1. Home
  2. Tag "draupadi murmu"

નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલવા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લગાવી મ્હોર , હવે નવા નામ પીએમ સંગ્રાહલયથી ઓળખાશે

દિલ્હીઃ- આ વર્ષે જૂનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલીને પ્રધાનમંત્રી મ્યુઝિયમ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. 14 ઓગસ્ટના રોજ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ સત્તાવાર રીતે બદલીને પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગત પ્રમાણે આ નામ બદવાના નિર્ણય પર  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મ્હોર લગાવી […]

એક કાર્યક્રમમાં પોતાના સંબોઘન દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ નારી શક્તિની કરી પ્રસંશા

આજરોજ સોમવારે દેશના રાષ્ટ્રપતિ મુર્મુએસ માણેકશા સેન્ટર ખાતે આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન (AWWA) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં  હાજરી આપી હતી અહી તેમણે ઉપસ્થિત લોકોનું સંબોધન પણ કર્યું હતું આ પહેલા રાષ્ટ્રપતિ  મુર્મુએ એસોસિએશનના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીઘી  હતી, જે મહિલાઓને સશક્ત બનાવવા માટે આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે. પોતાના સંબોઘનના આરંભમાં […]

દિલ્હી સર્વિસ બિલ બન્યું કાનૂન,રાષ્ટ્રપતિ તરફથી મળી મંજૂરી

દિલ્હી સેવા બિલ બન્યો કાયદો  રાષ્ટ્રપતિ તરફથી મળી મંજૂરી ભારત સરકારનું જાહેરનામું જારી  દિલ્હી:  રાષ્ટ્રપતિએ દિલ્હી સર્વિસ બિલને મંજૂરી આપી દીધી છે. હવે તે દિલ્હીમાં કાયદો બની ગયો છે. ભારત સરકારના નોટિફિકેશનમાં  રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર (સંશોધન) એકટ  2023 લાગુ કરવાની માહિતી આપવામાં આવી છે. સરકારે કહ્યું કે, આ અધિનિયમને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 22 ભૂસ્તરશાસ્ત્રીઓને નેશનલ જીઓલોજી એવોર્ડથી સન્માનિત કર્યા

દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે ભૂસ્તરશાસ્ત્રના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે દેશભરના 22 વ્યાવસાયિકો અને શિક્ષણ વિદોને રાષ્ટ્રીય ભૂસ્તરશાસ્ત્ર પુરસ્કાર-2022 એનાયત કર્યા. એક અધિકારીએ આ માહિતી આપી હતી.ખાણ મંત્રાલયે જણાવ્યું હતું કે પુરસ્કારોને ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા હતા જેમ કે નેશનલ જીઓલોજી એવોર્ડ ફોર લાઈફ ટાઈમ અચીવમેન્ટ, નેશનલ યંગ જીઓલોજિસ્ટ એવોર્ડ અને નેશનલ જીઓલોજી એવોર્ડ. […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ MP મુલાકાતે – ટ્રિપલ ITM ના ચોથા દીક્ષાંત સમારોહમાં આપી હાજરી

  ભોપાલઃ- રાષ્ટ્રપતિ દ્રોપજી મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે પહોચ્યા છે, જાણકારી પ્રમાણે  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અટલ બિહારી ટ્રિપલ આઈટીએમ પહોંચ્યા. તેઓ અહીં સંસ્થાના ચોથા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જયવિલાશ પેલેસ પહોંચ્યા અને પહેલા હેન્ડલૂમ્સ સાથે ગેલેરી, મ્યુઝિયમ જોયું અને અહીં કામ કરતા લોકો સાથે વાત કરી. તેમજ મહેલમાં હાજર વિદ્યાર્થીઓ અને […]

રાષ્ટ્રપતિ મુર્મુએ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ગોંડવાના યુનિવર્સીટીના 10મા દિક્ષાંત સમારોહમાં આપી હાજરી, વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા

  મુંબઈઃ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહારાષ્ટ્રની મુલાકાતે છે ત્યારે આજ રોજ તેમણs ગઢચિરોલીમાં ગોંડવાના યુનિવર્સીટીના 10મા દિક્ષાંત સમારોહમાં હાજરી આપીને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  3 જુલાઈથી 7 જુલાઈ સુધી કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગોંડવાના યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓની સિદ્ધિઓની પ્રશંસા કરી છે અને તેને મહિલા સશક્તિકરણ […]

ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી,મણિપુરની વર્તમાન સ્થિતિ વિશે જણાવ્યું

દિલ્હી : હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની ચાર દિવસીય મુલાકાત પૂર્ણ કરીને રાજધાની દિલ્હી પરત ફરેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ મીટિંગમાં બંને વચ્ચે શું થયું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે શાહે મુર્મુને મણિપુરની […]

 રાષ્ટ્રપતિ મુર્મુ જૂન મહિનામાં સુરીનામ અને સર્બિયાની મુલાકાતે જશે – પદભાર સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ રાજ્ય મુલાકાત

 રાષ્ટ્રપતિ મુર્મુ 4 જૂનથી સુરીનામ અને સર્બિયાની મુલાકાતે જશે  આ તેમની પ્રથમ રાજ્ય મુલાકાત દિલ્હીઃ-  દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતા મહિનાની એટલે કે  4 થી 6 જૂન સુધી સુરીનામ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીના આમંત્રણ આપવા  હેઠળ પરમારિબોમાં પહોંચશે . રાષ્ટ્રપતિ મુર્મુ 5 જૂને,સુરીનામમાં ભારતીયોના આગમનની 150મી વર્ષગાંઠની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 24 મેના રોજ ઝારખંડના પ્રવાસે,જુઓ રાષ્ટ્રપતિનો મિનિટ-ટુ-મિનિટનો કાર્યક્રમ

દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 24 મેના રોજ 3 દિવસની ઝારખંડની મુલાકાતે આવી રહ્યા છે. અહીં આવ્યા બાદ તે દેવઘરના બાબા બૈદ્યનાથ મંદિરમાં પૂજા કરશે. આ પછી તે ઝારખંડ હાઈકોર્ટના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટનમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડ સાથે સુપ્રીમ કોર્ટ અને અન્ય હાઈકોર્ટના લગભગ 40 થી વધુ ન્યાયાધીશો હાજર રહેશે. […]

 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસીય ઓડિશાની મુલાકાત, સિમીપાલ નેશનલ પાર્કની મુલાકાત લેશે

 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની  આજથી ઓડિશાની મુલાકાત સિમીપાલ નેશનલ પાર્કની મુલાકાત લેશે રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત વતન જશે દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ પ્રથમ વખત ઓડિશામાં તેમના ગૃહ જિલ્લા મયુરભંજની મુલાકાત લેશે. જાણકારી અનુસાર  આ મુલાકાત દરમિયાન તે સિમીપાલ નેશનલ પાર્કની પણ મુલાકાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code