને અંતરિક્ષમાં તિરંગો લહેરાવ્યો

નવી દિલ્હીઃ આવતીકાલે આપણે પહેલાની જેમ સૂર્યના પ્રથમ કિરણનું સ્વાગત કરીશું. પરંતુ, નવા વર્ષની શુભેચ્છા દિવસ તરીકે. આજે મોડી રાત્રે 2022ને અલવિદા કહીશું, ત્યાર બાદ અમે વર્ષ 2023નું ઉત્સાહપૂર્વક સ્વાગત કરીશું. વર્ષ 2022 દેશના વિકાસની દૃષ્ટિએ ઉત્તમ રહ્યું. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે આવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમને વૈશ્વિક સ્તરે ઘણી ઓળખ મળી. વિશ્વની પાંચમી […]

અમદાવાદ, જામનગર અને ખેડામાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર બનાવાશે, CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ત્રણ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર તથા ચાર પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ-ખાતમુહૂર્ત જામનગરના ધ્રોલ ખાતેથી કર્યા હતા. રાજ્યમાં બાગાયતી પાકોની વેલ્યુચેઈન ઊભી કરી ખેડૂતોની આવક વધારવાના આશયથી આ કેન્દ્રોનું નિર્માણ કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. આ અંતર્ગત અમદાવાદ, જામનગર અને ખેડામાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર બનશે જ્યારે બનાસકાંઠા, કચ્છ, […]

ગુજરાતઃ વિકાસ માટે વિવેકાધીન ગ્રાન્ટ માટે કુલ રૂ. 41333.50 લાખની ફાળવણી

અમદાવાદઃ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ તાલુકા સેન્ટ્રિક એપ્રોચ અપનાવી વર્ષ 2022-23ના બજેટ હેઠળ તાલુકાઓને ગ્રાન્ટ ફાળવણી અંગે જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લાના સંતુલિત વિકાસ માટે વિકેન્દ્રિત આયોજન હેઠળ વર્ષ 2022-23માં વિવેકાધીન ગ્રાન્ટ માટે કુલ રૂ. 41333.50 લાખની ફાળવણી કરવામાં આવી છે. ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તાર માટે કુલ રૂ. 529 લાખની તથા પ્રોત્સાહક જોગવાઈ […]

જામનગરના બેડી બંદરનો વિકાસ રાજકીય ઈચ્છા શક્તિના અભાવે થઈ શક્તો નથી

જામનગર : ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. ગુજરાત સદીઓથી વેપાર-વણજ માટે વહાણવટા સાથે જોડાયેલુ છે. એક જમાનો હતો કે, ખંભાત, ધોલેરા, ભાવનગરથી લઈને જામનગર અને કચ્છ સુધીના બંદરો 24 કલાક વહાણવટાથી ધમધામતા હતા હતા. કાળક્રમે અનેક બંદરો બંધ થઈ ગયા.જેમાં ખંભાત અને ધોલેરા સહિતના કેટલાક બંદરો કૂદરતી સ્થિતિ એવી સર્જાતા બંધ થયા હતા. […]

રાજકોટ જિલ્લાના વિકાસના કામોને ઝડપી પૂર્ણ કરવા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી સુચના

રાજકોટઃ જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા માટે જિલ્લાના પ્રભારી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષામાં રાજકોટની કલેક્ટર કચેરી ખાતે  બેઠક  મળી હતી  જેમાં મંત્રી જીતુ  વાઘાણીએ જિલ્લાના વિવિધ વિકાસના કામો તેમજ જુદા જુદા સરકારી મકાનો ના બાંધકામો જે હાલ ચાલી રહ્યા છે તે સત્વરે પૂર્ણ થાય તે માટે દરેક પ્રોજેક્ટની વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. […]

ગુજરાતે ક્લાયમેટ ચેન્જના પડકારો સામે પર્યાવરણીય સુરક્ષા-સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે : મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વિકાસના રોલ મોડેલ ગુજરાતે કલાયમેટ ચેન્જના પડકારો સામે પણ સુરક્ષિતતા, સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે 2009માં એશિયાભરમાં પ્રથમવાર કલાયમેટ ચેન્જનો […]

સુરતને સ્માર્ટ સિટી બનાવવા સરકારનો વધુ એક પ્રયાસ, 2953 કરોડના ખર્ચે 81 પ્રોજેક્ટ સાકાર કરાશે

સુરત વધારે પ્રગતિ કરશે સરકારની જોરદાર તૈયારી 2953 કરોડના ખર્ચે 81 પ્રોજેક્ટ સાકાર કરાશે સુરત: ગુજરાત રાજ્યમાં અમદાવાદની સાથે સાથે સુરત શહેરમાં પણ જોરદારા વેપાર-બિઝનેસ અને ગ્રોથ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ મોટી સંખ્યામાં લોકો રોજગારી અને વસવાટ માટે આવે છે ત્યારે સુરતના વિકાસને વધારે સાથ મળે તે માટે સરકાર દ્વારા વધુ એક તૈયારી બતાવવામાં […]

કેન્દ્ર સરકાર દ્વારા 50 કરોડના ખર્ચે રૂપાલના વરદાયની માતાજીના મંદિરનો વિકાસ કરાશે

ગાંધીનગરઃ કેન્દ્રના પ્રવાસન મંત્રાલય વિભાગ દ્વારા જિલ્લાના રૂપાલ ગામના વરદાયની માતાજી મંદિરનો રૂપિયા 50 કરોડના ખર્ચે વિકાસ કરાશે. તેમાં સોમનાથ અને અંબાજી મંદિરની જેમ તમામ પ્રકારની સુવિધાઓ  મંદિરમાં ઉભી કરાશે. પ્રવાસન મંત્રાલયની પ્રસાદમ યોજનામાં વિકાસ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પ્રવાસન સ્થળ તરીકે સોમનાથ મંદિર, અંબાજી મંદિરનો કેન્દ્રના પ્રવાસન મંત્રાલય દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે. […]

અમદાવાદના ગાંધી આશ્રમના આજુબાજુના વિસ્તારનો 273 કરોડના ખર્ચે વિકાસ કરાશે

અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં સાબરમતી આશ્રમ અને આસપાસનાં વિસ્તારને વૈશ્વિક સ્તરનું આકર્ષણ સ્થળ તરીકે ડેવલપ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારની ગાઇડલાઇન અનુસાર મ્યુનિ.એ રૂપિયા 273  કરોડનાં ખર્ચે વિવિધ કામગીરી કરવાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગાંધીઆશ્રમ અને આસપાસનાં વિસ્તારને મહાત્મા ગાંધીજીનાં […]

સુરતઃ તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના, હવે નવતર આયામો હાથ ધરાશે

સુરતઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં આકાર પામી રહેલા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ તરીકે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં સિટી બ્યૂટીફિકેશન સહિતના નવતર આયામો આ તાપી રિવરફ્રન્ટ એન્ડ રિજુવેનેશન પ્રોજેક્ટ અન્વયે સાકાર થવાના છે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રૂ. ૧૦ કરોડની ઓથોરાઇઝડ્ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code