1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ, જામનગર અને ખેડામાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર બનાવાશે, CM
અમદાવાદ, જામનગર અને ખેડામાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર બનાવાશે, CM

અમદાવાદ, જામનગર અને ખેડામાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર બનાવાશે, CM

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ત્રણ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર તથા ચાર પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ-ખાતમુહૂર્ત જામનગરના ધ્રોલ ખાતેથી કર્યા હતા. રાજ્યમાં બાગાયતી પાકોની વેલ્યુચેઈન ઊભી કરી ખેડૂતોની આવક વધારવાના આશયથી આ કેન્દ્રોનું નિર્માણ કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. આ અંતર્ગત અમદાવાદ, જામનગર અને ખેડામાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર બનશે જ્યારે બનાસકાંઠા, કચ્છ, જામનગર, નવસારી અને પંચમહાલ જિલ્લામાં પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર બનાવાશે.

મુખ્યમંત્રીએ કમલમ ફળનું વાવેતર કરવા માટે સહાય કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ અને મિશન મધમાખી કાર્યક્રમ એમ કુલ ત્રણ નવી યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ પણ કરાવ્યો હતો.  કમલમ ફ્રુટનું વાવેતર કરતા સામાન્ય ખેડૂતોને સહાય કાર્યક્રમ અંતર્ગત મહત્તમ રૂ. ત્રણ લાખ પ્રતિ હેક્ટર તથા અનુ.જાતિ અને અનુ.જનજાતિના ખેડૂતોને મહત્તમ રૂ. 4.50 લાખ પ્રતિ હેકટરની સહાય મળશે. ગુજરાતના ખેડૂત સામૂહિક બહુવર્ષાયુ ફળ પાકોના વ્યાપારિક ધોરણે વાવેતર કરે તેમજ આવા ખેડૂતોને શરૂઆતના ઉંચા રોકાણ સામે જરૂરી સહાય પુરી પાડવા કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ અમલમાં મુકવામાં અવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ રાજયના તમામ ખેડૂત, ખેતીલાયક જમીન ધારણ કરેલા રજીસ્ટર્ડ ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળીના સભાસદોને લાભ મળશે.

આ ઉપરાંત મધમાખીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મધમાખી ઉછેર, પ્રોસેસીંગ, પેકેજીંગ, કોલ્ડ રૂમ, બી ક્લિનિક  જેવા ઘટકોમાં સહાય આપવા માટે મિશન મધમાખી કાર્યક્રમ શરૂ કરવામાં અવ્યો છે.  આ કાર્યક્રમ હેઠળ FPO, FPC તથા “A” ગ્રેડ સહકારી સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમ હેઠળ ખેડૂત/સભાસદોને 75 ટકા સુધી સહાય મળશે. આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 20 વર્ષમાં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર 6.92 લાખ હેક્ટરથી વધીને 19.77 લાખ હેક્ટર અને ઉત્પાદન 62.01  લાખ મે.ટન થી વધીને 250.52  લાખ મેટ્રિક ટન થયું છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષમાં 35 લાખથી વધુ બાગાયતકારોને વિવિધ બાગાયતી યોજનાઓથી લાભન્વિત કરાયા છે.

તેમણે કહ્યું કે, આજનો કાર્યક્રમ બાગાયત ક્ષેત્રના વિકાસ માટે સીમાચિન્હરૂપ છે. નવા બનનારા ચાર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર સહિત રાજ્યભરમાં કુલ નવ સેન્ટરો કાર્યરત થશે જેનાથી બાગાયતી ખેતી નફાકારક બનશે અને બાગાયત ક્ષેત્રે વધુ માળખાકીય સુવિધાઓ ખેડૂતોને ઉપલબ્ધ થશે. મધમાખી ઉછેર માટે રાજ્યભરમાં રૂ.10 કરોડની ફાળવણી રાજ્ય સરકારે કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ રાજ્યની બાગાયતી કૃષિની પરિસ્થિતિનો ચિતાર આપતા સગર્વ જણાવ્યું હતું કે, રાજ્યની કેસર કેરીને જી. આઇ. ટેગ મળ્યું છે, ગુજરાત રાજ્ય ભીંડા અને ચીકુના પાક ઉત્પાદનમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે, તે ગુજરાતના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ગૌરવ લેવા જેવી બાબત છે.  આ અંગે વધુ માહિતી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ચાલુ વર્ષે બાગાયતી કૃષિ માટે રૂ. 10 કરોડની જોગવાઈ કરી છે તથા છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરના 7.26 લાખ લાભાર્થીઓએ સરકારની વિવિધ બાગાયતી યોજનાના લાભો મેળવ્યા છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ઈ-નામ (ઈ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ) નો ઉલ્લેખ કરીને ઉમેર્યું હતું કે આ વ્યવસ્થા દ્વારા રાજ્યભરના ખેડૂતો દેશભરના ખેડૂતો સાથે પરસ્પર સંપર્કમાં રહી શકશે જેનાથી તેમને કૃષિ ઉત્પાદનોની મહત્તમ કિંમતો મળી શકશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરમાં અમલી બનાવાયેલી ડ્રોન ટેકનોલોજીની વિગતો રજૂ કરતા કહ્યું હતું કે રાજ્યભરમાં ડ્રોન ટેકનોલોજી માટે રૂ. 35 કરોડની ફાળવણી કરવામાં આવી છે તથા 1.40 લાખ એકર વિસ્તાર જમીનને આ ટેકનોલોજી અંતર્ગત આવરી લેવામાં આવશે.

ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેડૂતો પોતાના ખેતરમાં ખાતર વિતરણ કરી શકશે તથા તેમનો મજૂરી ખર્ચ બચશે એવો આશાવાદ પણ મુખ્યમંત્રીએ આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો. “આત્મનિર્ભર ગુજરાત” થી “આત્મનિર્ભર ભારત” તરફની પ્રગતિમાં આ એક ઉપયોગી પગલું સાબિત થશે, એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જી. એમ. પટેલ હાઇસ્કુલ પરિસરમાં રાખવામાં આવેલા કૃષિ ઉત્પાદનોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને બાગાયત કૃષિકારોને પ્રોત્સાહિત કર્યા હતા. તથા જામનગર જિલ્લાના બાગાયતી વિભાગના લાભાર્થીઓ તથા અન્ય લાભાર્થીઓને રાજ્ય સરકારની યોજનાકીય સહાયનું તથા પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કૃષિમંત્રી  રાઘવજી પટેલે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થનારા નવીન પ્રકલ્પો અંગે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ખેડૂત થકી ગામડું અને ગામડા થકી સમગ્ર દેશને આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર કામગીરી કરી રહી છે. ખેડૂત સમૃદ્ધ બને તેમજ ખેડૂતની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર સૌની યોજના, કૃષિ સાધન સહાય, ખાતર તથા વીજ સબસિડી, ફ્રુટ પ્રોસેસિંગ યુનિટ, મહત્તમ ટેકાના ભાવે જણસની ખરીદી, વિનામૂલ્યે લોન વગેરે જેવી અનેક કૃષિ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી ખેડૂત, ખેતી અને ગામડાને સમૃદ્ધ બનાવવાની દિશામાં સતત આગળ વધી રહી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code