ઈન્ડસ્ટ્રીઝના વિકાસ અને ઉદ્યોગકારોને વ્યાપારની વિશાળ તકો માટે એક્ઝિબિશનનું આયોજન જરૂરી: ગૃહરાજ્યમંત્રી
અમદાવાદઃ સુરતના અઠવાગેટ પાસે, વનિતા વિશ્રામ મેદાનમાં ઈજનેરી ઉત્પાદનો અને સેવાઓ માટેના ત્રિદિવસીય ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24ની મુલાકાત લીધી હતી. દરમિયાન મંત્રીએ અહીં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનો વિષે જાણકારી મેળવીને એક્ઝિબીટર્સ સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ ઈન્ડસ્ટ્રીના વિકાસ તેમજ ઉદ્યોગકારોને વ્યાપારની વિશાળ તકો માટે એક્ઝિબિશનોનું આયોજન જરૂરી હોય છે. એક્ઝિબિશનમાં નવા બાયર્સ મળે છે અને સપ્લાયરની સાથે સ્થળ પર જ મિટીંગ પણ કરી શકાય છે. બિઝનેસ માટેનું આખું નેટવર્ક ઉભું કરવા સાથે જ્ઞાન વધારી શકાય છે. એક્ઝિબિશનની વિવિધ પ્રોડકટસ વિશે માહિતીના આધારે ઉદ્યોગકારો પોતાના ઉત્પાદનોને વધુ બહેતર બનાવી શકે છે. બિઝનેસ પાર્ટનર્સ માટે પણ એક્ઝિબિશન જરૂરી છે, ત્યારે ઇએનજીઆઇ(ENGI) એક્ષ્પો થકી ઉદ્યોગકારોને નવી દિશા મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.