1. Home
  2. Tag "DISA"

ડીસામાં રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ, ઓવરબ્રિજ બનાવવાની માગ

ડીસાઃ ડીસામાં ટ્રાફિક જામનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બનતો જાય છે. જેમાં ડીસા-પાટણ હાઈવે પરના જુનાડીસા રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યા કાયમી બની ગઈ છે. આ ફાટક દિવસમાં અનેક વખત બંધ થતું હોવાથી  વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.  ફાટક બંધ થાય ત્યારે વાહનો સામસામે ભીડાઈ જતા હોવાથી ફાટક ખુલે ત્યારબાદ પણ કલાકો સુધી ટ્રાફિકની સમસ્યા યથાવત […]

ડીસામાં વારંવાર ટ્રાફિક જામની વિકટ સમસ્યા, વાહનચાલકો પરેશાન, પોલીસ નિષ્ક્રિય

પાલનપુરઃ બનાસકાંઠાના વેપારથી ધમધમતા એવા ડીસા શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બનતો જાય છે. જેમાં શહેરના સાંઈબાબા મંદિર નજીકના રોડ પર તો ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની ગઈ છે. આ રોડ પર ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ પણ નિષ્ક્રિય હોવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ડીસા શહેરમાં દિવાળીના સમયે જ હાર્દ સમા એવા સાંઈબાબા […]

ડીસામાં લવજેહાદ-ધર્મપરિવર્તનની ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠનો રસ્તા ઉપર ઉતર્યા

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વિધર્મી યુવાને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેનો ધર્મ પરિવર્તન કરાવ્યાં બાદ યુવતીની માતા અને ભાઈનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તેમજ વિધર્મી યુવાને યુવતીના પિતા પાસેથી ત્રણેયને મુક્ત કરવા માટે રૂ. 25 લાખની માંગણી કરી હતી. જેથી યુવતીના પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને પગલે હિન્દુઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. દરમિયાન […]

ડીસાઃ મુકબધીર સગીરા ઉપર બળાત્કાર ગુજારીને હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજાનો આદેશ

અમદાવાદઃ બનાસકાંઠાના ડીસામાં 11 વર્ષની મુકબધીર સગીરાનું અપહણ કરીને તેની ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ તેની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં અદાલતે આરોપીને ગુનેગાર ઠરાવીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. ડીસા કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ આરોપીને ફાંસીની સજા થઈ હોવાનું જાણવા મળે છે. કેસની હકીકત અનુસાર દાંતીવાડા તાલુકામાં 11 વર્ષીય મુકબધીર બાળકીની લાશ મળી આવી […]

કચ્છના સામખિયાળીથી ડિસા, અને માળિયાથી અમદાવાદના હાઈવેની બિસ્માર હાલત, ઠેર ઠેર ગાબડાં

ગાંધીધામ :  કચ્છમાં છેલ્લા એક દાયકાથી સારોએવો વિકાસ થયો છે. દેશના બે મહાબંદરો ધરાવતો કચ્છ જિલ્લો વેપાર ઉદ્યોગમાં રાજ્યનું લોજીસ્ટીક અને માલ પરિવહનનું મથક ગણાય છે. પરંતુ આ સરહદી જિલ્લાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગોની અત્યંત ખરાબ ખરાબ હાલત હોવાથી અહીંની અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડઝસ્ટ્રીઝએ માર્ગોની તત્કાળ મરામતની માંગણી કરી છે. સામખિયાળીથી […]

જેલમાં કોરોનાનો પ્રવેશઃ ડીસાની સબજેલમાં 15 કેદીઓને કોરોનાનું સંક્રમણ

કેદીઓએ તાવ-શરદીની કરી હતી ફરિયાદ તંત્ર દ્વારા કેદીઓનો રેપીડ ટેસ્ટ કરાયો હવે કેદીઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરાશે અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં બુલેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. હવે જેલમાં પણ કોરોનાનું સંક્રમણ પ્રસર્યું છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાની ડીસા સબજેલમાં કેટલાક કેદીઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાનું જાણવા મળે છે. જેલમાં બંધ 15 જેટલા કેદીઓનો રેપીડ ટેસ્ટ પોઝિટિવ […]

ડીસા અને અમરેલીમાં વીજળી પડતાં બે મહિલાના મોત, ધોધમાર વરસાદ

પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો હતો. આ દરમિયાન મોડીરાતે એક મહિલા પર વીજળી પડતાં તેનુ કરૂણ મોત નીપજ્યું હતું, મહિલાના મોત થતા બે માસૂમ દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો હતો. ઘટના બાદ મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ ઉપરાંત અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code