1. Home
  2. Tag "Dholavira"

કચ્છના ધોળાવીરામાં 10મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે

ભૂજ, 8 જાન્યુઆરી 2026:  કચ્છના ઐતિહાસિક ગણાતા અને હેરીટેજ એવા ધોળાવીરાનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઈ રહ્યો છે. દેશ-વિદેશના પ્રવાસીઓ ધોળાવીરાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ધોળાવીરા ખાતે 10 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ભુજ […]

કચ્છના ધોળાવીરામાં સ્વદેશ દર્શન 2.0 પ્રોજેક્ટ હેઠળ 135 કરોડના ખર્ચે વિકાસ કામો કરાશે

કચ્છની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે, ભૂગર્ભ ગટર વ્યવસ્થા અને જળ વ્યવસ્થાપનનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે હડપ્પન સંસ્કૃતિ, યુનેસ્કોએ વર્ષ-2021માં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ કર્યું ગાંધીનગરઃ  ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. 19 થી 25 નવેમ્બર,2024  દરમિયાન “વર્લ્ડ હેરીટેજ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વર્લ્ડ […]

હડપ્પન સંસ્કૃતિને ઉજાગર કરતા ધોળાવીરામાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ,

ભૂજઃ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેઝમાં કચ્છના ધોળાવીરાને સ્થાન મળ્યા બાદ દેશ-વિદેશના પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. પણ ખાટલે મોટી ખોટ એ છે, કે, ધાળાવીરામાં પ્રવાસીઓ માટે પુરતી વ્યવસ્થા ઊભી કરવામાં તંત્રને કોઈ રસ ન હોય એવું લાગી રહ્યું છે. જિલ્લાના અન્ય પ્રદેશોથી થોડી વિશેષ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા આ વિસ્તારમાં વીજળી તો વર્ષો પહેલા પહોંચી ગઈ છે, […]

કચ્છના ધોળાવીરાનો સ્વદેશ દર્શન 2.0 યોજનામાં સમાવેશ, હવે ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકાસ થશે

ભૂજઃ કચ્છનો પર્યટનક્ષેત્રે છેલ્લા એક દાયકાથી સારોએવો વિકાસ થયો છે. હવે તો ધોળાવીરાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન મળ્યા બાદ હવે ધોળાવીરામાં પ્રવાસીઓ માટે  માળખાકીય સુવિધા ઊભી કરવી જરૂરી બની છે તેના ભાગરૂપે કેન્દ્ર સરકારે પ્રવાસન વિભાગની  સ્વદેશ દર્શન 2.0ની મહત્વપૂર્ણ યોજનામાં સમાવેશ કર્યો છે. ગુજરાતમાં ધોળાવીરાની સાથે પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાને પણ આ નવી યોજનમાં […]

યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ ઘોષિત કરાયેલ ધોળાવીરામાં પોસ્ટલ બેંક અને મોબાઈલ ટાવરની સુવિધા શરૂ કરાશે

વૈશ્વિક પ્રવાસન સ્થળ ધોળાવીરાના વિકાસ માટે કેન્દ્ર સરકાર વચનબદ્ધ પોસ્ટલ બેંક અને મોબાઈલ ટાવરની સુવિધા શરૂ કરાશે “આ ભારતની સંસ્કૃતિ અને સમૃદ્ધિનો ધરબાયેલો જીવંત વારસો”- દેવુસિંહ ચૌહાણે રાજકોટ:કચ્છના બે દિવસના પ્રવાસે આવેલ કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે ધોળાવીરા મધ્યે આવેલ 5 હજાર વર્ષ જૂની વૈશ્વિક આર્કિયોલોજિકલ સાઈટની મુલાકાત લીધી હતી.ભારતીય આર્કિયોલોજી વિભાગના સુપ્રિટેન્ડેન્ટ અભિજિત […]

ભારતીય સંસ્કૃતિમાં બધા લોકોનું કલ્યાણ કરવાની ભાવનાઃ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ

અમદાવાદઃ 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કર્ણાટક મૈસુરથી થઈ રહી છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં વૈશ્વિક ધરોહર ધોળાવીરા ખાતે કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ વારસા સ્થળ ધોળાવીરા ખાતે આ કાર્યક્રમનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને ટેલી કોમ્યુનિકેશન દ્વારા કરવામાં આવ્યું હતું. પોસ્ટ વિભાગ દ્વારા આ […]

કચ્છના ધોળાવીરાને રેલવેથી જોડવા માટે કેન્દ્રની સુચના બાદ હવે સર્વે કરાશે

ભૂજઃ કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં 5000 વર્ષ જૂની બેનમૂન હડપ્પન સંસ્કૃતિના અવશેષો જ્યાં સચવાયેલા પડયાં છે તે ધોળાવીરાને’ તાજેતરમાં જ યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરાયા બાદ રોડ ઉપરાંત વિમાની અને રેલ’ સહિતની સેવાઓથી ધોળાવીરાને જોડવામાં આવશે.  રેલવે મંત્રાલય દ્વારા વિશ્વ ધરોહર ધોળાવીરાને  રેલવે સુવિધા સાથે કઈ રીતે જોડી શકાય તે […]

કચ્છના ધોળાવીરામાં વન વિભાગની અભ્યારણ્યની જમીનમાં જ ટેન્ટસિટી ! લાઉડસ્પીકરો વગાડવા સામે વિરોધ

ભૂજઃ છેલ્લા એક દાયકાથી પ્રવાસન ક્ષેત્રે કચ્છનો સોરોએવો વિકાસ થયો છે. કચ્છના સફેદ રણ બાદ હવે ધોળાવીરાની ઐતિહાસિક વિરાસતને નિહાળવા માટે પ્રવાસો આવી રહ્યા છે. ભચાઉ તાલુકાના ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત જાહેર કરાયા બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રથમ વખત તંબુનગરી ઊભી કરવામાં આવી છે, પરંતુ પ્રથમ વખત શરૂ થયેલી ટેન્ટ સિટી થોડા દિવસોમાં જ […]

ધોળાવીરામાં 5000 વર્ષ પહેલા વિશ્વનું પ્રાચીન અને વ્યસ્ત મહાનગર હતું : હડપ્પાકાલીન નગર

અમદાવાદઃ તેલંગાણાના 13મી સદીના રામપ્પા મંદિરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સીટમાં સામેલ કર્યાં બાદ ભારતની અન્ય ઐતિહાસિક ધરોહર ધોળાવીરાનો પણ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ધોળાવીરા આવેલું છે. મોટી સંખ્યામાં લોકો ધોળાવીરના પ્રવાસે દર વર્ષે આવે છે. ધોળાવીરા ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉના ખદિરબેટમાં આવેલું છે. આ એક ઐતિહાસિક સ્થળ છે […]

કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ

ગાંધીનગર : ગુજરાતના પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં કચ્છના ધોળાવીરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ધાળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન આપ્યું છે. આ અંગે યુનેસ્કો દ્વારા અધિકારીત રીતે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. આ ટ્વીટને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રિટ્વીટ કરીને અધિકારીક રીતે જાહેર કરવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code