1. Home
  2. Tag "devotees"

જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. સુરક્ષા એજન્સીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. શિવખોડી ધામથી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર હુમલામાં લશ્કર-એ-તૈયબાના ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ સામેલ હતા. લશ્કર કમાન્ડર અબુ હમઝા પણ આમાં સામેલ હોવાની આશંકા છે. આતંકીઓએ હુમલામાં અમેરિકન એમ-4 રાઈફલ્સનો ઉપયોગ કર્યો હતો. […]

ચાર ધામયાત્રાઃ અત્યાર સુધી 3 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ કર્યાં બાબા કેદારનાથના દર્શન

નવી દિલ્હીઃ અત્યાર સુધીમાં 11 દિવસમાં 3 લાખ 19 હજારથી વધુ ભક્તો કેદારનાથ ધામમાં બાબાના દર્શન કરી ચુક્યા છે. આ એક નવો રેકોર્ડ છે. જિલ્લા પ્રશાસન વતી કેદારનાથ ધામમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓનું અતિથિ દેવો ભવની પરંપરા સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ગયા વખત કરતા આ વર્ષે કેદારનાથ ધામમાં બાબા કેદારનાથના દર્શન કરવા માટે […]

હરિયાણાઃ એક્સપ્રેસ વે પર ભક્તોથી ભરેલી બસમાં આગ લાગી, 10 વ્યક્તિઓ ભડથું થયા

નવી દિલ્હીઃ હરિયાણાના તાવડુ સબડિવિઝનની સીમામાંથી પસાર થતા કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસવે પર ભક્તોથી ભરેલી બસમાં આગ લાગી હતી. જેમાં બસમાં મુસાફરી કરી રહેલા 10 લોકો ભૂંજાયા હતા જ્યારે બે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. બસમાં આગની ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયેલા સ્થાનિકોએ આગ ઉપર […]

ચારધામમાં મંદિરની 50 મીટરની અંદર રિલ્સ, વીડિયોગ્રાફી પર પ્રતિબંધ, જાણો શું છે કારણ

ઉત્તરાખંડ સરકારે ચારધામ મંદિરોની 50 મીટરની અંદર રીલ બનાવવા અથવા વિડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંદર્ભમાં ઉત્તરાખંડ રાજ્યના મુખ્ય સચિવ રાધા રતુરીએ આદેશ જાહેર કર્યો છે. તેમણે કહ્યું છે કે, હવેથી પ્રશાસન એવા લોકો સામે પણ કેસ નોંધશે જેઓ ચારધામ યાત્રાને લઈને ખોટી માહિતી કે અફવા ફેલાવી રહ્યા છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવે અધિકારીઓને […]

ચારધામ યાત્રાઃ રાત્રે 10થી સવારનાં 4 વાગ્યા સુધી પેસેન્જર વાહનો પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ ચારધામ યાત્રા પર દેશ અને દુનિયામાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે હવે વાહનવ્યવહારનું આયોજન કરવામાં આવ્યું છે. ચારધામ યાત્રાના તમામ માર્ગો ખુલ્લા છે પરંતુ યમુનોત્રી ધામ યાત્રા રૂટ પર જતા વાહનો માટે બાયપાસ માર્ગ નથી. હવે રાત્રિથી સવાર સુધી વાહનો નહીં ચાલે. ડીજીપીએ એડવાઈઝરી જાહેર કરી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.  ચારધામ યાત્રા પર આવનારાઓ માટે […]

ચારધામ યાત્રા : બદ્રીનાથ ધામના દરવાજા ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકાયાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના દરવાજા આજે સવારે 6 કલાકે દર્શન માટે ભક્તો માટે ખોલવામાં આવ્યાં હતા.. ચારધામોમાંથી ત્રણ ધામ કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 10 મેના રોજ અક્ષય તૃતીયાના અવસરે ખુલ્યા છે. મંદિર સમિતિ દ્વારા બદ્રીનાથના દરવાજા ખોલવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. હજારો યાત્રિકો ધામમાં પહોંચ્યા હતા. […]

અક્ષય તૃતીયા: શ્રદ્ધાળુઓએ ગંગામાં લગાવી પવિત્ર ડૂબકી

નવી દિલ્હીઃ યાત્રાધામ હરિદ્વારમાં શુક્રવારે અક્ષય તૃતીયા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ચિરંજીવી ભગવાન પરશુરામની અનેક જગ્યાએ પૂજા કરવામાં આવી હતી. દેશના અનેક પ્રાંતોના ભક્તોએ ગંગામાં ડૂબકી લગાવીને શાશ્વત પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. સ્નાન કર્યા પછી લોકોએ દાન વગેરે કર્યું હતું. તીર્થનગરીના આશ્રમ-અખારોમાં પણ અક્ષય તૃતીયાના તહેવાર પર અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું […]

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા

નવી દિલ્હીઃ આ વખતે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં કુલ 15.13 લાખ  શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે GMVN ગેસ્ટ હાઉસનું બુકિંગ આઠ કરોડને વટાવી ગયું છે. પ્રવાસન મંત્રીનું કહેવું છે કે, આ વખતે ચારધામ યાત્રા અગાઉની યાત્રાનો રેકોર્ડ તોડશે. પ્રવાસન મંત્રી સતપાલ મહારાજે કહ્યું હતું કે, […]

શક્તિપીઠ અંબાજીમાં આજે ચૈત્રી પુનમે શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, મંદિરના શિખરે ધજાઓ ચડાવાશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરમાં રોજબરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. જેમાં ચૈત્રી પૂનમના માતાજીના દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. આજે ચૈત્રી પુનમનો દિન હોવાથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ઘણા યાત્રિકો સોમવારે અંબાજી પહોંચી ગયા છે. ચૈત્રી પૂનમના દિને મંદિરના શિખર પર ધજાઓ ચડાવાશે યાત્રાધામ અંબાજીમાં […]

રામનવમીએ ખેડબ્રહ્મા શહેરમાં શોભાયાત્રા નીકળી : ઠેર ઠેર ઉજવણી કરાઈ

ખેડબ્રહ્માઃ આજે મયાઁદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ના જન્મોત્સવ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુગાઁવાહીની તથા માતૃશક્તિ ના સહિયારા આયોજનથી શ્રી અંબિકા માતાજી મંદિરથી બાઈક રેલી સાથે ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ રેલી સમગ્ર શહેરમાં ફરીને ચાંપલપુરના ઓંકારેશ્વર મહાદેવ મંદિરે પૂણાઁહુતી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી.જોષી તથા તેમની ટીમ દ્રારા ચુસ્ત બંદોબસ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code